વૃંદાવનમાં પણ ભરાય છે કુંભ મેળો? જાણો તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો

0
44

જાણો ‘મિની કુંભ’ શું છે અને ક્યાં ભરાય છે, ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે તેની માન્યતા.

કુંભ મેળાનું આયોજન પ્રાચીન કાળથી જ થતું આવે છે. હિંદુ ધર્મમાં કુંભ મેળા અને કુંભ સ્નાનને ઘણું મહત્વ પણ આપવામાં આવે છે. દર વર્ષે લોકો દુર દુરથી કુંભ મેળામાં સ્નાન કરવા પહોચે છે. આપણામાંથી મોટાભાગના લોકોને એ વાતની તો ખબર જશે કે, કુંભ મેળાનું આયોજન 4 સ્થળો ઉપર થાય છે હરિદ્વાર, પ્રયાગ, નાસિક અને ઉજ્જેન. આમ તો તમને કદાચ એ જાણીને થોડી અચરજ પણ થાય કે કુંભ મેળો વૃંદાવનમાં પણ આયોજિત થાય છે. તેને ‘મીની કુંભ’ના નામથી ઓળખીએ છીએ.

ખુબ જ ભવ્ય ઘણો સુંદર અને આ સ્થાન પ્રતિક કુંભ મેળાની ભવ્યતા સમજવી ત્યારે સરળ રહે છે જયારે એક માણસ પ્રત્યક્ષ રીતે તે મેળામાં રહ્યા હોય. આ વર્ષે વૃંદાવન કુંભ 16 ફેબ્રુઆરી, 2021થી શરુ થવા જઈ રહ્યો છે. આ આયોજન 25 માર્ચ 2021 સુધી ચાલશે. વૃંદાવનમાં થનારા કુંભ પર્વને કુંભ કે વૈષ્ણવ કુંભના નામથી ઓળખવામાં આવે છે. જ્યાં સંત સમાજ મુજબ વૃંદાવનનો આ કુંભ મેળો લગભગ 500 વર્ષ જુનો બતાવવામાં આવે છે, સાધુ સમાજ તેને લગભગ 5000 વર્ષ જુનો માને છે.

માન્યતા મુજબ જયારે ભગવાન શ્રી કૃષ્ણએ યમુના નદીના કાંઠે બાળ ક્રીડા કરી ત્યારથી કૃષ્ણ ભક્તિ શાખાના સંતો માટે આ સ્થળ ઘણું જ પવિત્ર અને ખાસ બની ગયું. ત્યારથી તે યમુના નદીના જળને ચરણામૃતની જેમ પૂજે છે અને યમુના સ્નાન પણ કુંભ સ્નાન જેટલું મહત્વ અને પવિત્ર માનવામાં આવે છે. ભાગવત કથામાં વૃંદાવનને કુંભનું વર્ણન મળે છે. કહેવામાં આવે છે કે, સમુદ્ર મંથન પછી જયારે અમૃત કળશ લઈને વરુણજી સૌથી પહેલા વૃંદાવન આવ્યા અને કદમના વૃક્ષ ઉપર બેઠા ત્યારે અમૃતના થોડા ટીપા વૃક્ષ ઉપર પડી ગયા હતા. તે ઉપરાંત માનવામાં આવે છે કે, વૃંદાવનમાં જે સ્થળ કુંભ મેળો ભરાય છે ત્યાં પહેલા એક કુંડ હતો. જેમાં કાળિયા નામનો નાગ રહેતો હતો. આ નાગના વિષથી કુંડની આસપાસ તમામ ઝાડ સુકાઈ ગયા અને પશુ પક્ષી મરી ગયા. ત્યારે શ્રી કૃષ્ણએ એ કુંડમાં છલાંગ લગાવી, જેથી એ કુંડને અમૃત તત્વ પ્રાપ્ત થયું અને ત્યારથી અહિયાં વૃંદાવનમાં કુંભ ભરાવાની પરંપરાની શરુઆત થઇ.

તો આવો જાણવાનો પ્રયત્ન કરીએ કુંભ મેળા સાથે જોડાયેલી થોડી રોચક અને નવાઈ પમાડે તેવી વાતો.
કુંભ મેળામાં દર વર્ષે ન માત્ર સાધુ, સંત અને અખાડા પરંતુ સામાન્ય લોકો સાથે સાથે મોટા પ્રમાણમાં વિદેશી લોકો પણ આવે છે.

કુંભ મેળાનું સૌથી મોટું આકર્ષણ હોય છે સાધુ-સંતોના 13 અખાડા. આમ તો તેમાં હવે બે અખાડા બીજા સામેલ થઇ ગયા છે.

કુંભ મેળાને દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળાની માન્યતા મળી છે. તે દેશ અને દુનિયાનો કદાચ એકમાત્ર એવો મેળો હશે, જેમાં ન માત્ર દેશના પરંતુ વિદેશી ભક્તોની સંખ્યા પણ નવાઈ પમાડે તેવી હોય છે.

કુંભ મેળા દરમિયાન પ્રયાગરાજના સંગમ તટથી લઈને ઘણા 100 કિલોમીટર દુર સુધી ભક્ત પોતે રહેવા માટે ટેન્ટનું આયોજન કરે છે. જોવામાં આ દ્રશ્ય એવું પતિત થાય છે જેમ કે તે પોતાની રીતે એક નાનું શહેર છે.

કુંભ સ્નાન વિષે એવી માન્યતા છે કે, તેમાં સ્નાન કરવાથી ન માત્ર માણસના પાપ દુર થાય છે પરંતુ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પ્રત્યેક કુંભ મેળાનું પહેલું સ્થાન સાધુ સન્યાસી કરે છે અને ત્યાર પછી જ સામાન્ય લોકોને સ્નાન કરવાની મંજુરી મળે છે.

કુંભ મેળાને યુનેસ્કોની માનવતાની અમૂર્ત સંસ્કૃતિ વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ પણ કરવામાં આવી ચુક્યો છે. તે ઉપરાંત કુંભ મેળામાં લોકોને મોટા પ્રમાણમાં રોજગારી પણ મળે છે. એક આંકડા મુજબ વાત કરીએ તો, વર્ષ 2013માં ઇલાહાબાદમાં થયેલા કુંભ મેળા દરમિયાન લગભગ 6,50,000 લોકોને રોજગારી મળી હતી.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.