ઠંડા મગજથી વિચારીને જવાબ આપજો, પગ નથી પણ ચાલે છે, બધાના ઘરમાં રહે છે, જણાવો એ કોણ છે?

0
971

પગ નથી તો પણ ચાલે છે, બધાના ઘરમાં રહે છે, જણાવો એ કોણ છે? ઠંડા મગજથી વિચારો IAS ઇન્ટરવ્યૂમાં પુછાતા આ સવાલોના જવાબ.

મિત્રો, આવતા મહિને 4 ઓક્ટોબરે યુપીએસસીની પ્રારંભિક પરીક્ષા છે. લાખો કેન્ડિડેટ આ પરીક્ષામાં શામેલ થવાના છે. આ પરીક્ષાના દરેક ચરણ ઘણા મુશ્કેલ હોય છે. લેખિત પરીક્ષા પછી ઇન્ટરવ્યૂમાં પણ સારા-સારા ધુરંધર સફળતા મેળવી શકતા નથી. ઇન્ટરવ્યૂના સવાલ ઘણા મુશ્કેલ અને મગજને મૂંઝવણમાં મૂકી દે એવા હોય છે. એટલા માટે અમે આઈએએસ ઇન્ટરવ્યૂમાં પૂછાય એવા અમુક પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ, જે ઘણા ટ્રિકી હોવાની સાથે સાથે મજેદાર પણ છે. તેને જાણીને તમને મજા પણ આવશે અને તમને ઉપયોગી થાય એવી જાણકારી પણ મળશે.

આ ટ્રિકી સવાલ મોટાભાગે ઇન્ટરવ્યૂમાં તમારા મગજની ક્ષમતા તપાસવા માટે પણ પૂછવામાં આવે છે. યુપીએસસી ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોનું આઈક્યુ ચેક કરવા માટે ઘણી વાર ટ્રિકી સવાલ પૂછવામાં આવે છે. તમારે પોતાના જનરલ નોલેજને વધારે મજબૂત કરવા માટે આ સવાલો વિષે જરૂર જાણવું જોઈએ.

પ્રશ્ન 1 : લોટાને ઈંગ્લીશમાં શું કહે છે?

જવાબ 1 : મેટલ પોટ.

પ્રશ્ન 2 : મનુષ્ય 24 કલાકમાં કેટલી વાર શ્વાસ લે છે?

જવાબ 2 : 17 થી 30 હજાર વાર.

પ્રશ્ન 3 : તે શું છે જેને કોર્ટ કચેરી અથવા પોલીસ સ્ટેશન હોય, દરેક જગ્યાએ ખાવામાં આવે છે?

જવાબ 3 : કસમ.

પ્રશ્ન 4 : તે મનુષ્ય જેની ક્યાંય પણ, કોઈ ટિકિટ નથી લેતું?

જવાબ 4 : નવજાત શિશુ.

પ્રશ્ન 5 : તે કયું જીવ છે જે ભૂખ લાગવા પર કાંકરા, પથ્થર પણ ખાઈ શકે છે?

જવાબ 5 : શાહમૃગ.

પ્રશ્ન 6 : ઝાડ પર લાગતું સૌથી મોટું ફળ કયું છે?

જવાબ 6 : ફણસ.

પ્રશ્ન 7 : કયા પ્રાણીએ ક્યારેય પોતાની માં ને નથી જોઈ?

જવાબ 7 : વીંછી, કારણ કે માદા વીંછી બાળકને જન્મ આપ્યા પછી મરી જાય છે. એવું એટલા માટે કારણ કે, તેના બચ્ચાં પેદા થયા પછી તેને જ ખાય જાય છે. માદા વીંછી તેના બચ્ચાંના ખોરાક માટે પોતાની જાતને જ પીરસી દે છે, તેના બચ્ચાં તેની પીઠ પર બેસીને ધીરે ધીરે તેને ખાઈ જાય છે.

પ્રશ્ન 8 : પગ નથી પણ ચાલે છે, બધાના ઘરોમાં રહે છે, જણાવો એ કોણ છે?

જવાબ 8 : ઘડિયાળ, તે પગ વગર ચાલે છે અને બધાના ઘરોમાં મળી આવે છે.

પ્રશ્ન 9 : કયા પ્રાણીને અરીસામાં જોવાથી બીક લાગે છે?

જવાબ 9 : ભૂંડ.

પ્રશ્ન 10 : એવું કયું ઝાડ છે, જેના પર આપણે ક્યારેય ચડી નથી શકતા?

જવાબ 10 : કેળાનું ઝાડ.

આ માહિતી એશિયનનેટ ન્યુજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.