ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું આ રાશિઓ માટે રહેશે ખાસ, કુંવારા માટે લગ્નના યોગ છે

0
682

મિથુન : અભ્યાસ કરતા સંતાનો પાછળ આપનો ખર્ચ વધશે. મિત્રો, સગાં સ્‍નેહીઓ અને કુટુંબીજનોની સંગાથે આપ ખૂબ જ આનંદ ઉલ્‍લાસમાં સમય પસાર કરશો આપની શારીરિક સુખાકારી તો જળવાશે જ પણ માનસિક રીતે પણ હળવાફુલ રહેશો. સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો. જીવનસાથી તરફ આપને વિશેષ આકર્ષણ રહેશે. આપને ભાગીદારીના વેપાર-ધંધા કે નોકરીમાં ટીમવર્કમાં થતા કાર્યોને લગતા પ્રશ્નોના કારણે થોડી ચિંતા રહેશે.

નોકરિયાતોને ઉપરીઓનો સહકાર મળે. શરૂઆતમાં સ્વાસ્થ્ય પણ થોડું નરમગરમ રહેશે. જમણી આંખમાં તકલીફ થાય. નવા કાર્યનો આરંભ કરવા માટે ઉત્તરાર્ધનો સમય બહેતર છે. દૂરના અંતરે વસતા મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી આપને આનંદ થાય.

હાથમાં લીધેલા કાર્ય કે કોઈપણ પ્રોજેક્ટ સમયસર સુપેરે પાર પડવાથી આપના ઉત્‍સાહમાં વધારો થશે. હરીફો અને પ્રતિસ્‍પર્ધીઓને અત્યારે તમે પછાડી શકશો પરંતુ કામ પ્રત્યેની કટિબદ્ધતામાં ક્યાંય ઉણપ આવવા દેતા નહીં. પ્રિયપાત્ર સાથે સંબંધો સારા રહે પરંતુ વર્તનમાં સૌમ્ય રહેવાની ખાસ સલાહ છે.

કન્યા : માતા તેમ જ પરિવારના અન્‍ય સભ્‍યો સાથે વધારે નિકટતા રહે. જાહેર જીવનમાં માન- પ્રતિષ્‍ઠામાં વધારો થવાથી આપ ખુશ રહેશો. આરોગ્‍ય સુખાકારી પણ જળવાઈ રહેશે. આપને આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભના પ્રબળ યોગો જણાય છે. મિત્રો, સગાસ્‍નેહીઓ તથા પ્રિયજનની સંગે ખૂબ રોમાંચક અને આનંદપ્રદ બની રહેશે. વેપારીઓને નફાકારક સોદા થશે.

પુત્ર અને પત્‍નીથી લાભ થવાની પણ શક્યતા છે. પ્રવાસ પર્યટનનું આયોજન થશે તેમ જ લગ્‍નોત્‍સુક પાત્રો માટે લગ્‍ન આડેથી અવરોધો દૂર થશે. સપ્તાહના મધ્યમાં આપને શરીર અને મનમાં થોડી બેચેની તેમ જ અસ્‍વસ્‍થતાનો અનુભવ થશે. મનની દ્વિધાપૂર્ણ સ્થિતિ આપની નિર્ણય શક્તિને કસોટીની એરણે ચઢાવશે.

માતાનું સ્‍વાસ્‍થ્‍ય ચિંતા ઉપજાવી શકે છે. જોકે, ઉત્તરાર્ધમાં સ્થિતિ સુધરતા શારીરિક માનસિક સુખાકારી જળવાશે. મિત્રો અને સ્‍વજનો સાથે આપ શાંતિથી સમય પસાર કરશો. આપનું મન વધારે લાગણીશીલ રહેશે. દાંપત્‍યજીવનમાં જીવનસાથી પરત્‍વે વિશેષ આકર્ષણ અનુભવશો, જેથી મધુરતા રહેશે. પ્રવાસની શક્યતા અને આર્થિક લાભના યોગ છે.

વૃશ્ચિક : કોઇપણ વસ્‍તુ સફળ બનાવવા માટે પર્યાપ્‍ત સાધનો હોવા જરૂરી છે અને આ સાધનો યોગ્‍ય સમયે મેળવવા કે મળવા જરૂરી છે. આપ એટલા ધગશથી કામ કરશો કે કામને અધૂરું નહીં છોડો. જીવનના મોટા અને લાંબાગાળાના આયોજનો કરશો. પૈસાની બાબતમાં અત્યારો કોઇના પર ભરોસો ના કરશો. નવા નિમંત્રણો અને સામાજિક જવાબદારીઓનો તબક્કો કહી શકાય.

