આ અઠવાડિયે છે માંદ્ય ચંદ્ર ગ્રહણ, જાણો તમારી રાશિ પર કેવો રહેશે તેનો પ્રભાવ, વાંચો સાપ્તાહિક રાશિફળ

0
447

ધનુ :

શરૂઆતનો તબક્કો પ્રોફેશનલ કાર્યોમાં કોઇ સારી સિદ્ધિ મેળવવા અથવા તમારા ઇચ્છિત લક્ષ્યો હાંસલ કરવા માટે બહેતર સમય જણાઈ રહ્યો છે. વ્યવસાયિકોને ભાગીદારીમાં સાનુકૂળતા રહેશે પરંતુ ભાગીદાર સાથે બેસીને કોઇપણ નિર્ણય લેતી વખતે નાનામાં નાની બાબતે સ્પષ્ટતા કરવી. વારસાગત સંપત્તિના પ્રશ્નો ઉકેલાય. સરકાર સાથેનો નાણાકીય વ્યવહાર સફળ રહે.

નોકરીમાં પ્રમોશનની શક્યતા મજબૂત છે. ત્યાં આર્થિક મોરચે પણ તમે સફળ થશો. સપ્તાહના મધ્યમાં તમે વ્યવહારુ ઓછા અને લાગણીશીલ વધારે રહેશો. પારિવારિક દ્રષ્ટિકોણથી પણ તમે આ સમય દરમિયાન ઘણા વ્યસ્ત રહો. પ્રેમસંબંધોમાં આગળ વધવા માટે પણ મધ્યચરણ બહેતર છે.

અત્યારે તમે પ્રેમની અભિવ્યક્તિમાં થોડો વિલંબ કરો પરંતુ શબ્દોમાં કલાત્મકતા વધુ રહેશે. છેલ્લા ચરણમાં આપની આધ્યાત્મિક અને ધાર્મિક વૃત્તિ અને સેવા કાર્યોમાં વધારો થાય અને તેની પાછળ ખર્ચ થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સામાન્ય સમય રહેશે.

મીન :

આ સમયગાળા દરમ્યાન વ્‍યાપાર સંબંધી કામકાજો, વ્‍યસ્‍ત ટાઇમ ટેબલ, થોડો રોમાન્‍સ અને સહયોગને લગતા કામકાજ થશે. વિવિધ ક્ષેત્રે યશ કીર્તિ મળે. નોકરિયાતોને હોદ્દામાં બઢતી મળે અથવા તમારા કામની પ્રશંસા થાય અને તેના મહેનતના ફળરૂપે રોકડ પુરસ્કાર અથવા અન્ય લાભ મળે. ભાગીદારીના કાર્યોમાં વેપારીવર્ગને સારો લાભ મળે. ગ્રહોની સાનુકૂળ સ્થિતિના કારણે આપ કાર્યસિદ્ધિ માટે જે પ્રયાસો કરો તેમાં સફળતા મળશે.

તમે જો પ્લાનિંગ સાથે આગળ વધશો અને કોઇ વિદ્વાન માર્ગદર્શકનો સાથ મળી જાય તો અત્યારે ખરેખરમાં કોઇ સિદ્ધિ હાંસલ કરો તેવી સંભાવના પણ છે. જોકે, સપ્તાહના મધ્યમાં તમારું મન બેચેની અને વ્યાકુળતામાંથી પસાર થશે માટે સાચવજો પરંતુ છેલ્લા ચરણમાં તમે ફરી જુના ઉત્સાહ સાથે આગળ વધી શકો છો.

સપ્તાહના શરૂઆત અને અંતિમ ચરણમાં મિત્રો અને પ્રિયપાત્ર સાથેનું કમ્યુનિકેશન આનંદદાયક પુરવાર થશે. વિદ્યાર્થી જાતકો અત્યારે રોજગારલક્ષી અભ્યાસમાં આગળ વધી શકે છે. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્યની કાળજી લેવી જેમાં ખાસ કરીને સ્નાયુઓમાં દુખાવો, એસિડિટી, આકસ્મિક ઇજા વગેરેની શક્યતા રહે.

