આ અઠવાડિયું આ 7 રાશિઓ બનશે ધનવાન, શત્રુઓનો થશે નાશ, મળશે માનસિક શાંતિ

0
653

સિંહ રાશિ : અત્યાર સુધી આપે સખત મહેનત કરી હોવાથી સફળતા મળશે. નોકરિયાત વર્ગ માટે વિશેષ લાભદાયી સમય છે. આપ સફળતાની ઉજવણી પોતાના પ્રિયજનો સાથે કરશો. ઘર પરિવારના સભ્યો માટે વિવિધ ચીજોની ખરીદી પાછળ તેમજ ઘરના રંગરોગાન કે નવા ફર્નિચર અને ગૃહસજાવટની અન્ય ચીજો પાછળ ખર્ચ વધવાની શક્યતા રહે. વ્યસ્ત જીવનની વચ્ચે વચ્ચે આધ્‍યાત્મિકતાનો સહારો લેવાની સલાહ છે કારણ કે તેનાથી તમારું મન ઘણું શાંત રહેશે અને અશાંતિના વાદળો દૂર થતાં તન મનની સુખાકારી સાથે ભાગ્‍યવૃદ્ધિનો એકાદો પ્રસંગ આપની પ્રસન્‍નતામાં વધારો કરશે.

વિદેશથી અથવા દૂરના સ્થળેથી શુભ સમાચાર મળવાની આશા રાખી શકો છો તેમજ વિદેશ સાથે સંકળાયેલા વ્યાવસાયિકો માટે નવી તકોના દ્વાર ખુલશે. પહેલા દિવસે ધાર્મિક કાર્ય, દેવદર્શન અને યાત્રાધામની મુલાકાતથી આનંદ થશે. પરોપકારની ભાવના પણ વધશે. પહેલા દિવસને બાદ કરતા બાકીના સમયમાં કુટુંબીજનો સાથે સારી રીતે સમય પસાર કરશો. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ વર્કનું કામ વધી જશે. ઉત્તરાર્ધમાં આપની આવકના સ્‍ત્રોતો વધવાથી આર્થિક સ્થિતિ ઉન્નત થશે.

કર્ક રાશિ : શરૂઆતના તબક્કે ભાઈ-બહેનો વચ્ચેના સંબંધો ઘણા સુધરશે. સામાજિક કે વ્યવહારિક કાર્યોમાં ખર્ચ થશે પરંતુ તેનાથી આપને આત્મસંતોષ જરૂર મળશે. ધંધાર્થીઓ આવકના સ્ત્રોતો વધવાની આશા રાખી શકે જ્યારે નોકરીમાં બઢતી મળવાના યોગ છે. ઉપરી અધિકારીઓ સાથે વિચારવિમર્શ થાય. જોકે, અત્યારે આપની રાશિથી છઠ્ઠા સ્થાનમાં ચાર ગ્રહોની યુતિ હોવાથી આ સમય સાચવવા જેવો ચોક્કસ કહી શકાય. ક્રોધ, નિરાશા, માનસિક વ્યગ્રતા,

નરમગરમ સ્વાસ્થ્ય અને આર્થિક ખેંચ બધું જ એક સાથે આપને ઘેરવાનો પ્રયાસ કરશે. અકસ્‍માત કે ઓપરેશનના યોગ હોવાથી મુસાફરી કે જોખમી સ્પૉર્ટસ અથવા કાર્યોમાં ભાગ લેવાનું ટાળજો. આપ ધાર્મિક કાર્યો, દેવદર્શન વગેરેમાં ભાગ રહેશો. આપને કોઈ નવું કામ કરવાની પ્રેરણા મળશે પરંતુ ઉતાવળે તેમાં ન ઝંપલાવતા. પહેલાં મનની દ્વિધા દૂર કરી ચોક્કસ નિર્ણય પર આવજો. આપ લાંબાગાળાનું નાણાંકીય આયોજન કરવાની દિશામાં ગંભીરતાપૂર્વક વિચારશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી રુચિ રહેશે અને જ્ઞાનપીપાસા પણ વધુ રહેવાથી કંઇક નવું શીખવા પ્રેરાશો.

મિથુન રાશિ : નોકરીમાં ઉપરી અધિકારીઓ આપના કૌશલ્ય અને નવીનત્તમ વિચારોની નોંધ લઈ કોઈ મહત્વના પ્રોજેક્ટ અંગે આપની સાથે ચર્ચાવિચારણા કરશે. ઘરમાં કોઈ નવા આયોજન કે મહત્વના મુદ્દે કુટુંબના સભ્‍યો સાથે ખુલ્લા મનથી ચર્ચાવિચારણા કરશો. ગૃહસજાવટ માટે આપ નવું ફર્નિચર, શૉ પીસ કે એન્ટિક પીસની ખરીદી કરો તેમ જ ઘરની ગોઠવણીમાં ફેરફાર કરશો.

વેપાર ધંધામાં વિસ્તરણ કે નોકરી સંબંધિત કોઈ કામ અર્થે બહારગામ જવાનું થાય. આકસ્મિક ધનપ્રાપ્તિ તેમ જ અનેક પ્રકારે લાભ થશે. આવકની વૃદ્ધિ સાથે આપ શેર-મ્યુચ્યુઅલફંડ, સોના-ચાંદી કે પ્રૉપર્ટી જેવા વિકલ્પોમાં રોકાણ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરશો.વેપારીઓને નફાકારક સોદા થાય. ઘરમાં માંગલિક કાર્યો થાય. લગ્‍નોત્‍સુક જાતકો યોગ્ય પાત્ર પસંદ કરીને ગોળ-ધાણા ખાય તેવી શક્યતા છે. છેલ્લા ચરણમાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન આપશે અને કારકિર્દીને યોગ્ય દિશામાં લઇ જવા માટે આયોજનપૂર્વક આગળ વધી શકશે. અત્યારે સ્વાસ્થ્યમાં કમરમાં દુખાવાની શક્યતા વધુ હોવાથી સાચવજો. ગજા બહારનું વજન ઉંચકવું નહીં.

મેષ રાશિ : સપ્તાહની શરૂઆતમાં તમે દોસ્‍તોની મહેફિલમાં અને સ્‍વજનો સાથે ભરપૂર આનંદપૂર્ણ સમય માણશો. આપ જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળ થશો. પ્રતિસ્‍પર્ધીઓ પણ આપની સામે ફાવી શકશે નહીં. સમાજમાં આપનો માન મોભો વધે. આપનામાં આનંદ, સ્‍ફૂર્તિ અને તાજગીમાં ઘટાડો થશે. પરિવારમાં કલેશનું વાતાવરણ ટાળવા માટે સ્વભાવ વધુ સૌમ્ય રાખજો.

પિતા અથવા વડીલો સાથે બોલીને બગાડો નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. સરકારી અથવા કાયદાકીય બાબતોમાં કોઈપણ કારણસર ઓચિંતો ધનખર્ચ આવી શકે છે. આટલું જ નહીં, પૈતૃક મિલકતોમાંથી થતા લાભમાં પણ અત્યારે નિરાશા થઇ શકે છે. પ્રિયપાત્ર સાથે કમ્યુનિકેશ વધશે. સપ્તાહના છેલ્લા ચરણમાં તમે નિયમિત આવકમાં વધારો કરવા માટે સક્રિય થશો. આ સમયમાં જ્ઞાનતંતુ સંબંધિત કે ત્વચાના દર્દો થવાની સંભાવના છે. આપે લઘુતાગ્રંથિ, નિરાશા, હતાશા, દ્વિધા, ખોટી માન્યતા તથા નકારાત્મક વિચારસરણી ઘટાડવી પડશે. વિદ્યાર્થી જાતકોને ઉચ્ચ અભ્યાસમાં થોડા પ્રયાસો વધારવા પડશે.

કન્યા રાશિ : સપ્તાહની શરૂઆતમાં આર્થિક લાભ મળે તેવી સંભાવના છે. સામાજિક અને વ્‍યાવસાયિક ક્ષેત્રે કરેલા કાર્યોનું ફળ મળતું આપ જોઈ શકશો. મોજશોખના સાધનો, ઉત્તમ વસ્‍ત્રાભૂષણ અને વાહન ઈત્યાદિની ખરીદીમાં આપ ખિસ્સાં હળવાં કરશો. વિજાતીય વ્‍યક્તિ સાથેની રોમાંચક મુલાકાતથી સુખ અનુભવશો. દાંપત્યજીવનમાં ઉત્‍કટ પ્રેમની અનુભૂતિ થશે. વ્યાવસાયિકોને ભાગીદારીમાં લાભ થવાના યોગો જણાય છે.