તમે કંઇક નવી શરૂઆત કરવા માટે પણ ઉત્સુક થશો. નવા કામો આપની ઝોળીમાં પડશે અને તે આપની વૃદ્ધિ કરાવશે. આપ આપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કૃતનિશ્ચયી છો તેથી સફળતા આપની પાસે આવવા માટે અધીરી બનશે. પ્રેમ, પૈસા, આકર્ષણ આપની પર્સનલ લાઇફને ચાર ચાંદ લગાવી શકે છે અને જો આવું ના થાય તો થોડી મસ્‍તી, મજાક અને આનંદ આપના જીવનમાં નવો ઉત્‍સાહ અને જોમ ભરી શકે છે.

વિદ્યાર્થીઓ માટે પણ સમય સારો છે પરંતુ ભાવિ અભ્યાસ અંગેનું આયોજન કે પ્રવેશને લગતી કામગીરીમાં સાચવજો. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે પરંતુ સ્નાયુઓને લગતી સમસ્યાઓ કે દુખાવાની શક્યતા નકારી શકાય નહીં.

કુંભ : શરૂઆતમાં સાંસારિક બાબતો અંગે આપનું વલણ ઉદાસીન રહે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. ધંધામાં ભાગીદારો સાથે મતભેદનો પ્રસંગ બને. સ્વાસ્થ્યની જાળવણી આપની પ્રાથમિકતા હશે. તબિયત ખરાબ થતા દવામાં ખર્ચ થાય, ક્રોધ વધુ રહેવાથી બોલવા પર સંયમ ન રહે પરિણામે પરિવારજનો સાથે મનદુઃખ થઇ શકે.

નકારાત્મક વિચારો ગેરમાર્ગે ન લઈ જાય તેનું ધ્યાન રાખજો. જોકે, સપ્તાહના ત્રીજા દિવસથી આપની શારીરિક સ્થિતિ અને વિચારસરણી બંનેમાં સુધારો આવશે. તમે નિર્ધારિત કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરશો. કાર્ય ક્ષેત્રમાં આપ વર્ચસ્વ અને પ્રભાવ જમાવી શકશો. ઉપરી અધિકારીઓ આપના કામની પ્રશંસા કરશે. બઢતીની શક્યતાઓ વધે.

ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી મુશ્કેલ કામ પણ સારી રીતે પાર પાડી શકો. સરકારી કાર્યોમાં સફળતા મળવાની વિશેષ શક્યતા છે. પિતાથી લાભ થાય. મિત્રો અને સ્‍ત્રી મિત્રો તરફથી લાભ થાય. મહત્‍વના નિર્ણયો લેવાનું ટાળવું. વિદ્યાર્થીઓને અત્યારે અભ્યાસમાં વધુ ધ્યાન આપવું જરૂરી છે.

મેષ : મૌન અને ઠંડું દિમાગ આપની ઘણી બધી આપત્તિઓ હળવી કરી નાખશે. નિષ્ફળતા અથવા અગાઉ કરેલી ભૂલો પર આંસુ સારવાનું છોડી, ભૂલો સુધારી સફળતા મેળવવા પ્રયત્ન કરશો તો સ્થિતિમાં જરૂર સુધારો આવશે. દરેક બાબતને બીજાઓનાં દૃષ્ટિબિંદુથી સમજવાનો પણ પ્રયત્ન કરવો. છેલ્લા ચરણમાં વધુ પડતો ખર્ચ થવાથી નાણાંભીડ અનુભવાશે. આવી સ્થિતિમાં આધ્યાત્મિકતા અને ઇશ્વરનું નામસ્‍મરણ લાભકારક નીવડશે.

આપના માટે ભાગ્‍યવૃદ્ધિમાં અનિશ્ચિતતા રહેશે. નાનો પ્રવાસ કે કોઇ ધાર્મિક સ્‍થળની મુલાકાત થાય. છેલ્લા બે દિવસને બાદ કરતા આરોગ્‍ય એકંદરે સારું રહેશે. નોકરિયાતોને પણ કંપની તરફથી અમુક અંશે લાભ મળે. કોઈ અણધારી આવક કે ધનલાભની સંભાવના છે. નોકરી, વ્‍યવસાયના ક્ષેત્રમાં ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહનથી આપનો ઉત્‍સાહ બમણો થશે, પગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં.

