95% સુધી પાણી બચાવતા નળની ચકલી બનાવી, ઘરમાં દરરોજ 35 લીટર પાણીની બચત થશે જાણો વિગત

0
4621

આજના સમયમાં દિવસેને દિવસે પાણીની સમસ્યા ઘણી વિકટ બનતી જાય છે. અને તેના માટે સરકાર પણ ઘણા પ્રયાસો કરતી રહે છે, અને સંશોધકો પણ અનેક શોધો કરતા રહે છે. આજે અમે તમને એક એવી જ શોધ વિષે જણાવવાં જઈ રહ્યા છીએ. તે એક ડીવાઈસ છે જેની મદદથી નળમાં પાણીનું દબાણ વધે છે, અને તે સ્પ્રેની જેમ નીકળે છે. સામાન્ય રીતે નળમાંથી એક મિનીટમાં ૧૨ લીટર પાણી નીકળે છે, પણ આ ડીવાઈસમાંથી આ પ્રમાણ ૬૦૦ મી.લી. થઇ જાય છે.

જળસંકટ સામે ઝઝૂમી રહેલા ચેન્નઈના વેલ્વોર જીલ્લામાં હાલમાં જ ટ્રેન દ્વારા ૨૫ લાખ લીટર પાણી પહોચાડવામાં આવ્યું. ચેન્નઈના મોટાભાગના શહેરોમાં પાણીનું સ્તર ઘણું બધું નીચે જતું રહ્યું છે. વરસાદ થયા પછી પણ એવી સ્થિતિ ફરી વખત ન બને, તેના માટે મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના એન્જીનીયરોએ એવું સાધન (નોઝલ) બનાવ્યું છે, જે ૯૫% સુધી પાણીનો બગાડ અટકાવી શકે છે. એનાથી દરેક ઘરમાં દરરોજ ૩૫ લીટર પાણીની બચત કરી શકાય છે.

નળમાંથી એક મીનીટમાં ૬૦૦ મી.લી. પાણી નીકળે છે :

૧. આ નોઝલને ઓટોમાઈજેશન ટેકનીકથી તૈયાર કરવામાં આવ્યું છે. આ ટેકનીકને કારણે નળમાંથી એક મિનીટમાં ૬૦૦ મી.લી. પાણી નીકળે છે. જયારે સામાન્ય નળમાંથી ૧ મીનીટમાં ૧૨ લીટર પાણી નીકળી જાય છે. તેનાથી ૯૫ ટકા સુધી પાણી બચી શકે છે. તેને આવી રીતે સમજો કે, એક વખત હાથ ધોવાથી શરેરાશ ૬૦૦ મી.લી. પાણી વપરાય છે. નવા સાધનનો ઉપયોગ કરવામાં આવે તો હાથ ધોવાથી ૧૫-૨૦ મી.લી. પાણી વપરાશે.

૨. આ સ્ટાર્ટઅપના ફાઉંડર અરુણ સુબ્રમણ્યનના જણાવ્યા મુજબ, આ સાધન પ્લમ્બર વગર આશરે ૩૦ સેકન્ડમાં નળમાં ફીટ કરી શકાય છે. આ નોઝલ સંપૂર્ણ રીતે તાંબામાંથી બનેલી છે. આ મેટલ પાણીની ક્વોલેટી સુધારવા સાથે કડક પાણી માટે પણ સારું છે. સાધન પાણીના એક ટીપાને નાના ટીપામાં તોડે છે. જેથી નળમાંથી નીકળતું પાણી ઝડપથી વધુ ભાગને કવર કરી શકે.

૩. તેની શરુઆત પણ થોડી અલગ હતી. અરુણના જણાવ્યા મુજબ મારા પાડોશી પર્યાવરણકાર નાબીજા જબીરે મને કહ્યું કે, તેને રસોડા માટે એવા સાધનની જરૂર છે કે જે પાણી બચાવી શકે. ત્યાર પછી અમે એને બનાવવાની તૈયારી શરુ કરી. વૈજ્ઞાનિકોએ ઓટોમાઈજેશન ટેકનીકને ૧૯૫૦માં વિકસિત કરી હતી. તેની હેઠળ પાણીનું દબાણ જેટલું વધશે, એટલી પાણીની બચત કરી શકાશે. અને તે આ સાધનનો આધાર છે.

૪. પ્રોટોટાઈપ કરવામાં લાગ્યા ૬ મહિના. તેનો પહેલો પ્રોટોટાઈપ તૈયાર કરવામાં ૬ મહિનાનો સમય લાગ્યો. તેનું ટેસ્ટીંગ પડોશીઓ પાસે કરાવવામાં આવ્યું પરંતુ વધુ સફળતા ન મળી. લોકોએ તેમાં ઘણા ફેરફાર કરવાના સૂચન કર્યા. થોડા મહિનાઓની મહેનત પછી તેને વધુ સારું બનાવવામાં આવ્યું.

તે તૈયાર કરવામાં ઇન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપના ફાઉંડર રોશન કાર્તિકનું પણ ઘણું યોગદાન રહ્યું. મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસરે સાધન જોયા પછી તેને લોકો સુધી પહોંચાડવાની સલાહ આપી. નબીજા જાબીરની આર્થિક મદદથી સ્ટાર્ટઅપની શરુઆત થઇ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :