આ વ્યક્તિ ગર્લ્સ કોલેજ સામે કરી રહ્યો હતો ગંદી હરકત, મહિલા પોલીસે 33 સેકન્ડમાં 26 વખત બુટ માર્યા

0
597

હૈદરાબાદ અને ઉન્નાવની ઘટનાઓ પછી કાનપુર જિલ્લામાં એંટી રોમિયો ટીમ સક્રિય થઈ ગઈ છે. એંટી રોમિયો સ્ક્વોર્ડે મંગળવારની સવારે કાનપુર જિલ્લાના બિઠૂર વિસ્તારમાં ગર્લ્સ કોલેજની પાસે વિદ્યાર્થીનીઓની છેડતી કરતા એક લફંગાને પકડી પાડ્યો હતો. પછી તે લફંગાને બિઠૂર પોલીસ સ્ટેશનની એંટી રોમિયો ટીમની મહિલા કોન્સટેબલે પાઠ ભણાવ્યો.

મહિલા પોલીસે તે લફંગા પર બરાબર જૂતાનો વરસાદ કર્યો. મહિલા પોલીસ દ્વારા લફંગાની ધોલાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. જેમાં મહિલા પોલીસે 33 સેકન્ડમાં પેલા લફંગાને 26 વખત બુટ માર્યા. આ ઘટનાનો વિડીયો ઘણો વાયરલ થયો છે જે લેખના અંતમાં મુકવામાં આવ્યો છે. તે આરોપી પર કલમ 294 અંતર્ગત કાર્યવાહી થઈ છે.

બિઠૂર વિસ્તારમાં ગર્લ્સ હોસ્ટેલની આસપાસ આ દિવસોમાં રોમિયોગીરી કરતા લોકોનો ખુબ આતંક છે. આ સંબંધમાં ઘણી વાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી ચુકી છે. સતત મળી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને મંગળવારે પોલીસ ગર્લ્સ કોલેજની આસપાસ સક્રિય હતી.

ત્યારે બિઠૂર ક્ષેત્રનો રહેવાસી એક લફંગો ત્યાંથી નીકળી રહેલી વિદ્યાર્થીનીઓ પર અભદ્ર કમેન્ટ કરી રહ્યો હતો. આ જોઈને ત્યાં પહેલાથી હાજર એંટી રોમિયો ટીમે લફંગાને દબોચી લીધો. કોન્સ્ટેબલ ચંચલ ચૌરસિયાએ વિદ્યાર્થીનીઓની સામે જ એને પાઠ ભણાવ્યો.

આરોપીને વિદ્યાર્થીનીઓ સામે હાથ જોડીને માફી પણ માંગવા માટે કહેવામાં આવ્યું. બિઠૂર સ્ટેશનના વડાએ આ સંબંધમાં જાણકારી આપતા જણાવ્યું કે, એક લફંગાને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. એની વિરુદ્ધ ધારા 294 અંતર્ગત મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે.

જુઓ વિડીયો :

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.