આ વ્યક્તિ બની ગયો એક જ ઝટકામાં કરોડપતિ, મળ્યા એટલા પૈસા કે બની ગયો સેલિબ્રિટીઓ કરતા અમીર

0
494

ક્હેવાય છે કે, કિસ્મતનો સિક્કો ચાલી જાય છે, તો માણસ રાતોરાત એક ઝાટકે અમીર બની જાય છે. એવું જ કાંઈક થયું બ્રિટનમાં રહેવાવાળા એક વ્યક્તિ સાથે. તેના નસીબ એવા ચમક્યા કે તે રાતોરાત 381 કરોડનો માલિક બની ગયો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ વ્યક્તિએ આ પૈસા બ્રિટનની નેશનલ લોટરીમાંથી જીત્યા હતા અને આ રકમ જીત્યા પછી તે ઘણા સેલિબ્રિટીઓથી વધારે અમીર થઈ ગયો છે. આ વર્ષે EuroMillions જેકપોટ જીતવા વાળા તે સાતમા વ્યક્તિ બની ગયા છે. બ્રિટનની લોટરીના નિયમો અનુસાર જીતવા વાળો વ્યક્તિ પોતાની ઓળખ ગુપ્ત રાખી શકે છે.

ડેલી મેલમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, આ વખતે અરબપતિ બનવાવાળા વ્યક્તિની લોટરીની ટિકિટનો નંબર VRTL46314 હતો. આ જગ્યા પર સૌથી વધારે રૂપિયા જીતવાનો રેકોર્ડ 1585 કરોડનો છે, અને આ રકમ તે વ્યક્તિએ ઓક્ટોબર 2019 માં જીતી હતી.

મીડિયામાં આવેલા સમાચારો અનુસાર બ્રિટનની નેશનલ લોટરી તરફથી સમય સમય પર અલગ અલગ સ્કીમ લોન્ચ કરવામાં આવે છે. તેમજ અમુક અઠવાડિયા પહેલા બ્રિટનના રહેવા વાળા કપલ સ્ટીવ થોમ્પશન અને લંકાએ 979 કરોડ રૂપિયા જીત્યા હતા.

ઓગસ્ટ 2019 માં એક વ્યક્તિને અનોખી લોટરી લાગી હતી. લોટરી સેટ ફોર લાઈફ સ્કીમમાં યુવા ડીન વીમેસ વિજેતા બન્યા હતા. એ પછી તે દર મહિને નેશનલ લોટરી તરફથી 8.6 લાખ રૂપિયા મેળવવાના હકદાર થઈ ગયા હતા.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.