જો ઘરના વોશ બેસીન્સ અને નળી થઇ જાય ચોકઅપ, તો આ સરળ રીતે ચપટીઓમાં થઇ જશે સાફ

0
8070

ઘરના વોશ બેસીન્સ અને નળી થઈ ગઈ છે ચોકઅપ, તો આ એકદમ સરળ રીતે કરો તેની સફાઈ

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આપણા દરેકના ઘરમાં રસોડામાં સિંક અને વોશ બેસીન હોય છે, જેના પાઈપ એમાં ગંદકી એકઠી થવાને કારણે થોડા થોડા સમયે જામ થઇ જાય છે. અને એવું થવા પર તેમાં પાણી અટકી જાય છે. જો કે આવું થવું સ્વાભાવિક છે.

પણ સમસ્યા એ આવે છે કે તેના પાઈપમાં કચરો જામેલો રહેવાથી દુર્ગંધ આવવા લાગે છે. અને આ પાઈપને ખોલીને સાફ કરવો એ સમય જરૂરી બની જાય છે, નહિ તો તે ઉભરાય જાય છે અને એમાંથી બધું પાણી આખા રસોડમાં ફેલાય જાય છે. આ કામ ઘણું ગંદકી વાળું હોય છે. જો તમારાથી એ સાફ ન થાય તો પછી તેના માટે કોઈ પ્લમ્બરને બોલાવવો પડે છે.

પરંતુ તેનો એક સરળ ઉપાય પણ છે. અને આજે અમે તમને એક એવા જ સરળ ઘરેલું ઉપાય વિષે જણાવવાના છીએ, જેના ઉપયોગથી તમે ગંદકી ફેલાવ્યા વગર જ વોશ બેસીનના જામ થયેલા પાઈપને સરળતાથી સાફ કરી શકો છો.

ઘર અને રસોડામાં રહેલી સફાઈ કરવા વાળી વસ્તુ એકઠી કરો :

મિત્રો બજારમાં મળતી બંધ નળી ખોલવાની બનાવટને (drain opener) તમે ખરીદવાને બદલે જાતે જ પોતાના ઘરમાં બનાવી શકો છો. જે આજે અમે તમને અહિયાં જણાવવા જઈ રહ્યા છીએ.

સિરકા (વાઈટ કે એપ્પલ સાઈડર વિનેગર white or apple cider vinegar) એક અમ્લીય પદાર્થ છે. જે ફીણવાળી અભીક્રિયા ઉત્પન્ન કરે છે. અને સિરકાની જેમ જ લીંબુનો રસ પણ એસીડીક હોય છે. અને તેની સુગંધ તાજગી પણ આપે છે. તેનાથી રસોડાની સિંક્ની બંધ નળીઓને સાફ કરી શકાય છે.

તેમજ બેકિંગ સોડાનો સામાન્ય રીતે મલ્ટી પર્પઝ સફાઈ કરવાની વસ્તુની જેમ ઉપયોગ કરી શકાય છે. તે પણ ક્ષાર જામેલા પદાર્થને દુર કરવામાં મદદ કરશે. બોરીક્સને સામાન્ય રીતે મલ્ટી-પર્પઝ સફાઈ કરવાની વસ્તુની જેમ ઉપયોગ કરી શકાય છે.

મિત્રો તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને તમારા રસોડાના સિંક અને જામ થયેલા પાઈપ્સ વગેરેની સફાઈ કરી શકો છો. અને એ પણ એક સામાન્ય એવા ખર્ચમાં. કારણ કે આ બધી વસ્તુ સામાન્ય રીતે તમને તમારા ઘરમાં જ મળી જાય છે.

આજે અમે તમને વોશ બેઝીનના જામ પાઈપને સાફ કરવાની જે રીત જણાવવાના છીએ, તેના માટે તમારે ત્રણ વસ્તુની જરૂર પડશે. એમાં પહેલી છે બેકિંગ સોડા, બીજી છે સિરકા અને ત્રીજી છે ગરમ પાણી. આવો અમે તમને હવે આ રીત જણાવીએ જેમાં ખુબ ઓછા સમયમાં તમારો સિંક સાફ થઇ જશે અને દુર્ગંધ પણ દુર થઇ જશે.

આ રીતનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે તમારા ઘરની નળીમાં કે રસોડાની સિંક જે જામી ગયેલી હોય તેમાં અડધો કપ બેકિંગ સોડા નાખવાનો છે. અને આ બેકિંગ સોડાને લગભગ પાંચ મિનીટ માટે રહેવા દઈને નળીની નીચે અડધો કપ સફેદ સિરકા નાખો. બેકિંગ સોડા અને સિરકા રાસાયણિક રીતે જ પ્રતિક્રિયા કરશે. અને ફોમ(ફીણ) બનશે. આ પ્રતિક્રિયા સામાન્ય અને એકદમ સુરક્ષિત છે. ફોમિંગ સંયોજનને ૧૫ મિનીટ સુધી તમારી નળીમાં એમ જ પડી રહેવા દો.

આ પ્રક્રિયા થયા પછી તરત જ તમારા સિંકમાં જામેલો બધો મેલ કપાઈ જશે, અને પાઈપ કે નળીમાં જામેલી બધી ગંદકી, ફૂગ વગેરે કપાઈને નીકળી જશે. આવું તમે રાતના સમય કરશો તો વધારે સારું રહેશે. જેથી આખી રાત આ મિશ્રણ નળીમાં પડી રહે અને બધી ગંદકી ધીમે ધીમે કપાઈ જાય. ત્યારબાદ એને તમે પાણી નાખીને સાફ કરી લો. અને જો ગરમ પાણી નાખો તો વધુ સારું રહેશે. તમે ધારો તો એવું પણ કરી શકો છો કે પહેલા બેકિંગ સોડા નાખો અને પછી સિરકા નાખી દો.

સિંક અને વોશ બેસીનના પાઈપની સફાઈનો આ એક ઘણો જ અસરકારક ઘરેલું ઉપાય છે. આ રીતને તમે ૧૫ દિવસમાં એક વખત અપનાવો અને બંધ પાઈપની સમસ્યા માંથી હંમેશા માટે છુટકારો મેળવો.