પરિવારના સભ્‍યો સાથે વધારે નિકટતા રહેશે. પ્રણય સંબંધો ખીલી ઉઠતા આપ પ્રિય પાત્ર સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકો તેવી પણ શક્યતા છે. આપની સિદ્ધિઓ અને પ્રગતિના કારણે સમાજમાં આપની બોલ-બાલા થતા એકંદરે આપ ખુશ રહેશો.

કર્ક : સપ્તાહની શરૂઆતમાં સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું પણ થાય. આપની આવકમાં વૃદ્ધિ થાય. સંતાન અને પત્‍નીથી સુખ મળે. અવિવાહિતો માટે લગ્‍નના યોગ થાય. દૂર રહેતા સંતાનો સાથે મુલાકાત થાય. તન અને મનનું આરોગ્‍ય સારું રહેશે. માનસિક ચિંતાના ભારમાંથી મુક્તિ મેળવશો. મિત્રો કે પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરશો.

આપની નિર્ણયશક્તિ નબળી પડે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનત વધારવી પડશે. ખાસ કરીને મિત્રોની સંગતમાં આપ હરવા ફરવામાં કે ઈતર પ્રવૃત્તિઓમાં ન પરોવાઈ જાવ તેની કાળજી રાખવી. સમાજ, મિત્રો અને પરિવાર પાછળ ખર્ચ કરવામાં આપ પાછું વળીને જોતા નથી માટે ગયા અઠવાડિયે કરેલા ખર્ચાના કારણે શરૂઆતમાં થોડી આર્થિક સંકડામણ અનુભવશો.

સપ્તાહના મધ્યમાં આંખોમાં બળતરા તેમ જ દુખાવાની ફરિયાદ રહેશે. વાણી અને વર્તન સંભાળજો તેમજ કોઇ સાથે ગેરસમજ ઊભી ન થાય તેનું ધ્‍યાન રાખજો. છેલ્લા ચરણમાં શારીરિક અને માનસિક હાલતમાં પણ સુધારો થતો જણાશે.

તુલા : અત્યારે તમારામાં શક્તિ અને ઉત્સાહનો સંચાર થશે માટે તેને સાચી દિશામાં વાળવાની સલાહ છે. તેનાથી તમે સંખ્યાબંધ કાર્યો ઝડપથી અને વધુ સારી રીતે પાર પાડી શકશો. સાથે સાથે તમારે સામાજિક અને સામૂહિક કાર્યો કરવાના છે. અત્યારે આપ ફક્ત બે જરૂરિયાતો પર કામ કરશો- પૈસા અને પરિવાર.

આપની પોતાની યોજનાઓ, આશાઓ સાચા સ્વરૂપમાં સાકાર કરવા માટે ધનનો ખર્ચ કરશો તેવું લાગે છે. જોડે જોડે જોખમપૂર્ણ અભિગમ હશે માટે કોઇ નવું સાહસ ખેડવામાં સાચવેતીથી આગળ વધવું. બીજાના ભરોસે રહેવાથી તમને નુકસાન થશે. આત્મબળથી આગળ વધવું. મકાન, ઘર, સંપત્તિ, ભૂમિ, ભવન નિર્માણ કરવું, વાહન લેવું આ બધું જ મગજમાં ચાલતું હશે.

પ્રસિદ્ધિ મેળવવા માટેના નવા નવા નુસખા પણ તમારા દિમાગમાં આવી શકે છે. ખૂબ જ સારી કોમ્યુનિકેશન સ્કીલથી તમે પોતાના કાર્યો પાર પાડી શકશો. તમારે તમારી ઉપલબ્ધિઓનો ગર્વ લઇને બેસી નથી રહેવાનું, પણ મંગળના જોમજુસ્સાનો ફાયદો લેવાનો છે અને વધારે સારું પર્ફોર્મન્સ કરીને આગળ વધવાનું છે.

