શુભ સંયોગ સાથે થઇ રહી છે આ અઠવાડિયાની શરૂઆત, જાણો કઈ કઈ રાશિઓને થશે ફાયદો.

0
441

વૃશ્ચિક :

સપ્તાહની શરૂઆતમાં સામાજિક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધશો. ઓવરઓલ આપ ધીરે-ધીરે બધું વ્યવસ્થિત કરવા પ્રયત્ન કરશો. આપ પોતાની કારકીર્દિને એક ઊંચાઇ સુધી પહોંચાડવા મહેનત પણ કરશો અને સફળતાના માર્ગ સુધી પહોંચવા માટે શામ, દામ, દંડ, ભેદ કોઇ પણ રીત અજમાવશો. નવું સાહસ ખેડવા માટે શરૂઆતના તબક્કામાં ઉત્સાહિત રહેશો પરંતુ અવરોધો કે વિલંબનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.

સપ્તાહના મધ્યમાં તમે પરિવાર પર ધ્યાન આપશો અને તેમની ખુશી માટે કંઇક ખરીદી કરો અથવા કોઇપણ પ્રકારે ખર્ચ કરો તેવી શક્યતા છે. સપ્તાહના અંતમાં વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે, પરંતુ ક્લાસમાં એક્કો થવા માટે સખત મહેનત અચૂક કરવી પડશે.

છેલ્લા ચરણમાં પ્રેમસંબંધોની શક્યતા પણ જણાઈ રહી છે. આપને લગ્ન, રિસેપ્શન કે સગાઈ જેવા માંગલિક પ્રસંગોમાં જવાનું થશે અને ત્યાં સ્નેહીઓ સાથેની મુલાકાતથી આપ આનંદિત થઇ જશો. ખાન-પાન પર અંકુશ રાખવો અન્યથા સ્વાસ્થ્યની સમસ્યાઓ આવી શકે છે.

સિંહ :

સપ્તાહની શરૂઆતમાં લોકો પણ તમારી સાથે સહમત થાય કે તમને મદદરૂપ બને તે માટે તેઓ પર બિનજરૂરી દબાણ ના કરશો. આપના પ્રિયપાત્રને જરૂરી એવી સ્વતંત્રતા આપવાથી વ્યક્તિગત જીવનમાં સૌહાર્દ જળવાઇ રહેશે. કદાચ તમે કોઇ એવા પાત્ર સાથે સંબંધો બનાવશો જે લાંબા ગાળાના અર્થપૂર્ણ સંબંધો માટે યોગ્ય નહીં હોય.

સપ્તાહના મધ્યમાં આપ દૈનિક ધોરણે આહારમાં જે કેલેરી આરોગો છો તેના કરતા ઓછી કેલેરી ધરાવતો ખોરાક લેવો જોઇએ. આ સમયમાં વધુ તળેલા અને ચરબીયુક્ત ખાદ્યપદાર્થ ખાવાનું ટાળશો. કામકાજના સ્થળે કોઈ નજીવી બાબતે કોઇની સાથે બોલાવાનું થાય તેવી નોબત ટાળવી.

સરકાર અથવા કાયદા વિરુદ્ધ તમે કોઈ એવું પગલું ભરો જેના કારણે તમારી પ્રતિષ્ઠા સંકટમાં આવે. સપ્તાહના અંતમાં વેપાર અને આર્થિક મોરચે વધુ કાળજી રાખવી અને સીધા ક્લાન્ટ સાથે સંપર્કમાં આવતા હોય તેવા જાતકોએ ખાસ બોલવામાં સંયમ રાખવો. વિદ્યાર્થી જાતકોને પણ આ સપ્તાહમાં સતત ચડાવઉતારની સ્થિતિ હોવાથી વધુ મહેનત કરવી પડશે.

વૃષભ :

અત્યારે તમે સકારાત્મક વિચાર ધરાવતા હશો. પહેલા દિવસથી તમે વધુ આશાવાદી બનશો જેના કારણે આપની સૌથી નજીકની વ્યક્તિઓ પાસેથી વધુ પડતી અપેક્ષા રાખો તેવી પણ શક્યતા છે. મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મેળવાની, વિદેશની કંપનીઓ સાથે કામકાજો કરવાની ઇચ્છા શરૂઆતમાં ફળીભૂત થઇ શકે છે. સપ્તાહના મધ્યમાં પ્રોફેશનલ મોરચે તમારી સક્રિયતા સૌથી વધુ રહેશે.

