લોકલ હેલમેટ પહેરશો તો લાગશે ભારે દંડ, વેચવા અને બનાવવા પર થઇ શકે છે જેલ, વાંચો નવા નિયમ.

0
174

જો તમે પણ લોકલ હેલમેટ પહેરીને વાહન ચાલવો છો, તો થઈ જાવ સાવધાન ચૂકવવો પડી શકે છે ભારે દંડ. જૂન 2021 થી દેશમાં ફક્ત બ્રાન્ડેડ હેલમેટનું જ વેચાણ થશે. આ નિયમ લાગુ થયા પછી ખરાબ ગુણવત્તાવાળા લોકલ હેમલેટ વેચવા ગુનો માનવામાં આવે છે. તેમજ લોકલ હેલમેટનું ઉત્પાદન પણ ગેરકાયદેસર માનવામાં આવશે.

હકીકતમાં કેંદ્ર સરકારે મજબુત, વજનમાં હલકા અને સારી ગુણવત્તાવાળા બ્રાન્ડેડ હેલમેટના વેચાણ માટે નવો કાયદો લાગુ કરી દીધો છે, જે દેશમાં 1 જુન 2021 થી લાગુ થઈ જશે. તેના માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 26 નવેમ્બરે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ નવા કાયદામાં લોકલ અથવા નકલી હેલમેટ બનાવવા અને વેચવા પર દંડ અને જેલની જોગવાઈ કરવામાં આવી છે.

સરકાર તરફથી લાગુ થયેલા નવા નિયમમાં પહેલી વાર હેલમેટને ભારતીય માપદંડ બ્યુરો (BIS) ની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. સરળ ભાષામાં સમજીએ તો હવે હેલમેટ બનાવતી કંપનીઓએ તેને બજારમાં વેચતા પહેલા તે હેલમેટને બીઆઈએસ પાસેથી પ્રમાણિત કરાવવા જરૂરી રહેશે.

દેશમાં કેંદ્ર સરકાર તરફથી સતત ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષાને લઈને પરિવર્તન કરવામાં આવી રહ્યા છે. લગભગ વર્ષ પહેલા મોદી સરકાર મોટર વ્હીકલ સંશોધન કાયદો લઈને આવી હતી, જેમાં પરિવહનના નિયમો તોડવા પર પહેલાની સરખામણીમાં 10 ગણો વધારે દંડ ભરવાની જોગવાઈ હતી. આ કડીમાં હવે લોકલ હેલમેટના ઉપયોગ અને વેચાણને અટકાવવા માટે કેંદ્ર સરકાર નવો કાયદો લઈને આવી છે. આ નિયમ અનુસાર લોકલ હેલમેટ પહેરીને ટુ-વ્હીલર વાહન ચલાવવાવાળા વ્યક્તિ પર 1000 રૂપિયા દંડ લગાવવામાં આવશે. તેના સિવાય હવે લોકલ હેલમેટ બનાવવા અને તેનું વેચાણ કરવાવાળા પર પણ દંડ અને સજાની જોગવાઈ છે.

લોકલ હેલમેટ બનાવવાવાળા પર 2 લાખ રૂપિયા દંડ લાગશે. આ નવા કાયદામાં જેલની જોગવાઈ પણ શામેલ કરવામાં આવી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પહેલી વાર આ જોગવાઈને ભારતીય માપદંડ બ્યૂરો (બીઆઈએસ) ની યાદીમાં શામેલ કરી છે.

ભારતમાં દરરોજ લગભગ 119 લોકોના મૃત્યુ હેલમેટ ન પહેરવાને કારણે થાય છે. એટલે કે હેલમેટ ન પહેરવાને કારણે દર કલાકે 5 લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. વર્ષ 2017 માં હેલમેટ ન પહેરવાને કારણે 35,975 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. તેમજ 2018 માં આ આંકડો 21 ટકા વધીને 43,600 પર જઈ પહોંચ્યો.

માર્ગ અકસ્માતમાં થવાવાળા મૃત્યુનું એક મોટું કારણ હેલમેટની ખરાબ ગુણવત્તા પણ હોય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે લોકલ હેલમેટનો ઉપયોગ ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે. તેને લઈને જ કેંદ્ર સરકાર નવો કાયદો લાવી રહી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.