મકર : ઉચ્ચ અધિકારીઓ આપના કામથી ખુશ થશે. વેપારીઓ લાભદાયી સોદા પાર પાડી શકશે. પિતા સાથે સુમેળ રહે અને તેમના થકી લાભ પણ થાય. સંપત્તિ, જમીન-મકાન અને વાહનને લગતા કામો સરળતાથી પૂરા થઇ શકશે. કાનૂની કામકાજમાં સફળતા મળે. પારિવારિક જીવનમાં ખુશાલી અને સંવાદિતા જળવાઇ રહેશે. આપના વેપાર ધંધામાં લાભ થશે અને આવક વધશે.

મિત્રો સાથે બહાર ફરવા જવાનું તેમ જ ભોજન લેવાનું આયોજન થાય. સ્ત્રી મિત્રો મદદરૂપ થઇ શકશે. સંતાનો તરફથી શુભ સમાચાર અને વડીલોનો સહકાર મળશે. પરિવારમાં માંગલિક પ્રસંગો યોજાય. લગ્નજીવનમાં સંવાદિતા રહે. નવી વસ્તુ ખરીદવા માટે સમય યોગ્ય છે. આ સમયમાં આપ વધુ પડતા લાગણીશીલ બનશો.

પ્રિયપાત્રની ખુશી માટે ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિથી કોઇપણ કામ માટે ત્વરિત અને સચોટ નિર્ણય લઇ શકશો. ઓફિસ અને સમાજમાં આપના માન પ્રતિષ્ઠા વધશે. હરીફો અને વિરોધીઓને મ્હાત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

વૃષભ : આપ ખંતપૂર્વક કામ કરશો તો આપને આગળ વધતા કોઈ જ નહીં રોકી શકે. ઓફિસમાં સહકારભર્યો માહોલ હશે. આપના અધૂરા કાર્યો પૂરા થશે. આપની સિદ્ધિઓ જોઈને હરીફો કે પ્રતિસ્પર્ધીઓ મોમાં આંગળા નાખી જશે.જૂના મિત્રો સાથે મુલાકાત થતા આપ બાળપણના સંસ્મરણો તાજા થાય. આ સાથે સ્‍વાદિષ્‍ટ ભોજન તથા નવા વસ્‍ત્રો, આભૂષણો વગેરેની ખરીદીના યોગ પણ છે.

વાહન ખરીદી માટે ઉત્તમ સમય છે. જાહેર ક્ષેત્રમાં માન તેમ જ વ્‍યવસાય ક્ષેત્રે ભાગીદારીમાં લાભ મળે. કોઈ પ્રિયપાત્ર સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે સારા સમયની થોડી રાહ જોવી પડે. છતાં પણ અંતિમ ચરણ બહેતર કહી શકાય. જમીન- વાહન સંબંધી સમસ્‍યાઓ સર્જાવાની શક્યતા હોવાથી આ સંબંધિત કોઈપણ દસ્તાવેજો કે અન્ય કાર્યવાહી હાલમાં મુલતવી રાખવી.

મુશ્કેલીના સમયમાં સત્તા કે નાણાં નહીં પરંતુ સંબંધો અને સારું વર્તન ઉગારે છે. જો કે આપ આધ્યાત્મિકતા તરફ વળેલા રહેશો તો થોડી રાહત અચૂક અનુભવશો. આરોગ્‍યમાં વિશેષ કરીને પેટના દર્દોથી પરેશાની થાય પરંતુ ચિંતાની જરૂર નથી તબક્કાવાર ગ્રહદશા સુધરતી જશે તેમ આરોગ્ય સુખાકારી મળશે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળશે.

સિંહ : પરિવારમાં પણ સુખ શાંતિ જળવાશે. વડીલોના આશીર્વાદથી આપને કાર્ય સફળતા મળશે તેમ જ કોઈપણ કાર્યમાં સારું માર્ગદર્શન પણ મળશે. આપના માન અને પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થશે. પરિવાર કે પ્રિયજનો સાથે સહેલગાહે જાવ તેવી પણ શક્યતા છે. દાંપત્‍યજીવનની શ્રેષ્‍ઠ પળો આપ માણી શકશો પરંતુ સંબંધોમાં કોઇ બાબતે ગેરસમજ અથવા ભ્રમણા ના રહે તે માટે દરેક બાબતે સ્પષ્ટતા રાખવાની સલાહ છે.