સપ્તાહની શરૂઆતમાં તમારે ઉચ્ચ અભ્યાસ માટે અથવા પ્રોફેશનલ હેતુથી દૂરના અંતરે અથવા વિદેશમાં રહેલી સંસ્થાઓ સાથે કમ્યુનિકેશન થાય. સામાન્ય અભ્યાસ કરતા જાતકો માટે છેલ્લું ચરણ સારી સિદ્ધિ અપાવનારું પુરવાર થઇ શકે છે. સંબંધોમાં છેલ્લા ઘણા સમયથી તમે સુલેહ અને વિજાતીય આકર્ષણ અનુભવી રહ્યા હતા. કદાચ આ સપ્તાહથી તેમાં થોડો ઘટાડો થાય અને તમે કારકિર્દીમાં વધુ કેન્દ્રિત થાવ તેવી શક્યતા છે.

પરંતુ ચિંતા ના કરશો કારણ કે વિકએન્ડ તો તમે પ્રિયપાત્ર સાથે જ સારી રીતે માણશો. પહેલા દિવસે બપોર સુધી થોડો શારીરિક થાક વર્તાય પરંતુ બાકીના સમયમાં તમે સારી ઉર્જા સાથે કામકાજમાં લાગી જશો. તમે અત્યારે શરીર શૌષ્ઠવ માટે રમતગમતમાં ભાગ લો તેવી પણ શક્યતા બનશે.

કુંભ :

પહેલા દિવસે મધ્યાહન સુધી તમે સંબંધોનું સુખ સારી રીતે માણો અને ઘણા લાભો થઇ શકે છે. કામકાજમાં પણ શરૂઆત સારી થાય પરંતુ મધ્યાહન પછીથી બે દિવસ સુધી તમારું મન કોઇ બાબતે વ્યાકુળ થાય અથવા સ્વાસ્થ્યને લગતી કોઇ ફરિયાદ તમને અવરોધશે.

આવી સ્થિતિમાં ઇશ્વર ભક્તિ અને આધ્યાત્મિકતાથી આપના મનને શાંતિ મળશે. ઉત્તરાર્ધમાં આપ નવા કાર્યોનો પ્રારંભ કરી શકો છો અથવા નવું આયોજન કરી શકો છો. આવકના સ્ત્રોત વધારવા માટે આપ સક્રિય બનશો. છેલ્લા દિવસે આવકની શક્યતા વધશે માટે વેપાર-ધંધામાં આપ નિયમિત આવકનો સ્ત્રોત ઊભો કરી શકશો અથવા તે દિશામાં આયોજન કરી શકશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમે જીવનસાથી અથવા પ્રિયપાત્ર તરફ ઝુકેલા રહેશો.

આપ રોજિંદા જીવનથી બ્રેક લેવા માટે મિત્રો સાથે મળીને નાની પાર્ટી કે ઉજવણીનું આયોજન કરશો. તમારી લાઇફસ્ટાઇલમાં પણ રોમાન્સનું પાસું સ્પષ્ટ દેખાશે. સંતાનોના અભ્યાસ અંગે થોડી ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને પણ ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે. પૂર્વાર્ધમાં શરીરમાં નબળાઇ અથવા સુસ્તિ રહેશે.

ધનુ :

આ સપ્તાહની શરૂઆતમાં તમે આવક પર વધુ કેન્દ્રિત રહેશો અને કમાણીમાં વધારો કરવા માટે કેટલાક નવા ઉપાયો વિચારો અથવા તે દિશામાં નવી યોજનાઓ અમલમાં મુકો તેવી શક્યતા છે. ઉઘરાણીના કાર્યો પણ ઉકેલાઇ શકે છે. મોટા ભાગની આપની શક્તિ સ્થાનિક અને પ્રોફેશનલ જીવન વચ્ચે સંતુલન સાધવામાં વપરાઇ જાય. તેથી આ પ્રકારની ગુંચવણભરી સ્થિતિમા બને તેટલો વ્યવહારુ અભિગમ રાખશો તેટલી શાંતિ જળવાઇ રહેશે.

ક્યારેક ક્યારેક આપે સુસ્તી દૂર કરવા માટે પ્રયત્નશીલ બનવું પડશે અને સ્વસ્થ રહેવા માટે યોગ્ય જીવનશૈલી અનુસરવી પડશે. જ્ઞાન આપતા પુસ્તકોનું વાંચન આપના મનને વધુ શાંત બનાવશે. પ્રેમસંબંધોને લઇને સમસ્યા સર્જાઇ હોય તો ઉકેલ આવે પરંતુ પ્રિયપાત્ર સાથે કોઇપણ ચર્ચામાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવી વધુ જરૂરી છે.