સપ્તાહના મધ્યમાં ખાસ કરીને તા. 17 અને 18ના રોજ ક્રોધ અને નકારાત્‍મક વિચારો આપના પર હાવિ થવાનો પ્રયાસ કરશે તો સંભાળજો. ખાન-પાન પર ધ્‍યાન નહીં રાખો તો આરોગ્‍ય બગડવાની પણ પૂરેપૂરી શક્યતા છે. કુટુંબમાં નજીવી બાબતે વાદવિવાદ ઊભા થશે. ખર્ચમાં વધારો થવાથી આર્થિક તંગી અનુભવશો. જોકે, તે પછીનો સમય આપના જીવનમાં નવા આશાવાદ સાથે આવશે અને એક નવી શરૂઆત કરવાની તમારામાં ઇચ્છાશક્તિ જણાશે. ભાગ્‍યવૃદ્ધિની તક મળશે. વેપારીઓ અને નોકરિયાતો લાભ તથા બઢતીની આશા રાખી શકે છે. વિદ્યાર્થીઓને પણ તા. 17 અને 18 સિવાયના સમયમાં અભ્યાસમાં અનુકૂળતા રહે. સ્વાસ્થ્યમાં સતત ચડાવઉતારની સ્થિતિ રહેશે.

વૃષભ રાશિ : વ્‍યવસાય ક્ષેત્રે કે ઓફિસમાં અધિકારીઓ સાથે જરૂરી મુદ્દાઓ વિશે ચર્ચા થાય. હરીફોને આપ ઈંટનો જવાબ પથ્થરથી આપશો. શેર-દલાલી કે એજન્સી જેવા કામકાજ અથવા અન્ય પ્રકારે ધનલાભ થવાની શક્યતા છે. વેપાર-ધંધો ફુલ્યો ફાલ્યો રહે. નોકરીમાં પણ આપને વિશેષ ધન લાભ થવાની કે પ્રમોશન મળવાની શક્યતા છે. સંતાન અને પત્‍નીથી સુખ મળે. આપ લાગણીના પ્રવાહમાં ગળાડૂબ રહેશો અને કુટુંબીજનો, મિત્રો તથા સગાંસ્‍નેહીઓ તેમાં સહભાગી બનશે.

સ્‍વાદિષ્‍ટ ભોજન લેવાનું અને બહાર ફરવા જવાનું આયોજન થાય. માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. આનંદદાયક પ્રવાસ અને ધન લાભ થાય. ઉત્તરાર્ધમાં દાંપત્‍યજીવનમાં ઘનિષ્‍ઠતા અનુભવશો. આપ તન અને મન બંનેથી સ્‍વસ્‍થ અને પ્રફુલ્લિત રહેશો પરંતુ છેલ્લા દિવસે સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે. કોઈ યાદગાર પ્રવાસ માણો તેવી શક્યતા પણ છે. પત્‍ની તરફથી સુખ સંતોષની લાગણી અનુભવાય તેમ જ તેના પ્રત્યે મનમાં લાગણી વધે. પારિવારિક પ્રશ્ને કોઈપણ બાબતે નમતું જોખવાની નીતિ રાખશો તો તમારા સંબંધો નવી ઊંચાઇએ પહોંચશે.

વૃશ્ચિક રાશિ : ગત સપ્તાહના અંતમાં થોડો થાક અને સુસ્તિ બાદ હવે સપ્તાહની શરૂઆત તમે નવી ઉર્જા અને ઉત્સાહ સાથે કરશો. તમારી પાસે ધન કમાવવાના અવસરો આવશે. પારિવારિક અને ભાગીદારીના વિષયમાં આપ વધુ રસ લેશો અને કારકિર્દીમાં આગળ વધવા માટે આયોજનપૂર્વક આગળ વધવાની તમારી ઇચ્છા વધશે. જોકે, અત્યારે તમારે કોઇપણ વ્યક્તિ સાથે કમ્યુનિકેશન કરતી વખતે સ્પષ્ટતા અને પારદર્શકતા રાખવી અન્યથા તમારી વાત કે શબ્દોનું ખોટુ અર્થઘટન થઇ શકે છે.

આપ આપની પ્રાથમિકતા અને જીવનના મહત્‍વના કામોના નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ અથવા જૂના અનુભવોને યાદ કરીને આગળ વધશો. સ્‍વાસ્‍થ્‍ય સંબંધે અત્યારે જાગૃત બનશો. જોકે, છતાંપણ છેલ્લા દિવસે થોડો થાક અને બેચેની આવી શકે છે. ઉંઘ ઓછી થતા શરીરમાં ઉર્જા ઘટી શકે છે. આ સપ્તાહે બીજાઓની ઇચ્‍છા પૂરી કરવા માટે આપની શક્તિ વાપરશો અને તેમાં તમને આનંદ આવશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી જાતકો માટે શરૂઆતનો સમય સારો છે.