મિથુન :

આપને અત્યારે કોઇપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ કરવાથી બચવું પડશે. અંગત જીવનમાં અને ખાસ કરીને જીવનસાથી જોડે ઉગ્ર દલીલબાજી થાય. આપે ધીરજ રાખવાની સલાહ છે. નોકરી કે વ્યવસાયમાં કાયદાને લગતા કાર્યો અથવા સરકારી નોકરી કે સરકારને લગતા કાર્યોમાં સાચવવું પડશે કારણ કે બીજાની ખટપટના કારણે પણ તમે ફસાઇ જાવ તેવી શક્યતા બનશે. અત્યારે ભાગીદારીના કાર્યોમાં બીજા પર આંધળો વિશ્વાસ કરવો નહીં.

નોકરિયાતો માટે છેલ્લું ચરણ બહેતર પુરવાર થશે. રોજિંદી આવકમાં વધારો કરવા માટે પણ સંજોગો આપની તરફેણમાં આવી શકે છે. વિદ્યાર્થી જાતકોને શરૂઆતથી અભ્યાસમાં રુચિ રહેશે પરંતુ ખાસ કરીને યાદશક્તિ અને એકાગ્રતા વધારવા મેડિટેશન કરવાની સલાહ છે.

પ્રેમીઓને સંબંધોમાં સૌહાર્દ જોવા મળે પરંતુ તમે કોઇ એવી વ્યક્તિ સાથે સંબંધોમાં આગળ વધવાનું વિચારો જે જોડી ખરેખર અયોગ્ય લાગશે. માટે અત્યારે સંબંધોમાં અવિચારી નિર્ણય લેવાથી બચવું. આ સપ્તાહની શરૂઆતમાં તમે પરિવાર માટે પણ વિશેષ સમય ફાળવી શકશો. વિવાહિતોને સંતાનોને લગતા કાર્યો આગળ વધે. સપ્તાહના અંતિમ ચરણમાં પુરતો પૌષ્ટિક આહાર લેવો અને શ્રમના પ્રમાણમાં આરામ કરવો.

કન્યા :

સપ્તાહની શરૂઆતમાં તન મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. નવું કાર્ય શરૂ કરવાની આપને પ્રેરણા મળે અને કાર્યારંભ આપ કરો પણ ખરા. વધારે પડતી સંવેદનશીલતાના બદલે વ્યવહારુ અભિગમથી આગળ વધવું. પ્રેમસંબંધોમાં તેમજ કામકાજના સ્થળે સહકર્મીઓ સાથે વાણી પર સંયમ રાખવો અન્યથા આપના શબ્દો સામેની વ્યક્તિ માટે મનદુ:ખનું કારણ બની જશે.

સપ્તાહની શરૂઆતમાં વિવાહિતો તેમના જીવનસાથીને વધુ સારી રીતે સમજશે અને તેમની સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકશે. સપ્તાહના મધ્યમાં આવક વધે તેમજ આવક વધારવા માટે તમે સક્રિય થાઓ. કમાણીની સાથે સાથે મનોરંજનની પ્રવૃત્તિમાં ખર્ચ કરવામાં પણ તમે પાછા નહીં પડો.

આ સપ્તાહમાં જાહેરક્ષેત્રના કાર્યોમાં જોડાઓ અને તેમાં આપના કામની પ્રશંસા પણ થશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળત મળવાની શક્યતા છે. સ્વાસ્થ્ય બાબતે ચિંતા જેવું નથી પરંતુ ગરમીજન્ય સમસ્યાઓ થઇ શકે છે.

વૃશ્ચિક :

સપ્તાહની શરૂઆતમાં ઓફિસ કે વ્‍યવસાયના સ્‍થળે કામ પર તમારું ધ્યાન વધુ કેન્દ્રિત રહેશે. કામકાજ માટેનું આર્થિક બજેટ નક્કી કરી શકશો. વ્‍યાપારમાં નવી નવી ટેકનિકોનો ઉપયોગ કરશો અને તેમાં એડવાન્‍સ થવા માટે નવી તરકીબો પણ વિચારશો.