જો આપ ધીરજ રાખશો તો સમસ્યા ઓછી થઇ શકે છે. છેલ્લા કેટલાક સમયથી ચાલતા કેટલાક વિવાદોનો ઉકેલ લાવવાની તક મળે. વિદ્યાર્થીઓને ઉત્તરાર્ધમાં જ્ઞાનમા વધારો થાય. જો ભૂતકાળમાં સાંધા અને સ્નાયુને લગતી કોઇ બિમારી હોય તો તે ફરીથી ઉથલો મારે તેવું બની શકે છે.

કન્યા :

સપ્તાહની શરૂઆતમાં પહેલા દિવસે મધ્યાહન સુધી પારિવારિક બાબતોમાં કોઇપણ પ્રકારે ઉતાવળ, અધિરાઈ અને આવેશ ટાળવાની સલાહ છે અન્યથા તેના કારણે આપ મહત્વના નિર્ણયો નહીં લઈ શકો અને પરિવારના સભ્યો સાથે ગેરસમજ પણ ઉભી થઇ શકે છે. આવી સ્થિતિમાં થોડા સમય માટે એકાંતમાં બેસીને ધ્યાન કરવાથી કે ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી માનસિક સ્થિરતા મળશે.

સપ્તાહની શરૂઆતમાં તમે પ્રોફેશનલ મોરચે ધ્યાન આપી શકશો અને ખાસ કરીને સર્જનાત્મક ક્ષેત્રોમાં જોડાયેલા હોય તેવા જાતકોને સારી તકો મળી શકે છે. જોકે, હાલમાં તમારે હરીફોને પછાડવાની તૈયારી રાખવી જરૂરી છે. પ્રેમસંબંધો અને વિદ્યાભ્યાસમાં આગળ વધવા માટે સપ્તાહના મધ્યનો સમય સૌથી બહેતર જણાઇ રહ્યો છે.

જેઓ પહેલાથી સંબંધમાં હોય અને થોડી નિરસતા વર્તાતી હોય તો આ સમયમાં એકબીજા માટે વધુ સમય ફાળવીને તમારી નીકટતા વધારી શકો છો. નોકરિયાતો અને છુટક કામકાજોમાંથી કમાણી કરતા જાતકો માટે અંતિમ ચરણ બહેતર જણાઇ રહ્યું છે.

મિથુન :

સપ્તાહની શરૂઆતમાં આપનું મન થોડુ બેચેન રહેશે. કોઇપણ સંબંધો કે કામકાજમાં મન ઓછુ લાગશે. તમને એકાંત વધુ પસંદ પડશે. સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે. શરૂઆતના ચરણમાં તમારામાં આધ્યાત્મિકતા વધશે. પહેલાં ચરણમાં તમારે આવકની તુલનાએ વધુ ખર્ચની તૈયારી રાખવી પડશે. જેમને પરાવિજ્ઞાનમાં રુચિ હોય તેમને પણ આ દિશામાં આગળ વધવના માટે શરૂઆતનું ચરણ અનુકૂળ છે.

જોકે, સપ્તાહના મધ્યથી આપના માટે સકારાત્મક તબક્કો શરૂ થતો હોવાથી તમે ફરી ખુશી, શારીરિક રાહત અને પ્રોફેશનલ પ્રગતિનો અહેસાસ કરશો. જો આપ સ્થળાંતર અથવા ઘર બદલવા ઇચ્છતા હોય તો ઉત્તરાર્ધના તબક્કામાં આ દિશામાં પ્રયાસો કરો તે વધુ યોગ્ય રહેશે.

આપના પ્રિયપાત્રની ખુશી માટે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરવાની પણ ઇચ્છા થશે. તેનાથી તમારી વચ્ચે નીકટતા વધશે. જો આપ પરિણીત છો તો આપના લગ્નજીવનમાં ખુશી, પ્રેમ અને હુંફ ફરીથી લાવવા માટેનો સાનુકૂળ સમય છે. વિદ્યાર્થીઓને પ્રારંભિક અવરોધો અને અનિચ્છા પછી ઘણો સારો તબક્કો છે.

મીન :

આ સપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી તમે કામકાજમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તે પછી તા. 4ની સાંજ સુધીમાં તમને વ્યવસાયિક મોરચે કરેલા કાર્યોના ફળ રૂપે આર્થિક લાભની શક્યતા રહેશે. સપ્તાહના મધ્ય તબક્કામાં તમારું મન અનેક વિચારોના આટાપાટામાં પરોવાશે જેના કારણે કામકાજમાં અથવા સંબંધોમાં સ્થિરતાનો અભાવ વર્તાશે.

