જાણો ‘War and Peace’ એટલે કે ‘યુદ્ધ અને શાંતિ’ નવલકથા વિષે, જેને લઈને થઈ છે બબાલ.

0
856

‘વોર એંડ પીસ’ની રચના મહાન રૂસી લેખક લિયો ટોલ્સરોયે કરી હતી. વોર એંડ પીસમાં ટોલ્સરોયે દર્શાવ્યું છે કે કેવી રીતે સામાન્ય લોકોની દેશભક્તિ, સાહસ, વીરતા આગળ યુરોપને હરાવનારા નેપોલિયન અને તેની અજય ગણવામાં આવતી સેનાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

મહાત્મા ગાંધીને દુનિયાના ઇતિહાસમાં એક એવા મહાનાયક માનવામાં આવે છે કે જેની ખ્યાતી એટલી મોટી હતી કે તેણે અમેરિકામાં માર્ટીન લૂથર કિંગ જુનીયરથી લઈને આફ્રિકામાં નેલ્સન મંડેલા સુધીને પ્રભાવિત કર્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે ગાંધી જેવા મહામાનવ જે માણસથી સૌથી વધુ પ્રભાવિત હતા, તેનું નામ લિયો ટોલ્સરોય હતું. હાલના સમયે લિયો ટોલ્સરોયનો એક ગ્રંથ ‘વોર એંડ પીસ’ ઘણો ચર્ચામાં છે.

મુંબઈ હાઈ કોર્ટે બુધવારે ભીમા કોરેગાંવ કેસમાં આરોપી વર્નાન ગોન્જાલીસને પૂછ્યું છે કે તેમણે પોતાના ઘરમાં ‘વોર એંડ પીસ’ સહીત ઘણી આપત્તિજંક વસ્તુઓ પોતાની પાસે કેમ રાખી હતી. મુંબઈ હાઈ કોર્ટે જે ‘વોર એંડ પીસ’ ને આપત્તિજંક વસ્તુ ગણાવી છે, તેને સાહિત્ય નોબલ પુરસ્કાર વિજેતા અંગ્રેજ લેખક ગાલ્સવર્દીએ અત્યાર સુધીમાં રચવામાં આવેલો સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ કહેવામાં આવ્યો હતો.

ફ્રાંસના નોબલ પુરસ્કાર વિજેતા લેખક રોમાં રોલાંએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, આ મહાન કૃતિનું જીવનની જેમ ન તો શરુઆત છે અને ન તો અંત. તે તો શાશ્વત ગતિશીલતામાં સ્વયં જીવન છે. તેમણે તો આ મહાન રચનાને ૧૯મી શતાબ્દીનું ભવ્ય સ્મારક, તેનો આદર્શ માન્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે લેખક પોતાની કૃતિમાં સ્વયં જીવે છે. તે ભલે કેટલું પણ તટસ્થ રહેવાનો પ્રયાસ કરે, પરંતુ તેનું વ્યક્તિત્વ તેની રચનામાં જરૂર પ્રગટ થાય છે. ‘વોર એંડ પીસ’ ને વાંચવાથી પણ તમને તેમાં લિયો ટોલ્સરોયનો પ્રભાવ જોવા મળી શકે છે. લિયો ટોલ્સરોય આમ તો એક શ્રીમંત કુટુંબ સાથે સંબંધ ધરાવતા હતા, પરંતુ જીવનની યુવાવસ્થામાં તેઓએ ભોગ વિલાસ છોડી દીધા હતા.

લિયો ટોલ્સરોય ઉપર બોદ્ધ ધર્મની પ્રત્યક્ષ અસર જોવા મળે છે અને આ અસર તેમની રચનાઓ ઉપર પણ જોવા મળે છે. ‘વોર એંડ પીસ’ માં ટોલ્સરોયે દર્શાવ્યું છે કે કેવી રીતે સાધારણ રૂસી લોકોની દેશભક્તિ, સાહસ, વીરતા આગળ યુરોપને હરાવનારા નેપોલિયન અને તેની અજય ગણવામાં આવતી સેનાને હારનો સામનો કરવો પડ્યો હતો.

૧૮૬૩થી લઈને ૧૮૬૯ સુધી આ ઉપન્યાસ ચાર ભાગમાં લખવામાં આવ્યો, જેમાં ૧૫૦૦થી વધુ પાના છે. લિયો ટોલ્સરોયે જેવી રીતે સેંકડો પાત્રોને એક સાથે સાંચવ્યા છે એ દરેકને આશ્ચર્યચકિત કરી જાય છે. ઘણા લોકો તો એવું માને છે કે આવા પ્રકારની રચના કરવું માણસની ક્ષમતાથી દુર છે. આજના સમયમાં એ પ્રકારની વાત જોર્જ આર આર માર્ટીન દ્વારા લખાયેલા ‘અ સોંગ ઓફ આઈસ એંડ ફાયર’ વિષે કહેવામાં આવે છે. પ્રસિદ્ધ વેબ સીરીઝ ‘ગેમ્સ ઓફ થ્રોન’ તેની ઉપર આધારિત છે.

