જો તમને પણ પગમાં પડે છે વાઢીયા, જે ચાલવા પણ નથી દેતા, તો આ રીતે કરો તેનો ઈલાજ.

0
587

ઘણા લોકોને પગમાં વાઢીયાની સમસ્યા થાય છે. જો સમય રહેતા તેની કાળજી ન લેવામાં આવે તો તે ધીરે ધીરે વધે છે, અને એક સમય એવો પણ આવે છે કે વ્યક્તિને ચાલવામાં પણ સમસ્યા થવા લાગે છે. આજના આ લેખમાં અમે તમારા માટે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના કેટલા ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ વાઢીયાના ઘરેલુ ઉપાયો વિષે.

તેના પર કોકમનું ઘી સવાર – સાંજ લગાવવાથી પણ ઘણો ફાયદો થશે.

વડલાનો છીળ લગાડો તે પણ અક્સિર ઉપાય છે.

નિયમિત રીતે વડનું દૂધ લગાવવાથી પગના ચીરા અને વાઢીયાની સમસ્યામાં ફાયદો થાય છે.

કોકમના ઘી માં હળદર, એરંડિયું, તીખું સરસિયાનું તેલ ઘૂંટીને પેસ્ટ બનાવવી. રોજ ગરમ પાણીથી પગ સાફ કરીને તે પેસ્ટ લગાવવી અને ઉપર મોજા પહેરી લેવા ખુબજ રાહત થશે.

તમે ઘઉંના લોટ અને દૂધમાંથી બનાવેલી પેસ્ટ પણ લગાવી શકો છો. તેનાથી પગ મુલાયમ રહેશે અને વાઢીયાની સમસ્યા નહીં થાય.

દિવસમાં બે વાર વ્હાઇટ પેટ્રોલિયમ જેલી લગાવવી તેનાથી પણ ફાયદો થશે.

તે સિવાય ગુલાબજળ, લીંબુનો રસ અને દીવેલને 1-1 ચમચીની માત્રામાં લઈને બરાબર મિક્ષ કરીને મિશ્રણ તૈયાર કરો. રોજ રાતે ફાટેલી એડી પર એકવાર આ મિશ્રણથી માલિશ કરો, અને પછી મોજા પહેરીને સૂઈ જાઓ. આ ઉપાયથી ઘણો ફાયદો થશે.

દુધની મલાઈ પણ લગાવી શકાય.

પાકા કેળા હોય તેને બરાબર મસળીને વાઢિયાવાળા ભાગ પર 15 મિનિટ મસાજ કરી પગ ધોઇ લેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા સારાં થવામાં મદદ મળે છે.

તુલસી, હળદર અને એલોવેરાને સરખા પ્રમાણમાં લઈને તેનો લેપ બનાવી ફાટેલી એડી પર લગાવો. તેનાથી ખુબ જલદી વાઢીયા અને ચીરાની સમસ્યાથી રાહત મળશે.

અન્ય એક ઉપાય તરીકે કોઈપણ ક્રિમ કે મોઈશ્ચરાઈઝરની સાથે ટૂથપેસ્ટ મિક્ષ કરીને હળવા હાથે મસાજ કરો, તમે જાતે જ ફરક અનુભવશો.

એક નાની ચમચી બોરિક પાઉડર અને દોઢ ચમચી વેસેલિન મિક્સ કરીને તેને વાઢિયા અને ચીરા પર સારી રીતે લગાવો. થોડા જ દિવસોમાં પગની પાની પરના ચીરા રૂઝાઈ જશે.

કડવા લીમડાની લીંબોળી દીવેલમાં નીચોવીને તેને ખુબ હલાવી એકરસ કરી મિશ્રણ તૈયાર કરો. તેને પગના વાઢીયા અને ચીરા પર લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે.

1 ચમચી ઘી અને મીણ લઇ તેને ગરમ કરો. પછી તેનું એક-એક ટીપું રૂ ના પૂમડાં દ્વારા એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં થોડીક બળતરા થશે, પણ વાઢિયા અને ચીરા પડવાની સમસ્યામાં આ એક અક્સિર ઉપાય છે.

સવારમાં ઉઠીને 5 ગ્લાસ નવશેકું પાણી પીવું. બાદમાં આખો દિવસ પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. વાઢિયા એ શરીરમાં પાણીની ઉણપનું પરિણામ છે.

દરરોજ ગાયના ગોબરમાં 10-15 મિનિટ પગ રાખવા, ગોબર વધારે લેવું પગ બુડે એવું. 15 દિવસ આવું કરી જુઓ ફરક જોવા મળશે.

કોઈ પણ ઉપાય કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લેવી.