વ્યક્તિને સતત આવી રહી હતી ઉધરસ, નાક અને ગળામાંથી નીકળી એવી વસ્તુ કે ડોક્ટર પણ દંગ રહી ગયા

0
777

બીમારી કોઈને જણાવીને નથી આવતી. તેને જયારે મન થાય ત્યારે અણગમતા મહેમાનના રૂપમાં આપણા શરીરમાં કબ્જો કરી લે છે. શરદી, ખાંસી અને તાવ આ તો ઘરની બીમારીઓ થઈ ગઈ છે, જેનાથી કદાચ જ કોઈ બચ્યું હોય. પણ અમુક બીમારીઓ થોડી હાઈફાઈ પણ હોય છે, જેના વિષે તમે સપનામાં પણ વિચારી નથી શકતા. એવો જ કિસ્સો ચીનમાં જોવા મળ્યો.

હાલમાં આવેલા એ સમાચાર તો તમે સાંભળ્યા હશે, જેમાં એક વંદાએ એક વ્યક્તિના કાનમાં પોતાનો પરિવાર વસાવી લીધો હતો. સમાચાર ફરી એવા જ છે બસ વંદાની જગ્યાએ લીચે(Leech, જળો) પોતાનું ઘર વસાવી લીધું છે. હકીકતમાં, ચીનના એક વ્યક્તિ પોતાની ખાંસીને લઈને ઘણો પરેશાન હતો. પહેલા તો એને લાગ્યું કે આ નોર્મલ ખાંસી છે, જે બે થી ત્રણ દિવસમાં સારી થઈ જશે. પણ વાત ત્યારે વધી ગઈ જયારે તેના ખાંસી ખાવા પર લોહી આવવા લાગ્યું. તે વ્યક્તિ ડોક્ટર પાસે ગયો અને એને સીટી સ્કેન કરવાની સલાહ આપી.

સીટી સ્કેનમાં ડોક્ટરને કાંઈ ખબર પડી નથી, એ પછી એમણે એંડોસ્કોપીની એક ટેક્નિક બ્રોકોસ્કોપી ટેસ્ટ કર્યો. આ ટેસ્ટમાં ડોક્ટરોને એક ચોંકાવનારું સત્ય જાણવા મળ્યું. ટેસ્ટ દરમિયાન ડોક્ટરોએ જોયું કે વ્યક્તિના નાકમાં 2 લીચ એટલે કે જોંક રહી રહ્યાં છે.

આ બીમારીને જડથી ખતમ કરવા માટે વ્યક્તિએ ફુજિયાનના લોન્ગયાનમાં આવેલ વુપિંગ કાઉન્ટી હોસ્પિટલ (Wuping County Hospital) ,આ જવાનો નિર્ણય લીધો. હોસ્પિટલમાં ડોક્ટરને ખબર પડી કે વ્યકતિને જમણા નાકમાં એક લીચ રહી રહ્યું છે, અને બીજું લીચ 3 સેંટિમીટર અંદર ગ્લોટિસમાં રહી રહ્યું છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ગ્લોટિસ વોકલ કોર્ડ્સની વચ્ચેનો ભાગ હોય છે.

આ લીચને બહાર કાઢતા સમયે ડોક્ટરે પહેલા દર્દીને બેભાન કરવાની દવા આપી અને ચીપિયા વડે એને બહાર કાઢ્યા. ડોક્ટરોનું માનવું છે કે, જંગલમાં કામ કરવાવાળા આ વ્યક્તિએ પહાડોમાંથી આવતા પાણીને પિતા સમયે અનુભવ કર્યા વગર આ લીચને પાણી સાથે મોમાં નાખ્યા હશે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.