આ અભિગમ જ તમને ભવિષ્યમાં ઊંચા શિખરો અને બુલંદીઓ પર પહોંચાડશે બાકી ચિંતા કરવાથી કશું વળવાનું નથી તે આપ જાણો જ છો. સપ્તાહના મધ્યમાં તમારા બુદ્ધિબળ અને વિવેકનો ઉપયોગ કરી સરળતાથી કાર્ય કરતા જશો. કેટલાક લાભો મળવાની આશા રાખી શકો છો. સ્થાવર મિલકત વસાવવામાં સફળતા મળે.

સ્વજનો કે ભાઇભાંડુ દ્વારા પ્રોફેશનલ મોરચે ફાયદો થાય અથવા તેમનો સારો સહકાર મળે. પ્રેમસંબંધોનું ઉત્તમ સુખ માણી શકો અને તેમાં પણ પૂર્વાર્ધનો તબક્કો આપના માટે ઘણો સારો છે. છેલ્લા ચરણમા તમને આધ્યાત્મમાં રૂચિ રહે. રક્તવિકાર કે પેટને પેડુને લગતી બિમારીઓથી હેરાનગતિ રહે. વ્યાવસાયિક ક્ષેત્રે વધુ નાણાંનું રોકાણ કે નવું સાહસ કરવું હિતાવહ નથી. વિદ્યાર્થીઓને પણ થોડી બેચેની રહેશે.

કુંભ :

સપ્તાહની શરૂઆતમાં તમારું મન કોઇપણ બાબતે વ્યાકુળ રહેવાની શક્યતા છે. પહેલા ચરણમાં મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો તેમજ સ્વાસ્થ્ય અને સંબંધો બંનેનું પણ ધ્યાન રાખવું પડશે. શક્ય હોય ત્યાં સુધી મોટી આર્થિક લેવડદેવડ કરવાનું ટાળજો. સપ્તાહના મધ્યથી આપને આપને જુદાજુદા ક્ષેત્રે લાભ થવાના યોગ છે.

આવક થવાની શક્યતાઓ છે. ઉપરી અધિકારીઓ તરફથી આપને પ્રોત્‍સાહન મળે. હોદ્દામાં બઢતીના યોગ છે. માનમોભાની વૃદ્ધિ થાય. આવક વધે. આપની કલ્પના શક્તિ અને રચના શક્તિ આપને કંઈક નવું કરવાની પ્રેરણા આપશે. આપનું જિદ્દી અથવા ઉગ્રતાભર્યું વલણ સંબંધો પર વિપરિત અસર ન પાડે તેનું ધ્યાન રાખવું.

ઉત્તરાર્ધમાં પ્રિય પાત્ર સાથે હળવા થવા આપ કોઇ મનગમતી પ્રવૃત્તિ સાથે મળીને કરશો. વિદ્યાર્થીઓને આપના હાલના કાર્યોમાં સફળતા મળતાં ઉત્‍સાહ વધશે. શરૂઆતમાં સ્વાસ્થ્યની કાળજી લેવી. તમારા ઉપરાંત, ઘરમાં કોઈ વડીલની તબિયત બગડી શકે છે.

મેષ :

શરૂઆતમાં આપની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આપને આપના સાહસોમાં સફળતા અને ખુશી અપાવશે પરંતુ છેલ્લા ચરણમાં જીવનમાં કઇક ખુટે છે તેવી લાગણી અને અસંતોષ આપને વધુ વ્યગ્ર કરશે. નોકરિયાતો શરૂઆતમાં ઉત્સાહ અને ખંત પૂર્વક કામ કરી શકશે. ભાગીદારીના કાર્યો માટે સપ્તાહના મધ્યમાં સારો સમય છે. કોમ્યુનિકેશન મારફતે પણ આર્થિક લાભ થવાની શક્યતા છે.

