હનુમાન મંદિરના પગથીયાઓ ચઢ઼તા જ બોલવાનું શરુ કરી નાખો આ મંત્ર, દરેક સંકટ થશે દૂર.

0
2517

સંકટ એક એવી વસ્તુ છે જે ક્યારે, ક્યા રૂપમાં અને કોની ઉપર આવી જાય એના વિષે કંઈ કહી નથી શકાતું. દરેક માણસ કોઈ ને કોઈ વાતથી દુ:ખી રહે છે. આમ તો અમુક લોકોના જીવનમાં આવેલું સંકટ એટલું મોટું હોય છે કે, તે તેને સહન નથી કરી શકતા. ઘણી બાબતમાં તો તમારા જીવનમાં આવેલી આ તકલીફો એવી તમારી સાથે એવી ચોંટી જાય છે કે, નીકળવાનું નામ જ નથી લેતી. આ સ્થિતિમાં દરેકનો બસ એવો પ્રયત્ન હોય છે કે, કોઈપણ રીતે આ સંકટને દુર કરવામાં આવે.

આ બાતમાં ભગવાન આપણી ઘણી મદદ કરે છે. હનુમાનજીને સંકટ હરવા વાળા દેવતા તરીકે ઓળખાય છે. એટલે તેમને સંકટમોચન નામથી પણ ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, જે પણ વ્યક્તિ હનુમાનજીની સાચા મનથી ભક્તિ કરે છે, અને તેને પ્રસન્ન કરવામાં સફળ થાય છે, તેમના જીવનમાં ક્યારે પણ કોઈ તકલીફ કે દુઃખ નથી આવતા.

તમે લોકોએ પણ ઘણી વખત બજરંગબલીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો હશે. હનુમાનજીને ખુશ કરવા સંબંધી ઘણા ઉપાય પણ વાંચ્યા કે અજમાવ્યા હશે. આ કડીમાં આજે અમે તમને એક એવા સ્પેશ્યલ ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે અજમાવ્યા પછી તમારી ઉપર આવી રહેલા સંકટ જલ્દી દુર થશે. આ વિશેષ ઉપાય માટે તમારે હનુમાન મંદિરમાં જવું પડશે.

આ ઉપાય તમે મંગળવારે કે શનિવારના દિવસે જ કરો. આ બન્ને દિવસો બજરંગબલીના માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે તમને વધુ લાભ મળશે. આ ઉપાય હેઠળ તમારે મંદિરની સીડીઓ ચડતા જ હનુમાન મંત્રોનો જાપ શરુ કરવો પડશે. આ બધા મંત્રોને પણ એક ખાસ સમય અને સ્થાન ઉપર જ બોલવામાં આવે છે. તો આવો આ ઉપાયને વિસ્તારથી જાણી લઈએ.

તમે જેવા જ હનુમાન મંદિરના પગથીયા ઉપર પહેલું પગલું મુકવાના હોવ, ત્યારે સૌથી પહેલા તે પગથીયાને હાથથી સ્પર્શી એનાથી માથાને સ્પર્શ કરો. અને મંદિરના પગથીયા ઉપર પહેલું પગલું મુક્ત જ આ મંત્ર બોલો – ॐ तेजसे नम:. ત્યાર બાદ મંદિરની અંદર જાવ અને હનુમાનજી સામે હાથ જોડી આ મંત્ર બોલો – ॐ प्रसन्नात्मने नम:. હવે હનુમાનજીની સામે જમીન ઉપર માથું ટેકો અને ॐ शूराय नम: મંત્રનું ઉચ્ચારણ કરો.

ત્યાર બાદ હનુમાનજીને તમારા સંકટ વિષે જણાવો, અને પ્રસાદી ચડાવી ॐ शान्ताय नम: મંત્રનું ઉચ્ચારણ કરો. હવે હનુમાનજીની પરિક્રમા કરવાંનું શરુ કરો અને ॐ मारुतात्मजाय नमः મંત્રનો જાપ કરો. સાત પરિક્રમા કર્યા પછી છેલ્લે એક વખત ફરી બજરંગબલીને હાથ જોડીને નમન કરો અને આ મંત્રના ઉચ્ચારણ કરો – ऊं हं हनुमते नम:.

જો તમે આ તમામ ૬ મંત્રોના જાપ અમે જણાવ્યા મુજબ કરશો, તો તમારા જીવનમાં ચાલી રહેલી તકલીફ જલ્દી જ દુર થઇ જશે. આ ઉપાયને વધુ શક્તિશાળી બનાવવા માટે તમે મંદિરમાં નારંગી રંગના કપડા પહેરીને જાવ. સાથે જ મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ પણ કરો. તમે ધારો તો આ દિવસે બજરંગબલીનો ઉપવાસ પણ રાખી શકો છો. આવી રીતે તમે ઘણું સરળતાથી તમારા જીવનમાંથી દુઃખોને દુર કરી શકો છો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.