ધનવાન બનવું છે તો ચાણક્યની આ વાતોને જીવનમાં ઉતારી લો, જાણો આજની ચાણક્ય નીતિ.

0
99

ચાણક્ય નીતિ અનુસાર આ વાતો પોતાના જીવનમાં ઉતારશો તો તમે પણ બની શકશો ધનવાન. ચાણક્ય આચાર્ય હોવાની સાથે સાથે એક કુશળ અર્થશાસ્ત્રી પણ હતા. ચાણક્યએ અર્થશાસ્ત્રનો ખૂબ જ ઉંડો અભ્યાસ કર્યો હતો. વ્યક્તિના જીવનમાં પૈસાનું શું મહત્વ છે? તેના વિશે ચાણક્ય ખૂબ જ સારી રીતે જાણતા હતા. ચાણક્યએ લક્ષ્મીજીને ધનની દેવી માન્યા છે.

આચાર્ય ચાણક્યએ પોતાના અભ્યાસ અને અનુભવ પરથી જાણ્યું કે, દરેક વ્યક્તિના મનમાં ધનવાન બનવાની ઇચ્છા હોય છે. આ ઇચ્છાને પુરી કરવા માટે વ્યક્તિ સખ્ત મહેનત કરે છે. પરંતુ કેટલીક વાર મહેનત કર્યા પછી પણ તે ધનવાન બની શકતો નથી. ત્યારે વ્યક્તિ અવસાદ (ડિપ્રેશન) થી પીડાય છે. તે પોતાને નબળો અને નિષ્ફ્ળ અનુભવવા લાગે છે.

ચાણક્યની ચાણક્યનીતિ કહે છે કે, લક્ષ્મીનો આશીર્વાદ તે જ વ્યક્તિને મળે છે જે સાહસી, કર્મશીલ અને કુશળ હોય છે. આ કેટલાક એવા ગુણો છે જે વ્યક્તિને શ્રીમંત બનાવવામાં મદદ કરે છે. તેની સાથે જ ચાણક્યએ કેટલાક એવા ગુણો પણ જણાવ્યા, જેની શક્તિના આધારે વ્યક્તિ લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવી શકે છે. આવો તેના વિષે જાણીએ.

સાહસી અને કુશળ બનો : ચાણક્ય અનુસાર લક્ષ્મીજી તેને જ પોતાના આશીર્વાદ આપે છે, જે સાહસી હોય અને દરેક કાર્યમાં કુશળ હોય. ચાણક્યનું માનીએ તો જો કોઈ વ્યક્તિએ પૈસા કમાવવા માટે સાત સમુદ્ર પાર પણ જવું પડે, તો તેણે તેના માટે તૈયાર રહેવું જોઈએ. આ કામ તેજ કરી શકે છે જેમનામાં સાહસ હોય છે. કારણ કે જોખમ અને સાહસથી ધન પ્રાપ્તિ થાય છે.

ખોટા કામ ટાળો : ચાણક્ય અનુસાર વ્યક્તિએ ખોટા કામોથી દૂર રહેવું જોઈએ. પૈસા ખૂબ જ ચંચળ હોય છે, તેનો સ્વભાવ છે કે તે ક્યાંય લાંબો સમય ટકતા નથી. જે લોકો પૈસા કમાવવા માટે ખોટા રસ્તે ચાલે છે, તેમની પાસે પૈસા લાંબા સમય સુધી રહેતાં નથી. આવી સંપત્તિ વ્યક્તિમાં દુષ્ટતા લાવે છે. તે અનેક પ્રકારની સમસ્યાઓનો જન્મ આપે છે, તણાવ, રોગ અને શત્રુતામાં વધારો કરે છે. તેથી પૈસા કમાવવા માટે હંમેશાં યોગ્ય માર્ગ પસંદ કરવો જરૂરી છે. સાચા માર્ગે ચાલીને કમાયેલ નાણાં વ્યક્તિને સમ્માન અને સંતોષ આપે છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.