પગમાં સોનાના ઘરેણા પહેરવા માનવામાં આવે છે પ્રતિબંધિત, સહન કરવી પડે છે મુશ્કેલીઓ.

0
126

જાણો શા માટે પગમાં સોનાના ઘરેણા ધારણ કરવાની ના પાડવામાં આવે છે? થાય છે આ નુકશાન.

હિંદુ ધર્મમાં સોનાનું ઘણું મહત્વ છે અને તેને સૌથી પવિત્ર ધાતુ માનવામાં આવે છે. લગ્ન દરમિયાન મહિલાઓ સોનાના ઘરેણા જરૂર પહેરે છે. હિંદુ ધર્મ મુજબ મહિલાઓએ સોનાના ઘરેણા જરૂર પહેરવા જોઈએ. સોનાના ઘરેણા પહેરવાથી ઘરમાં માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે અને પૈસાની તંગી પડતી નથી.

હિંદુ માન્યતાઓ મુજબ સોનાની ધાતુ માત્ર કમરથી ઉપરના ભાગમાં જ પહેરવી શુભ ફળ આપે છે. જો કમરથી નીચેના ભાગમાં સોનાના ઘરેણા પહેરવામાં આવે તો તે અશુભ હોય છે. એમ કરવાથી માં લક્ષ્મી નારાજ થઇ જાય છે અને તેને સોનાનું અપમાન માનવામાં આવે છે. એટલા માટે તમે ભૂલથી પણ કમરની નીચે સોનાના ઘરેણા ધારણ ન કરો અને પગમાં સોનાના ઘરેણા ન પહેરો.

ખાસ કરીને ધાર્મિક માન્યતાઓ મુજબ, ભગવાન વિષ્ણુને સોનું અત્યંત પ્રિય છે અને તેને લક્ષ્મીજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. એટલા માટે સોનાની પાયલ અને વિંછીયા પહેરવા હિંદુ ધર્મમાં પ્રતિબંધિત માનવામાં આવે છે. તે પગમાં પહેરવાથી દેવતાઓનું અપમાન થાય છે અને માં લક્ષ્મી નારાજ થઇ જાય છે. એટલા માટે સોનું પગમાં ન પહેરવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્ય ઉપર પણ પડે છે ઊંડી અસર :

પગમાં સોનાના ઘરેણા પહેરવા સાથે ઘણા પ્રકારના નુકશાન પણ જોડાયેલા છે. જે આ મુજબ છે.

માનવામાં આવે છે કે સોનાના ઘરેણા શરીરમાં ગરમી ઉત્પન કરે છે. તેને પગમાં પહેરવાથી શરીર ગરમ રહે છે અને શરીરનુ તાપમાન બગડી જાય છે. જે લોકો સોનાના ઘરેણા પગમાં ધારણ કરે છે. તેના શરીરમાં ઉર્જાનું સંચારણ પણ યોગ્ય રીતે નથી થતું.

સોનાની પાયલ પગમાં પહેરવાથી ઊંચા લોહીના દબાણની તકલીફ પણ થઇ જાય છે અને શરીર ઘણી બીમારીઓથી ઘેરાઈ જાય છે. એટલા માટે તમે ક્યારે પણ પગમાં સોનાના ઘરેણા ધારણ ન કરો. તેને માત્ર હાથ, કમર અને ગાળામાં જ પહેરો.

પહેરો ચાંદી :

પગમાં ચાંદીની ધાતુ ધારણ કરવાથી શરીરમાં ઠંડક પ્રાપ્ત થાય છે. એ કારણ છે કે પગના ઘરેણા ચાંદીની ધાતુ માંથી જ બનાવવામાં આવે છે. કમરની ઉપર સોનુ અને કમરથી નીચે ચાંદીના ઘરેણા પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે અને રોગોથી રક્ષણ થાય છે. સાથે જ આખા શરીરમાં યોગ્ય રીતે ઘરેણા પહેરવાથી શરીરમાં સમાન ઉર્જાના ફ્લો જળવાઈ રહે છે. એટલા માટે તમે જ્યારે પણ સોનાના ઘરેણા ધારણ કરો તો તે વાતનું ધ્યાન જરૂર રાખો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.