આવી સ્થિતિમાં કોઇ મહત્વના કાર્યો ટાળવા તેમજ સંબંધો પણ સાચવવા પડશે. છેલ્લા ચરણમાં ભાઇબહેનો સાથે વધુ મનમેળ રહે. સગાં વહાલાં, મિત્રો વગેરેને મળવાનું થાય અથવા તેમની સાથે અગાઉની તુલનાએ વધુ કમ્યુનિકેશન થાય જેથી મનોમન તમને ઘણો આનંદ અનુભવાય. આપને કામ કરવામાં ઉત્સાહ ઉમંગનો અભાવ વર્તાય, મન ચિંતાથી વ્યગ્ર રહે. ભાગીદારીના કામકાજમાં લાભ થાય.

આર્થિક અને વેપારમાં નવા આયોજન અંગે ગંભીરતાથી વિચાર કરી શકશો. નોકરિયાત વર્ગ માટે લાભદાયી સમય છે. આર્થિક લાભની શક્યતા જણાય છે. વિદ્યાર્થીઓને શરૂઆત અને અંતિમ ચરણમાં વધુ સાનુકૂળતા રહેશે. સપ્તાહના મધ્યમાં તમારે કામના ભારણના પ્રમાણમાં શરીરને થોડો આરામ આપવો પડશે. કોઈ મોટી સ્વાસ્થ્યને લગતી સમસ્યા જણાતી નથી.

કર્ક :

સપ્તાહની શરૂઆતમાં વ્યક્તિગત જીવનમાં કેટલીક બાબતો વધુ તીવ્ર બનશે અને અગાઉ પડકારજનક રહેલા મુદ્દાઓને તમે સરળતાપૂર્વક નિરાકરણ લાવવામાં સફળ થશો. જીવન અને સંબંધો પ્રત્યેના દૃષ્ટિકોણમાં પણ પરિવર્તન જોવા મળશે. પ્રેમસંબંધો અથવા દાંપત્યજીવનમાં તમને થોડી નિરસતા વર્તાય ત્યારે પોતાના અહંને બાજુએ રાખીને તમારા સાથીના દૃષ્ટિકોણથી સ્થિતિને જોવાનો પ્રયાસ કરશો તો સંબંધોમાં નવી વસંત ખીલી શકે છે.

પૂર્વાર્ધમાં તમે સંબંધો તરફ થોડા ઝુકેલા રહો પરંતુ મધ્યમાં તમને એકલા રહેવાનું જ વધુ ગમશે. પ્રોફેશનલ મોરચે શરૂઆત સારી છે પરંતુ મધ્યમાં કોઇપણ મહત્વના નિર્ણય લેવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળશો તો ફાયદામાં રહેશો. વિદ્યાર્થી જાતકોને એકંદરે મહેનતના પ્રમાણમાં ફળ મળે માટે મહેનતમાં પાછા પડતા નહીં.

સપ્તાહના મધ્યમાં અવારનવાર, સામાન્ય ઈજા થવાની સંભાવના પણ રહેશે. તમને ત્વચા અથવા પેટ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી પુરતો આરામ લેવો અને નિયમિત સમયે પોષક ભોજન લેવું.

મેષ :

સપ્તાહની શરૂઆતમાં છેલ્લા કેટલાક સમયથી પરિવારમા ચાલતા કેટલાક વિવાદોનો ઉકેલ લાવવાની તક મળે. સંબધીઓ સાથેની શત્રુતા દૂર થાય. પાડોશી અથવા સંબધીઓ સાથેના સંબંધો આપના માટે સાનુકૂળ સાબિત થાય. પ્રોફેશનલ મોરચે તમે શરૂઆતમાં ઘણા સક્રિય રહેશો. કેટલાક પૂર્વનિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવા માટે વધુ મહેનત કરવામાં પણ પાછા નહીં પડો.

પોતાની જાત પર ખર્ચ કરવાના બદલે અત્યારે મિત્રો, ભાઇબહેન અને મનોરંજનના કાર્યોમાં ખર્ચ કરવાની વૃત્તિ વધુ રહે. અત્યારે તમે રોકાણ અંગે પણ સક્રિય થઇ શકો છો. વિદ્યાર્થી જાતકો માટે શરૂઆતનો સમય મધ્યમ છે જ્યારે સપ્તાહના મધ્યમાં તમે વધુ એકાગ્રતા કેળવી શકો. અંતિમ ચરણમાં ટેકનિકલ વિષયોમાં થોડી મહેનત વધારવાની સલાહ છે.

