જો તમે ફળોના છોડમાં ઉત્પાદન વધારવા માંગો છો તો અપનાવો આ 5 ઉપાય, લાગશે ફળોની લૂમે લૂમ

0
1218

ભારતમાં ફળોની ખેતી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. ભારતના ફળોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. પણ ઘણા ખેડૂતોને એ સમસ્યા નડે છે કે એમના છોડમાં ફળો ઓછા પ્રમાણમાં આવે છે. જેને લીધે એમને જોઈએ એટલી કમાણી થતી નથી. જો તમને પણ આ સમસ્યા થઈ રહી છે, તો હવે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે તમારા છોડ પર ફળોનું ઉત્પાદન વધારી શકશો.

આજના આ લેખમાં આપણે જોઈશું કે ફળના છોડમાં આપણે વધુમાં વધુ ફળ કેવી રીતે મેળવી શકીએ? તો આજનો લેખ આખો વાંચવા વિનંતી, જેથી તમને એના વિષે વધુ જાણકારી મળી શકે.

જો તમે કોઈ ફળવાળો છોડ લેવા જાવ છો તો એ સમયે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું રહેશે, કે બીજથી ઉગાડેલ છોડ ક્યારેય લેવાનો નથી. તમારે એની જગ્યાએ કેટિંગ અથવા ગ્રાફ્ટેડ હોય એવો છોડ લેવો જોઈએ. એનું કારણ જણાવી દઈએ, કે જે પણ ગ્રાફ્ટેડ છોડ હોય છે તે ખુબ જલ્દી ફળ આપવા લાગે છે. બીજું આવે છે ઍરલિવિંગ જે લગભગ બધા છોડ પર થઇ જાય છે. જે છોડની આપણે ઉપરની છાલ કાઢી શકીએ છીએ, તે છોડની આપણે ઍરલિવિંગ કરી શકીએ છીએ.

મિત્રો એના માટે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે, કે છોડ ઍરલિવિંગથી તૈયાર થયેલો હોવો જોઈએ. તમે જયારે પણ છોડ લેવા જાવ ત્યારે વિક્રેતાને એના વિષે પૂછીને તમે છોડ લઇ શકો છો. નર્સરીમાં આને ગુપ્તી વિધિના નામથી ઓળખવામાં આવે છે.

ત્રીજી વાત છોડના રોપણ સાથે જોડાયેલી છે. એના માટે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે, કે તમે જે છોડ ખરીદ્યો છે એને રોપતા પહેલા એક 2 X 2 નો ખાડો ખોદી લો. ખાડો 2 ફૂટ પહોળો અને 2 ફૂટ ઊંડો હોવો જોઈએ. ખાડો ખોદયા પછી જે માટી નીકળે છે તેમાં 40 ટકા છાણનું ખાતર મિક્ષ કરો. કારણ કે જે ફળ વાળા છોડ હોય છે તેને છાણનું ખાતર ખુબ પસંદ હોય છે.

એના માટે તમારે એક વાતનું ધ્યાન રાખવું કે છાણનું ખાતર ઓછામાં ઓછું 2 વર્ષ જૂનું હોવું જોઈએ. તમે જે છોડ લગાવો તેમાં આ ખાતર મિક્ષ કરી દેવું અને તેમાં બીજું કોઈ ખાતર નાખવાની જરૂરત નથી.

અને ચોથી વાત જે તમારે ધ્યાન રાખવાની છે તે એ છે, કે તમે છોડ કઈ જગ્યા મુકો છો. સૌથી વધારે તડકો આવે તેવી જગ્યાએ છોડ લગાવો, જો તમે કુંડામાં છોડ લગાવો છો તો એવી જગ્યાએ લગાડો જેમાં ઓછામાં ઓછા 8 કલાક તડકો આવે. અને જયારે પણ તમે કોઈ છોડ લગાવો છો તેને લગાવીને છોડી ન દો. તેમાં તમે દર 15-20 દિવસે છાણનું ખાતર ઉમેરતા રહો. આનાથી તમારો છોડ સારી રીતે વિકાસ પામશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.