પોતાની આ મહાન રચનામાં ટોલ્સરોયે જણાવ્યું છે કે યુદ્ધ શરુ તો સત્તા ઉપર સફળ લોકો કરે છે, પરંતુ તેની તમામ સમાજ, જીવના તમામ ક્ષેત્રો અને વર્ગો ઉપર શી અસર પડે છે. તેમણે તેના લખાણની શરુઆત પોતાના લગ્ન પછી કર્યું હતું, આ કામમાં તેમની ૧૬ વર્ષ નાની પત્ની સોફિયા તેમણે મદદ કરતી હતી. રૂસી ભાષામાં તેને ‘બોયના ઈ મીર’ શબ્દ પ્રયોગ સમાજના હીતમાં કર્યો છે, એટલા માટે આ પુસ્તકનું નામ ‘વોર એંડ પીસ’ ને બદલે ‘વોર એંડ સોસાયટી’ હોવું જોઈએ.

કહેવામાં આવે છે કે આજે પણ દુનિયાભરમાં પુસ્તકોના શોખીન તે વાચવા માટે અઠવાડિયાની રજા લે છે. આ ઉપન્યાસમાં ટોલ્સરોયે સત્તા ભૂખ્યાના તે ક્રૂર ચહેરાને દેખાડ્યો છે, જેમાં સત્તા મેળવવા માટે કેવી રીતે માનવતાને ભૂલી જવામાં આવે છે. પરંતુ જયારે તે દબાયેલા કચડાયેલા લોકો ઉભા થાય છે. તો મોટામાં મોટી સત્તા પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી દે છે, પછી ભલે તે યુરોપને જીતવા વાળા નેપોલિયન કેમ ન હોય.

કે. આસિફની પ્રસિદ્ધ મુવી ‘મુગલ-એ-આઝમ’ ના એક સીનમાં સંગ તરાસ કહે છે કે મારા બનાવેલા મુજસ્મે શાહજાદો અને બાદશાહોને પસંદ નથી આવતું કેમ કે તે સત્ય બોલે છે. સંગ તરાસ મેદાન એ જંગમાં પોતાના એક મુજસ્મે તરફ ઈશારો કરતા, એ જણાવે છે કે જંગમાં લાખો લોકોના મૃત્યુ અને એક માણસનો વિજય થાય છે, ટોલ્સરોયે કે.આસિફ દ્વારા ઘણા વર્ષો પહેલા એ વાત પોતાની મહાન કૃતિ ‘વોર એંડ પીસ’ માં જણાવી છે.

રસપ્રદ વાત એ છે કે જજે પોતાની ટીપ્પણીમાં ટોલ્સરોયના પુસ્તક ‘વોર એંડ પીસ’ નું વર્ણન કર્યું, ખાસ કરીને આરોપ પત્રમાં તે પુસ્તક હતું જ નહિ. જેવું જજે ‘વોર એંડ પીસ’નું વર્ણન કર્યું, તે કેસમાં એક વિકીલ યુગ ચોધરીએ ત્યારે કોર્ટને જણાવ્યું કે ‘વોર એંડ પીસ’ જેનું બુધવારે કોર્ટમાં વર્ણન કરવામાં આવ્યું હતું, તે વિશ્વજીત રોય દ્વારા સંપાદિત નિબંધોનો સંગ્રહ અને તેનું શીર્ષક ‘વોર એંડ પીસ ઈં જંગલમહલ: પીપુલ. સ્ટેટ એંડ માંઓઈસ્ટ’ છે. મુગલ-એ-આઝમ મુવીનો એક સીન

આજના સમયમાં જયારે દુનિયા દારુગોળાના ઢગલા ઉપર બેસીને આગ સાથે રમી રહી છે. ભારત-પાકિસ્તાન, અમેરિકા-ઈરાન, અમેરિકા-નોર્થ, કોરિયા, ચીન-ભારત, યમન-સાઉદી અરબ, સાંધી અરબ-ઈરાન, ઈરાક-કતર અને આઈએસઆઈએસ સુધી દરેક તરફ જંગના વાદળો છવાયેલા છે, તેવામાં કદાચ ટોલ્સરોયની ‘વોર એંડ પીસ’ દુનિયાને શાંતિનો એક એવો રસ્તો દેખાડી શકે છે, જ્યાં માનવતા વિવિધતાનો સ્વીકાર કરતા ફેલાઈ શકે છે.

મહાત્મા ગાંધી, માર્ટીન લુથર કિંગ અને જેમ્સ બેવેલના માનસ પિતા લિયો ટોલ્સરોય પોતાની આ રચના પછી એટલા થાકી ગયા હતા કે તેમણે લેખન કાર્ય જ છોડી દીધું હતું. ત્યાર પછી તે પોતાના ગામ જઈને ફરી ખેતી કરવા લાગ્યા હતા. તે દરમિયાન એક વખત તે ટ્રેન દ્વારા ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે તેને ખબર પડી કે એક મહિલાએ ટ્રેનમાં કપાઈને આત્મહત્યા કરી લીધી છે.

ત્યાર પછી તેમણે પોતાની એક મહાન રચના ‘આન્ના કારેનીના’ નું લખવાનું શરુ કર્યું, ગાંધીજીના જીવન ઉપર બુદ્ધની જે અસર પડી છે, તે ટોલ્સરોય દ્વારા જ થઈને તેમના સુધી પહોચે છે, લિયો ટોલ્સરોયના નામ ઉપર જ તેમણે આફ્રિકામાં ‘ટોલ્સરોય ફાર્મ’ની સ્થાપના કરી હતી.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.