આપના પ્રણયજીવનની વાત આવે ત્યારે આ સપ્તાહમાં તમે શરૂઆતમાં પ્રોફેશનલ બાબતોમાં જ્યારે મધ્યમાં પ્રેમસંબંધોમાં વધુ પરોવાયેલા રહો. છેલ્લા ચરણમાં તમારા સાથી જોડે વાતચીતમાં થોડુ સાચવવું પડે. વિજાતીય મિત્રોની સંખ્યામાં વધારો થઇ શકે છે. સપ્તાહની અંતમાં અસ્વસ્થતા અને તણાવને કારણે ચયાપચયની ક્રિયા મંદ પડે અને પાચનને લગતી સમસ્યાઓ સતાવે. જો ભૂતકાળમાં સાંધા અને સ્નાયુને લગતી કોઇ બિમારી હોય તો તે ફરીથી ઉથલો મારે તેવું બની શકે છે.

મકર :

સપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી તમારું મન બેચેન રહે અથવા અગાઉના સમયમાં અનિદ્રા કે થાકની અસર હજુ પણ વર્તાય. પહેલા દિવસે મધ્યાહન સુધી શક્ય હોય ત્યાં સુધી મૌન વ્રત પાળશો તો પરિવારમાં સભ્યો સાથે અથવા કામકાજના સ્થળે કોઇપણ વ્યક્તિ સાથે બોલાચાલી ટાળી શકશો.

જોકે, તે પછીનો તબક્કો આપના માટે અનુકૂળ છે. વેપાર ધંધામાં લાભ થાય અને નવા આયોજન, નવા વિચારો સાથે તમે આગળ વધો. નવા લોકો સાથે પરિચય કેળવાય. નોકરીમાં નવી જવાબદારી સાથે આવકમાં વધારો થઇ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રે કેટલાક કાર્યો વિલંબમાં પડવાની શક્યતાને ધ્યાનમાં રાખતા તમારે થોડો પરિશ્રમ કરવાની તૈયારી રાખવી પડશે.

પ્રેમી સાથે ના મુલાકાતથી આપ આનંદ અને પ્રસન્નતા અનુભવશો. પ્રિયજન સાથે ઘનિષ્ઠતા અનુભવશો. આ સમયમાં આપ પોતાની જાત માટે અથવા મોજશોખ પાછળ ખર્ચ કરો તેવી શક્યતા પણ છે. આપ ભણતરના કાર્યોમાં પોઝિટીવ અભિગમ રાખીને આગળ વધી શકશે. આ સપ્તાહમાં શરદી, સળેખમ કે ઠંડીના કારણે તાવ આવવાની શક્યતા નકારી ન શકાય.

તુલા :

સપ્તાહની શરૂઆતમાં પ્રિયપાત્રનો સંગાથ, પરિવારનો સંગાથ અને જાહેર જીવનમાં માનસન્માન મળવાના યોગો બની રહ્યા છે. આપ દરેક કાર્ય દૃઢ આત્મવિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે કરી તેમાં સફળતા મેળવશો. વિચારોની દૃઢતાના કારણે લોકો પણ તમારામાં વિશ્વાસ મુકશે. વિશાળ મિત્રમંડળને આપ પ્રેમ આપી શકશો અને તેમનો પ્રેમ પામી શકશો.

સપ્તાહના મધ્યમાં તમારામાં રોમાન્સની ભાવના વધુ પ્રબળ થશે જેથી ખાસ કરીને નવા સંબંધોની શરૂઆત કરવામાં તમે અનુકૂળતા અનુભવશો. વિવિધ ક્ષેત્રોમાં આપની કુશળતા અને વાણીની મીઠાશ અન્ય લોકોને પ્રભાવિત કરશે અને તે દ્વારા લાભ મેળવી શકશો. આપનામાં વૈચારિક સ્થિરતા પણ રહે જેથી ચીવટપૂર્વક કામ કરી શકો.

સપ્તાહના અંતમાં પ્રોફેશનલ જવાબદારીઓ પણ સારી રીતે નિભાવી શકશો. જોકે, તમારી ઉતાવળ કે ઉગ્રતાના કારણે અન્ય લોકો સાથે તણાવ ના થાય તેનું ધ્યાન રાખવું. આ સપ્તાહે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સારી રીતે ધ્યાન આપી શકશે. જેઓ લોહીના પરિભ્રમણને લગતી સમસ્યાઓથી પીડાય છે તેમણે સપ્તાહના અંતિમ ચરણમાં કાળજી લેવી પડશે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.