નાણાકીય પ્રવાહમાં વધારો થાય અને અગાઉ કરેલા રોકાણનું પણ સારા પ્રમાણમાં વળતર પ્રાપ્ત થાય. જોકે, અંતિમ ચરણમાં આપના સહકર્મચારીઓના વિરોધનો સામનો કરવો પડે. સહકર્મચારીઓ કે મિત્રો સાથે કોઇપણ પ્રકારની બિનજરૂરી દલીલબાજી કરવાનું ટાળજો. વિદ્યાર્થી જાતકો માટે અત્યારે થોડો મુશ્કેલ તબક્કો હોવાથી આયોજનપૂર્વક આગળ વધવાની સલાહ છે.

સપ્તાહની શરૂઆતમાં આપના વ્યક્તિગત જીવન અને સંબંધોને સુધારવા માટે આપની સંપત્તિનો પ્રામાણિક રીતે ઉપયોગ કરો તેવી સલાહ છે. પ્રિયપાત્ર સાથે સપ્તાહના મધ્યમાં સંબંધોમાં સુલેહ રહે પરંતુ છેલ્લા પ્રણયસંબંધોમાં ખુશીઓનો અભાવ હોય તેવું અનુભવો. આપની જાતને કઇ રીતે ખુશ રાખવી, કેવી રીતે જીવનનો આનંદ માણવો અને આંતરિક ઇચ્છાઓને કઇ રીતે પૂર્ણ કરવી તે દરેક બાબતો આપની ચકાસણી કરશે. સપ્તાહની શરૂઆત અને અંતિમ ચરણમાં આપે આહાર, જીવનશૈલી તેમજ આદતોમાં ફેરફાર કરવો પડશે.

કર્ક :

સપ્તાહની શરૂઆતમાં સમયગાળો સૌહાર્દપૂર્ણ અને અર્થપૂર્ણ સંબંધોને લઇને આપની અંતરમનની ઇચ્છાઓ અને આશાઓ અંગે વધુ સ્પષ્ટતા લાવશે. આપના વ્યક્તિગજીવનના માહોલને સમજવામાં અને અપનાવવામાં આપની ઉર્જા ખર્ચાશે. સંબંધોને આગળ લઇ જવા માટે તમે વધુ પડતા લાગણીશીલ બનશો તો તમારા માટે તે નુકસાનદાયક બને છે. દરેક પરિસ્થિતિ માટે વ્યવહારુ અભિગમ અપનાવવાની સલાહ છે.

મિત્રો અને આપ્તજનો સાથે કમ્યુનિકેશન, વીડિયો કોન્ફરન્સિંગ વગેરેમાં સફળતા મળે. નોકરીને અનુલક્ષી નવા આયોજનના યોગ પણ નકારી શકાય નહીં. પ્રોફેશનલ જીવનમાં સમય, સાવચેતી અને સમર્પણ વચ્ચે સંતુલન રાખીને આગળ ચાલશો તો એકંદરે ફાયદાકારક તબક્કો છે. ભાગીદારીના કાર્યોમાં વિલંબ થઇ શકે છે.

સપ્તાહના અંતમાં વ્યવસાયમાં નવી પ્રોડક્ટ અથવા સેવા શરૂ કરવી, ઉત્પાદન વધારવું, વ્યવસાય માટે ઓફિસ, ગોડાઉન કે કંપની માટે નવા બિલ્ડિંગનું બાંધકામ કરવું વગેરે કાર્યો પાર પડવાની શક્યતા છે. આ સપ્તાહમાં સ્વાસ્થ્યની કોઈ ગંભીર સમસ્યાની સંભાવના જણાતી નથી પરંતુ બીમારી નાની હોય કે મોટી, તે બાબતે બેદરકાર રહેવાય નહીં. આંખોમાં બળતરા અથવા સ્નાયુઓને લગતી ફરિયાદો હોય તો વધુ કાળજી લેવી.