મકર રાશિ : આ સપ્તાહે આપને પ્રેમમાં સફળતા મળે. આપના ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. કુટુંબીજનો સાથે આપનો સમય આનંદ ઉત્સાહમાં પસાર થશે. આપનું આરોગ્ય સારું રહેશે. જો આપ બીમાર હશો તો આપને બિમારીમાંથી રાહત મળશે.આપને માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને તેના કારણે ખુશી અનુભવાશે. ઓફિસમાં સહકાર્યકરો તેમ જ હાથ નીચેના માણસોનો સાથ સહકાર મેળવી શકશો. મોસાળથી સારા સમાચાર મળે અને તેમનાથી લાભ થાય. વિરોધીઓ અને હરીફોને મ્હાત કરી શકશો.

વેપાર ધંધામાં નવી શરૂઆત માટે અથવા વિસ્તરણ માટે તમે નવા નવા લોકો સાથે મુલાકાત કરો અથવા સંપર્કો વધારો તેવી શક્યતા છે. જાહેરજીવન અને સામાજિક જીવનમાં આપને સફળતા મળે. સમાજમાં આપની પ્રતિષ્ઠામાં વધારો થઇ શકે છે. વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસમાં ઘણું ધ્યાન આપી શકશે. સપ્તાહના મધ્યમાં તમે સામાન્ય અભ્યાસના બદલે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં વધુ ઊંડા ઉતરો તેવી પણ શક્યતા છે. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે.

ધનુ રાશિ : આ સપ્તાહની શરૂઆતમાં સૌથી મહત્વની વાત આપના આરોગ્‍યની સંભાળ લેવાની છે. પહેલા બે દિવસમાં તબિયત પાછળ ધનખર્ચ થવાની સંભાવના છે. નિષેધાત્‍મક વિચારો આપના પર હાવિ થઇ આપને અવળા માર્ગે દોરી ન જાય તેનું ખાસ ધ્‍યાન રાખવું. થોડીક આળસ અને કાંટાળો રહે. સ્‍વભાવમાં ઉગ્રતા અને સ્‍વાસ્‍થ્‍ય થોડુંક નરમગરમ રહે. સફળતા મેળવવા વધુ કાર્ય કરવું પડશે. ખોટા વાદવિવાદ ટાળવા. તે પછીના સમયમાં આપને અનુકૂળતા રહેશે. પરદેશથી સ્વજનોના સમાચાર મળે.ધાર્મિક પ્રવાસ થાય. કાર્ય ક્ષેત્રમાં આપનું વર્ચસ્‍વ જમાવી શકો.

ઉપરી અધિકારીઓ આપની કામગીરીથી ખુશ રહે. આપ ભરપૂર આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળથી કઠિન કામ પણ સુપેરે પાર પાડી શકો. સરકારને લગતા કાર્યોમાં સફળતા મળે. પિતા સાથે સુમેળભર્યા સંબંધો રહે અને તેમનાથી લાભ થાય. જમીન, વાહન, મિલકત વગેરે સંબંધી કામકાજો કરવા માટે અનુકૂળ સમય છે. ગૃહસ્‍થ જીવનમાં માધુર્ય રહે. આપ ભરપુર આત્મવિશ્વાસ સાથે કરશો. કાર્યક્ષેત્રે પણ આપની કામગીરી સરાહનીય રહે.

મીન રાશિ : આયાત-નિકાસના ધંધામાં અને રોકાણકારો માટે ખૂબ જ લાભદાયક સમય છે. વ્યવસાયિક કાર્યોમાં આપની મહેનત મુજબ પરિણામ મળશે. વિદ્યાર્થીઓને શરૂઆતનો સમય ઘણો સારો હોવાથી તમારી મહેનતની સફળતા મળશે. નાણાં કમાવા માટે કોઈપણ પ્રકારના સટ્ટામાં સાહસ ખેડવાનું મન થાય પરંતુ તેમાં અવિચારી સોદા કરવાથી દૂર રહેવું અન્યથા મોટી ખોટ આવી શકે છે. નોકરીમાં હિતશત્રુઓ ઉપરીની નજરમાં આપને નબળા સાબિત કરવા માટે કાવાદાવા કરશે પરંતુ તમારી કર્તવ્ય નિષ્ઠા અને કામની ચોક્કસાઇ સામે શત્રુઓ કે હરીફોની કોઇ ચાલ સફળ રહેશે નહીં.

