ઢગલાબંધ પૈસા મેળવવા માંગો છો? તો આજે જ કરો મીઠા અને લવિંગના આ સરળ ઉપાય

0
7202

આજના મોંઘવારીના જમાનામાં દરેક વ્યક્તિએ જીવન નિર્વાહ કરવા માટે સૌથી વધારે જેની જરૂરી પડતી હોય છે એ છે પૈસા. અને લોકો પૈસા કમાય પણ છે, પણ ઘણા લોકો માત્ર પોતાની દૈનિક જરૂરિયાતો પુરી થાય એટલું જ કમાઈ શકે છે. અને દૈનિક જરૂરિયાતો ઉપરાંત જો તેઓ કોઈ બીજા સપના પુરા કરવા માંગે છે, તો તેમણે વધારે પૈસા કમાવાની જરૂર પડે છે. જો કે એટલું સરળ નથી. કેમ કે આજના સમયમાં પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટેની ઈચ્છા જ મુશ્કેલ છે. તો તે બધા સાથે વધારાની જરૂરિયાતો પૂરી કરવી વધારે મુશ્કેલ છે.

એ વાત સ્વાભાવિક છે કે જો કોઈ વ્યક્તિ પાસે પૈસાની કમી હોય તો તેની નાની નાની ઈચ્છાઓ અધુરી રહી જાય છે. હવે વ્યક્તિ નોકરી તો પૈસા કમાવા માટે જ કરે છે, પણ એના કમાયેલા પૈસા પાણીની જેમ વહી જાય છે, કે પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઇ જાય છે. અંતમાં લોકો એજ વિચારતા રહી જાય છે કે, એવું શું કરવામાં આવે કે પૈસા બચાવી શકાય અને આર્થીક સ્થિતિમાં સુધારો આવે?

તો જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલા થોડા સરળ અને સહેલા ઉપાય કરવાથી તમે ધન, ગરીબી અને આરોગ્ય સંબંધી ઘણી તકલીફોનું સમાધાન કરી શકો છો. પણ એ કઈ રીતે? તો આવો તમને જણાવીએ.

દરેક ઘરમાં મીઠાનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. જે રીતે મીઠા વગરનું ખાવાનું સ્વાદ વગરનું લાગે છે, એવી જ રીતે જીવનમાં પણ થોડી નાની મોટી સમસ્યાઓ ઉભી થાય છે, ત્યારે આપણું જીવન નીરસ લાગે છે. આપણે એ ગડમથલમાં ગૂંચવાઈ રહીએ છીએ કે છેવટે કેવી રીતે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ.

તો જણાવી દઈએ કે મીઠું તમારા જીવનને નીરસ માંથી રસપ્રદ બનાવી શકે છે. મીઠામાં એવી અદ્દભુત શક્તિ હોય છે, કે તે ઘર માંથી નકારાત્મકતાને દુર કરી સકારાત્મકતાનો સંચાર કરે છે. મીઠાનો પ્રયોગ આર્થિક સમસ્યાઓ દુર કરવા, રોગ મુક્ત થવા, નજર ઉતારવા વગેરેમાં કરવામાં આવે છે, અને આવું આજકાલથી નહિ પણ વર્ષો પહેલાથી કરવામાં આવે છે. આજે અમે તમને મીઠા સાથે જોડાયેલો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે ધન પ્રાપ્તિના તમામ રસ્તા જાતે જ ખોલી નાખશે. તો આવો જાણીએ તે ઉપાય વિષે.

આવી રીતે કરો આ ઉપાયને :

આ ઉપાય માટે તમારે વધુ કાંઈ જ નથી કરવાનું, માત્ર મીઠું અને લવિંગ લેવાનું છે. કારણ કે મીઠા અને લવિંગનો આ સચોટ ઉપાય ઘણો અસરકારક છે. તો આ ઉપાય કરવાં માટે તમે સૌથી પહેલા તો સાચા મનથી ભગવાનનું ધ્યાન ધરો. ત્યારબાદ એક કાળા કપડામાં મીઠું, લવિંગ અને કાળા મરી લઈને કાળા દોરાથી પોટલી બાંધી લો.

પછી આ પોટલીને ભગવાનનું ધ્યાન ધરતા ધરતા આખા ઘરમાં ફેરવો. અને એ સમયે ધ્યાન રહે કે તમારે તેને ટોયલેટ અને બાથરૂમમાં લઈને જવાનું નથી. પછી એ પોટલીને ઘરના મુખ્ય દરવાજા ઉપર અંદરની તરફ બાંધી દો.

બીજી એક વાતનું ધ્યાન રહે કે આ ઉપાયને કરતી વખતે તમારે કોઈ સાથે વાત કરવાની નથી. તેમજ આ પોટલી તમે એવી રીતે બાંધો જેથી તે અંદરની તરફ લટકતી રહે. તે કર્યા પછી તમે જોશો કે એક મહિનાની અંદર જ જ તમારી ધન સંબંધી તમામ સમસ્યાઓ દુર થઇ જશે.

બરકત લાવે મીઠું :

તમારા ઘરમાં ધનનું આગમન જાળવી રાખવા માટે બીજો ઉપાય પણ છે. આ ઉપાય કરવાં માટે તમે કાચના એક વાસણમાં મીઠું ભરો અને તેમાં ૭ લવિંગ મૂકી દો. આ વાસણને ઘરના કોઈ સુરક્ષિત ખૂણામાં મૂકી દો. અને તેને ઘરના કોઈ એક ખૂણામાં રાખો જ્યાં અજાણ્યાનું ધ્યાન ન પડે. આ ઉપાયથી ઘરમાં બરકત જળવાયેલી રહેશે, અને ધનની આવક જળવાઈ રહેશે. તમને ક્યારેય ધનની કમી નહિ રહે. પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ મીઠાનો ઉપયોગ પાછળથી તમારે ખાવામાં નથી કરવાનો.