તુલા :

સપ્તાહની શરૂઆતમાં આપનો હાથ છૂટો હોય તો હિસાબ લખતા રહો કારણ કે આવકની તુલનાએ ખર્ચ વધુ રહેશે. કેટલાક અણધાર્યા ખર્ચ આવી શકે છે. આ સમયમાં આપણ પણ તમને વડીલો અથવા પૈતૃક મિલકતોથી થતા લાભોમાં આશાસ્પદ તબક્કો જણાતો નથી. શરૂઆતમાં પરિવારજનો સાથે તમારા જક્કી વલણના કારણે તણાવ ના થાય તેનું ધ્યાન રાખવું. અત્યારે તમારે વડીલોના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું પડશે.

પ્રોફેશનલ મોરચે કાયદાકીય અથવા સરકારી પ્રશ્નોના કારણે થોડી સમસ્યા આવી શકે છે. સપ્તાહના મધ્યમાં પરિવાર સાથે ધાર્મિક બાબતો પર ઉંડી ચર્ચા, સત્સંગ કરવાથી આપનું મન હળવું રહેશે. ઓફિસ કે વ્‍યવસાયના સ્‍થળે તમે વધુ એકચિત્ત થઇ શકશો. આપને ભાષણ, મીટીંગ કે વાટાઘાટોમાં સારી સફળતા મળે.

સપ્તાહના અંતમાં માર્કેટિંગ સાથે સંકળાયેલા જાતકો અથવા તે સંબંધિત કોઈપણ કાર્યમાં આપની વાણી સામેની વ્યક્તિને મોહિત કરી દેશે અને તે આપના માટે લાભદાયી નીવડે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. ભાવિ અભ્યાસ અંગે અત્યારે તમે આયોજન કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે પહેલા ચરણને બાદ કરતા એકંદરે સારું સપ્તાહ છે.

મકર :

શારીરિક અને માનસિક હાલતમાં પણ સુધારો થતો જણાશે. પરિવારનું વાતાવરણ સુમેળભર્યું રહેશે. લાંબાગાળાના રોકાણની યોજનાઓ પાર પડશે. આપને કોઈ નવું કામ કરવાની પ્રેરણા મળશે પરંતુ ઉતાવળે તેમાં ન ઝંપલાવતા. ધંધાર્થીઓ આવકના સ્ત્રોતો વધવાની આશા રાખી શકે જ્યારે નોકરીમાં બઢતી મળવાના યોગ છે. ઉપરી અધિકારીઓ સાથે વિચારવિમર્શ થાય.

વ્‍યવસાય ક્ષેત્રે કે ઓફિસમાં અધિકારીઓ સાથે જરૂરી મુદ્દાઓ વિશે ચર્ચા થાય. પ્રિયજન સાથે ખૂબ સારું સામંજસ્ય જળવાશે. તમારી વચ્ચે ક્યારેક મીઠા ઝઘડા થાય જેનાથી પ્રેમ વધશે. લગ્નોત્સુક જાતકોને સપ્તાહના અંતિમ ચરણમાં યોગ્ય પાત્ર સાથે આ દિશામાં વાત આગળ વધી શકે છે. અત્યારે પ્રેમનો પ્રસ્તાવ મુકો તો શબ્દો થોડા સૌમ્ય રાખવાની સલાહ છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.

અભ્યાસમાં રૂચિ કેળવવા અને એકાગ્રતા માટે રોજ માતાના ચરણ સ્પર્શ કરવા. આપ સંતાનોની પ્રગતિ અંગે ગંભીરતાપૂર્વક વિચારશો અને તે દિશામાં ચોક્કસ પગલાં લેશો. મોટાભાગે તમને તન અને મનમાં ચેતના અને સ્‍ફુર્તિનો અનુભવ થશે.

વૃષભ :

આ સપ્તાહ આપના માટે દરેક મોરચે સુખાકારી અને આનંદની અનુભૂતિ લઈને આવ્યું છે. પ્રોફેશનલ મોરચે અનેક મહત્વના કામો હોવાથી વધુ પડતો વ્યસ્ત સમય રહેશે. નોકરિયાતોને કંપનીમાં પોતાના દરજ્જા અને જવાબદારીમાં પણ વધારો થાય અને સાથે સાથે તમારી નિયમિત આવક પણ વધે. આપના દરેક કામ અને પ્રોજેક્ટમાં સફળતા મેળવો. સપ્તાહના અંતમાં કાર્યસ્થળે સહયોગી, ભાગીદારો અને ટીમના સભ્યોનો સહકાર મળવાથી તમે સારું પરફોર્મન્સ આપો. વ્યવસાયમાં પણ આવી જ સ્થિતિ રહેશે.