સાથીઓનો સહકાર ઓછો મળે તો પણ તમે કામકાજમાં પાછા પડશો નહીં. દાંપત્‍યજીવનમાં પતિ- પત્‍ની વચ્‍ચે ઉત્તરાર્ધમાં ઘણો સૂમેળ રહે પરંતુ છેલ્લા દિવસે જીવનસાથીને લગતી કોઇ ચિંતા સતાવી શકે છે. તંદુરસ્‍તીમાં આ સપ્તાહે તમારે વધુ ધ્યાન આપવું પડશે અન્યથા તમારી દિનચર્ચામાં આવેલી અનિયમિતતા સ્વાસ્થ્યને જોખમમાં મુકી શકે છે. અત્યારે વાહન અથવા સ્થાવર મિલકતને લગતા કોઇ ખર્ચ આવી શકે છે.

તુલા રાશિ : અત્યારે તમે એક વાત ચોક્કસપણે સમજી શકશો કે મુશ્કેલીઓનો સામનો કરવો એ તો જીવન ક્રમ છે. તેથી જ ધૈર્ય અને વ્‍યવહારુ જ્ઞાન સાથે બુદ્ધિનું અદભુત સંયોજન અહીં જરૂરી છે. તરત પૈસા બનાવવાના ચક્કરમાં કોઇ ખોટા કાર્યોમાં ફસાવું નહીં. શરૂઆતમાં તમે પ્રોફેશનલ મોરચે વધુ સક્રીય રહેશો. વાણીની મીઠાશ અને પ્રભાવ તમને અનેક રીતે ફાયદો કરાવશે. તા. 19 અને 20 દરમિયાન કોઇની સાથે ઝગડો ન વહોરી લેતા કે બીજાને નીચા દેખાડવાના પ્રયત્‍ન ન કરતા. જલ્‍દીમાં એકદમ નિર્ણય ન લેવા.

તે પછીના સમયમાં હિંમતની બોલબાલા રહેશે. કુશળતા, જ્ઞાનનો વિકાસ કરવો, નવી ટેકનિકો શીખવી એવું બધું તમને કરવું ગમશે. મોટાભાગે વધારે પડતો આધ્‍યાત્મવાદ તમને ગમતો નથી પરંતુ આ ક્ષેત્ર પણ તમને આકર્ષે તેવું બને. પૈસા આપની પ્રસન્‍નતામાં વધારો કરી શકે છે. કદાચ તમારા કામો અત્‍યારે તાત્‍કાલિક ન થતા હોય તો નિરાશ થવાની જરૂર નથી. બીજીવાર પ્રયાસ કરો. જો આપ એક ગણતરીપૂર્વકનું સાહસ કરશો તો તમને કંઇક તો પ્રાપ્‍ત થશે જ.

કુંભ રાશિ : આ સપ્તાહની શરૂઆત ખાસ કરીને નોકરીમાં તમને પોતાનું કૌશલ્ય બતાવીને આગળ વધવાની તકો આપી શકે છે. આપની કલ્પનાશક્તિ આપને મૌલિક સાહિત્ય સર્જન કે કાવ્ય લખવાની પ્રેરણા આપે. પ્રિયજન સાથે રોમાંચકારી મુલાકાતનો પ્રસંગ બને પરંતુ સંબંધો ટકાવી રાખવા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડે. સપ્તાહના મધ્યમાં પ્રિયપાત્રનો સંગાથ તમને નવા રોમાંચ તરફ લઇ જશે. તા. 19 અને 20ના રોજ તમને સંબંધોથી થોડા દૂર રહેવાનું પસંદ કરશો અને પ્રોફેશનલ મોરચે પણ કામમાં ઓછુ ધ્યાન આપો પરંતુ બાકીનો સમય એકંદરે સારો છે.

સંતાનોની પ્રગતિના બાબતે તમે થોડા ચિંતિત રહો. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સમય ફાળવવાની સલાહ છે. જેમને ગૂઢ અને આધ્યાત્મિક વિદ્યામાં રુચિ હોય તેમના માટે સમય સારો છે. તા. 19 અને 20ના રોજ ઘરમાં પરિવારના સભ્‍યો સાથે સંઘર્ષ ન થાય તે જોજો. આ બંને દિવસ તમારું મન વધારે ભાવુક અને આર્દ્ર બને. નકારાત્‍મક વિચારો હતાશા લાવે. આપનું શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય આખા સપ્તાહમાં ચડાવઉતારની સ્થિતિમાં રહેશે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.