નિયમિત કસરત, યોગ અને પ્રાણાયામ આપના શરીર અને મનને સ્વસ્થ રાખશે. છેલ્લા બે દિવસમાં મનની દ્વિધા આપની નિર્ણય શક્તિ ઢીલી પાડશે. આપ વધારે પડતા લાગણીશીલ બનશો. સંતાન પ્રાપ્તિના પ્રશ્નોમાં અત્યારે સારવાર બાબતે તમે ગુંચવાયેલા રહો તેવી શક્યતા છે.

સપ્તાહના મધ્યમાં સ્‍નેહી અને મિત્રો સાથે મુલાકાત થાય. માત્ર, છેલ્લા બે દિવસમાં આપની મનોવૃત્તિમાં અચાનક પરિવર્તન આવવાથી આપ નાની-નાની વાતોમાં મિજાજ ગુમાવશો. ક્રોધ પર કાબુ નહીં રાખો તો સંબંધોમાં તિરાડ પડી શકે છે.

ધનુ : આ સપ્તાહે પરિવારમાં આપ કોઇપણ કામનો ત્‍વરિત નિર્ણય લઇ શકશો. પિતા કે વડીલ વર્ગ તરફથી મળતા લાભમાં વિલંબ થાય. તમારી આવક વધવાથી સમાજમાં માનમોભો વધશે. શરૂઆતમાં વાણીના પ્રભાવથી તમે આર્થિક કાર્યો ઝડપથી ઉકેલી શકશો. આપ પરિવાર વત્સલ હોવાથી કુટુંબના સભ્‍યો સાથે ખૂબ સારી રીતે સમય વીતાવશો. સ્‍ત્રી મિત્રો તમારી સહાયક બનશે.

દૂર વસતા મિત્રો, સ્‍નેહીજનો સાથેના સંપર્કથી લાભ થાય. સુખશાંતિથી પસાર થશે. આપ આપના સહોદરોથી વધુ નિકટતા અનુભવશો અને તેમનો સંપૂર્ણ સાથ સહકાર તમને મળી રહેશે. નોકરીમાં અત્યારે ઉચ્ચ અધિકારીઓ આપનાથી ખુશ ન રહે. ભાગીદારીના કાર્યો અથવા નોકરીમાં ટીમવર્કમાં થતા કાર્યોમાં બીજાના ભરોસે રહેવું નહીં.

આરોગ્‍ય મધ્‍યમ રહે જેમાં ખાસ કરીને કમરમાં દુખાવો, હૃદયના ધબકારાને લગતી ફરિયાદો, આંખોમાં બળતરા વગેરે થઇ શકે છે. સપ્તાહના મધ્યમાં મિત્રો, સ્‍વજનો સાથે સુંદર પર્યટન સ્‍થળનો પ્રવાસ થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે પરંતુ ખાસ કરીને ઉંડા અભ્યાસમાં તમારે વધુ મહેનતની તૈયારી રાખવી પડશે.

મીન :વેપાર કે નોકરીમાં આપનું દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના પર રહે. આપનું વર્ચસ્‍વ અને પ્રભાવ વધવાથી માન-મોભો પણ વધશે. ભાગદોડભરી જિંદગીમાંથી રાહત મેળવવા માટે પરિવાર સાથે કોઈ રમણીય સ્થળે ફરવા જવાનું પણ આયોજન કરશો. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે. આપનું દૃઢ મનોબળ અને ભરપૂર આત્મવિશ્વાસ કામ કરી જશે.

વ્યવસાય ક્ષેત્રે પણ આપની બુદ્ધિ- પ્રતિભાની કદર થશે અને પદોન્નતિના સંજોગો પણ ઉભા થાય. કાર્યક્ષેત્રે આપનું વર્ચસ્વ વધશે જ્યારે હરીફો આપની સફળતા જોઈને હાથ મસળતા રહી જશે. પરંતુ આપ સફળતાના નશામાં ગાફેલ ન બનતા.

સપ્તાહના મધ્યમાં તમારું મન થોડુ વ્યથિત રહેવાથી સંબંધો અને કામકાજમાં મજા નહીં આવે પરંતુ શરૂઆત અને અંતિમ તબક્કો ઉત્તમ કહી શકાય. વારસાગત સંપત્તિના પ્રશ્નો ઉકેલાય. પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે હઠાગ્રહ છોડવાની સલાહ છે. આમ કરવાથી તમે આપ્તજનો માટે બહેતર કામ કરી શકશો અને તેમના તરફથી માન મેળવી શકશો.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.