આપની આર્થિક પ્રતિષ્ઠામાં પણ નિશ્વિતપણે સુધારો થશે. સપ્તાહની શરૂઆતમાં આપને મિલકત ખરીદી કે સોદા કરવાની તીવ્ર ઇચ્છા થાય પણ જો કોઇ સોદો કે મિલકતની ખરીદી કરો તો થોડી સાવચેતી રાખવી જરૂરી છે જેથી તમારા નિર્ણય માટે ભવિષ્યમાં પસ્તાવો ના થાય. વિદ્યાર્થીઓને પહેલા દિવસથી જ ભણવામાં સારી રુચિ રહેશે. તમે નવા વિષયોમાં જ્ઞાન મેળવો અથવા મનપસંદ વિષયોમાં વધુ ઊંડા ઉતરો તેવી શક્યતા છે.

જો આપ અપરિણીત છો અને યોગ્ય પાત્રની શોધ કરી રહ્યા છો તો આ સપ્તાહ આપના માટે યોગ્ય પાત્ર શોધવામા મદદરૂપ બને. સપ્તાહની શરૂઆતમાં તમારામાં રોમાન્સની લાગણી ઘણી પ્રબળ રહેશે. તમે વિજાતીય પાત્રોને સરળતાથી પોતાના તરફ આકર્ષી શકશો. સ્વાસ્થ્ય સુખાકારી મામલે અત્યારે ખાસ ચિંતા જેવું નથી છતાં પણ ખાસ કરીને સપ્તાહના મધ્યમાં ગરમીજન્ય સમસ્યાઓથી બચવા માટે વધુ ભારે ખોરાક લેવાના બદલે પ્રવાહી લેવાની સલાહ છે. સનસ્ટ્રોક અને લૂ લાગવાથી બચવું પડશે.

સિંહ :

સપ્તાહની શરૂઆતમાં હાલમાં કોઇ સમસ્યાઓ કે વણઉકેલાયેલી બાબતોને નિવેડો આવે તે માટે બહેતર સમય છે. તેથી તમે સંબંધોને વધુ અસરકારક સંભાળી શકશો. સંબંધોને સારી રીતે પારખવા તેમજ ઊંડાણપૂર્વકનું મનોમંથન કરવા માટેનો કહી શકાય. સપ્તાહની શરૂઆતમાં આપ આવક પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો અને તેમાં વધારો કરવા માટે પણ પ્રયત્નશીલ બનશો.

સપ્તાહના મધ્યમાં તમે આવકનું યોગ્ય ક્ષેત્રમાં રોકાણ કરીને આર્થિક ભાવિ સુરક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. સ્વાસ્થ્ય બાબતે વિચાર કરવામાં આવે તો આ સમયે ચોખ્ખાઇ અને અશુદ્વ તત્વોથી દૂર રહીને સ્વાસ્થ્યની કાળજી રાખી શકશો. શરીરમાં રહેલી અશુદ્વ ધાતુઓને દૂર કરીને સ્વાસ્થ્યને વધુ સારું બનાવી શકો. સંબંધોમાં પણ તમે પાછા નહીં પડો અને પરિવાર, પ્રોફેશન અથવા પ્રેમસંબંધોમાં નવી શરૂઆત કરવા માટે તૈયારી રાખશો.

મિત્રો કે આપ્તજનો સાથે ચર્ચા અને તેનાથી તમારી વચ્ચે ઘનિષ્ઠતા વધે તેવી પણ શક્યતા છે. સપ્તાહની અંતમાં એકંદરે શુભ ગ્રહોના પ્રભાવ હેઠળ તમે આપ્તજનો અને પરિવાર માટે વધુ સમય આપી શકશો. વિદ્યાર્થીઓ અત્યારે ભાવિ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.