Vivo V20 SE લોન્ચ પહેલા ઈ-કોમર્સ સાઈટ પર થયો લિસ્ટ, સામે આવી કિંમતની જાણકારી

0
121

લોન્ચ પહેલા જાણી લો Vivo V20 SE ના દરેક ફિચર્સથી લઈને તેની કિંમત સુધી. વીવો (Vivo) વી-સિરીઝનો લેટેસ્ટ ફોન Vivo V20 SE આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે. પરંતુ લોન્ચ કરતા પહેલા, આ સ્માર્ટફોન બે ભારતીય ઈ-કોમર્સ વેબસાઇટ પર જોવા મળ્યો છે, જ્યાંથી તેની કિંમતનો ખુલાસો થયો છે. જોકે કંપની તરફથી વિવો વી 20 એસઇના ભાવ અંગે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

વીવો વી 20 એસઇની કિંમત : માય સ્માર્ટપ્રાઇસના રિપોર્ટ અનુસાર, વીવો વી 20 એસઇ સ્માર્ટફોન ક્રોમા અને રિલાયન્સ ડિજિટલ ઓનલાઇન સ્ટોર્સ પર લિસ્ટેડ છે, જેની કિંમત 20,990 રૂપિયા છે. 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વાળું વેરિઅન્ટ આ કિંમતે ઉપલબ્ધ થશે.

વિવો વી 20 એસઇના સ્પેશિફિકેશન : સ્પેશિફિકેશનની વાત કરીએ તો વીવો વી 20 એસઇ સ્માર્ટફોનમાં 6.44 ઇંચનું ફુલ એફએચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે હશે. ઉપરાંત, આ ફોનમાં સ્નેપડ્રેગન 665 પ્રોસેસર, 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મળશે, જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકાય છે. તેમજ આ ફોન Android 10 પર આધારિત ફંટચચ ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરશે.

કંપની વીવો વી 20 ની વિશેષ આવૃત્તિમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપશે, જેમાં 48 એમપી પ્રાયમરી સેન્સર, 8 એમપી વાઇડ એંગલ લેન્સ અને 2 એમપી પોટ્રેટ લેન્સ હશે. ઉપરાંત ફોનના આગળના ભાગમાં 32 એમપીનો સેલ્ફી કેમેરો આપવામાં આવશે. આ સિવાય આ સ્માર્ટફોનમાં યુઝર્સને 4,100 એમએએચની બેટરી મળશે, જે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ ફીચરને સપોર્ટ કરશે.

વિવો વી 20 (Vivo V20) : તમને જણાવી દઈએ કે, વિવોએ આ મહિને ભારતમાં વી-સિરીઝનો શાનદાર સ્માર્ટફોન વીવો વી 20 લોન્ચ કર્યો હતો. આ સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત 24,990 રૂપિયા છે. વિવો વી 20 માં ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે એન્ડ્રોઇડ 11 ઓએસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 6.44 ઇંચની ફુલ એચડી પલ્સ એમોલેડ ડિસ્પ્લે છે. તેનું સ્ક્રીન રીઝોલ્યુશન 1,080 x 2,400 પિક્સલ્સ છે. ફોનની ડિસ્પ્લેમાં વોટરડ્રોપ નોચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સ્નેપડ્રેગન 720 જી પ્રોસેસર પર કામ કરે છે. ફોનમાં આપેલા સ્ટોરેજને યુઝર્સ માઇક્રોએસડી કાર્ડની મદદથી 1 TB સુધી વધારી શકે છે.

વીવો વી 20 માં વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે ઓટોફોકસ સાથે 44 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. ફોનનું પ્રાથમિક સેન્સર 64 એમપીનું છે. જ્યારે તેમાં 8 એમપીનું સેકંડરી સેન્સર અને 2 એમપીનું મોનો સેન્સર આપવામાં આવ્યું છે. વીવો વી 20 માં પાવર બેકઅપ માટે 4,000 એમએએચની બેટરી છે જે 33 વૉટ ફ્લેશચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી ફીચર્સ તરીકે, તેમાં 4 જી એલટીઇ, વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી ટાઇપ સી પોર્ટ છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.