વ્રજના આ શિવ મંદિરોની શ્રાવણ મહિનામાં કરી લો યાત્રા, મળશે વિશેષ લાભ, થશે પુણ્યની પ્રાપ્તિ

0
725

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાને ઘણો જ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીના તીર્થ સ્થળોના દર્શન કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ મહિનામાં બધા લોકો ભગવાન શિવજીને ખુશ કરવા માટે જાત જાતના ઉપાય કરે છે, અને તેમનો જળાભિષેક કરીને તેમના જીવનની તકલીફોમાંથી છુટકારો પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે.

શ્રાવણ મહિનામાં મંદિરોની અંદર ભક્તોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે. શિવ ભક્ત ભગવાન શિવજીનો જલાભિષેક કરીને મનની ઈચ્છા મુજબ ફળની પ્રાપ્તિ કરે છે. આજે અમે તમને ભગવાન શિવજીના થોડા એવા મંદિર વિષે જાણકારી આપવાના છીએ, જેની યાત્રા જો તમે શ્રાવણ મહિનામાં કરો છો તો તેનાથી તમને લાભ મળશે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.

પુરાણોમાં પણ મથુરા વૃંદાવનના તમામ તીર્થ સ્થળોને સૌથી ઉપરનું સ્થાન મળે છે. આ સ્થળમાં આવેલા શિવ સ્થાનોના દર્શન કરવાથી સંપૂર્ણ તીર્થ દર્શનનો લાભ મળે છે. આજે અમે તમને વ્રજ મંડળના શિવજીના તીર્થ સ્થળો વિષે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

ભૂતેશ્વર મહાદેવ મંદિર :

ભગવાન શિવજીનું ભૂતેશ્વર મહાદેવ મંદિર મથુરામાં ભૂતેશ્વર ચાર રસ્તા ઉપર આવેલું છે. આ મંદિર ઘણું જ જુનું છે અને આ મંદિરની અંદર એક શિવલિંગ સ્થાપિત છે. ભૂતેશ્વર મહાદેવને મથુરા નગરીના ક્ષેત્રપાલ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મથુરામાં આવતા શ્રદ્ધાળુ ભૂતેશ્વર મહાદેવજીના દર્શન જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી તેમની યાત્રા પૂરી નથી માનવામાં આવતી.

ચકલેશ્વર મહાદેવ મંદિર :

ભગવાન શિવજીના સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળમાંથી એક ચકલેશ્વર મહાદેવનું મંદિર આવે છે. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે, ઇન્દ્રના પ્રકોપથી વ્રજ વાસીઓનું રક્ષણ કરવા માટે ભગવાન કૃષ્ણજીએ ભગવાન શિવજીની પ્રાર્થના કરીને વ્રજમાં બોલાવ્યા હતા. ત્યારે ભગવાન શિવજીએ પોતાના ત્રિશુલને ચક્રની જેમ ફેરવીને ઇન્દ્ર દ્વારા ૭ દિવસથી કરવામાં આવેલી ઘનઘોર વરસાદના પાણીને સુકવી દીધું હતું.

ભગવાન ભોળેનાથની આ લીલાથી ઇન્દ્રનું માન ભંગ થયું હતું અને તેમણે ભગવાન શિવજી અને કૃષ્ણજી પાસે ક્ષમા માંગી હતી. ત્યાર પછી ભગવાન કૃષ્ણજીએ ભગવાન ભોળાનાથને ચક્રેશ્વર નામથી ગોવર્ધન ધામમાં માનસી ગંગાની નજીક સ્થાપિત કર્યા હતા, અને તેમણે પોતે પણ શિવજીની પૂજા અર્ચના શરુ કરી હતી.

કામેશ્વર મહાદેવ મંદિર :

ભગવાન શિવજીનું કામેશ્વર મહાદેવ મંદિર મથુરાના સુંદર ઉપવનમાં આવેલું છે. એવું કહેવામાં આવે છે કે રાજા વજ્રનાથે લગભગ ૪૮૦૦ વર્ષ પહેલા આ શિવલિંગની સ્થાપના કરી હતી. આ મંદિર કામાં યા કામ્યકવન રાજસ્થાનના ભરતપુર જીલ્લામાં આવે છે. અહીયાની મુખ્ય દેવી વૃંદા દેવી છે. વૃંદા દેવીને રાધારાણીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. તેના નામ ઉપરથી આ સ્થળનું નામ વૃંદાવન રાખવામાં આવ્યું હતું.

આ મંદિરના દર્શન કરવાં માટે લોકો દુર દુરથી આવે છે, અને અહિયાંના સુંદર દ્રશ્યોનો આનંદ ઉઠાવે છે. કામેશ્વર મહાદેવ મંદિર વ્રજના ચોર્યાસી કોસ પરિક્રમાનો મહત્વનો પડાવ માનવામાં આવે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.