વિરાટને લઈને ફૂટ્યો અનુષ્કા શર્માનો ગુસ્સો લખ્યો પત્ર , કહ્યું ‘મારા પતિને બદનામ….’

0
6546

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા જ્યારથી વિરાટ કોહલીના જીવનમાં આવી છે, ત્યારથી તેના નામનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે. જયારે પણ તે મેદાનમાં કોઈ મેચ માટે જાય છે, તો કોહલીનાં ખરાબ દેખાવ માટે તેને જવાબદાર ગણવામાં આવે છે. એવી રીતે તમામ પ્રકારના આરોપ તેની ઉપર લગાવવામાં આવે છે. તેવામાં હવે અનુષ્કા શર્મા પોતે આ તમામ જુઠાણા ઉપરથી પડદો ઉઠાવીને એક પત્ર શેર કર્યો છે, જેમાં તેનો ગુસ્સો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અનુષ્કા શર્માએ પહેલી વખત વિરાટની પત્ની હોવાનો ફાયદા વાળા સમાચાર ઉપર મૌન તોડ્યું છે.

અનુષ્કા શર્મા જયારે પણ મેચ જોવા જાય છે, તો વિરાટ કોહલી સારું પ્રદર્શન નથી કરી શકતો, તો તે અંગે પણ તેનું ધ્યાન ભંગ કરવાનો આરોપ લગાવવામાં આવે છે. તે ઉપરાંત કહેવામાં આવે છે કે કેપ્ટનની પત્ની હોવાને કારણે તેને અલગથી સુવિધા મળે છે અને તે પોતે સિલેક્ટર સાથે બેસે છે, જેને કારણે જ પસંદગીકારોને ઘણા પ્રભાવિત કરવામાં આવે છે. એટલું જ નહિ, થોડા દિવસો પહેલા સમાચાર બહાર આવ્યા હતા કે વિરાટ કોહલની પત્ની હોવાને કારણે જ પોતે પસંદગીકારોએ તેને ચા પીવડાવી હતી, જેની ઉપર હવે તેમણે મોટું નિવેદન આપ્યું છે.

અનુષ્કા શર્માએ તોડ્યું મૌન

સોશિયલ મીડિયા ઉપર એક પત્ર લખીને અનુષ્કા શર્માએ જણાવ્યું કે હું હંમેશા આ મુદ્દા ઉપર મૌન રહી, પરંતુ સો વખત એક જ જૂઠને કહેવામાં આવે, તો તે પણ સત્ય બની જાય છે, તેવામાં હવે સ્થિતિ બદલાઈ ચુકી છે, એટલા માટે હું હવે સ્પષ્ટ કરવા માગું છું. તેમણે જણાવ્યું કે હંમેશા મારા પતિના ખરાબ પ્રદર્શન માટે મારા નામનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ મને સ્પેશ્યલ સુવિધા આપવાનો પણ બોર્ડ ઉપર આરોપ લગાવવામાં આવે છે, જયારે હું મેચ માત્ર ફેમીલીના નાતે જોવા જાઉં છું.

મને ફ્રી માં નથી મળતું બધું – અનુષ્કા શર્મા

ફ્રી ટીકીટ અને મફત સુરક્ષા ઉપર અનુષ્કા શર્માએ જણાવ્યું કે હું જયારે પણ મેચ જોવા જાઉં છું, તો મારી ફ્લાઈટની ટીકીટ હું પોતે કરાવું છે અને મારી સુરક્ષાનું પણ ધ્યાન જાતે જ રાખું છું. તેમાં બોર્ડને કોઈ લેવાદેવા નથી હોતું. સાથે જ તેમણે જણાવ્યું કે હું હંમેશા ફેમીલી બોક્સમાં જ બેસીને ક્રિકેટ જોઉં છું, જે અંગે બોર્ડ પાસેથી મને કોઈ સ્પેશ્યલ સુવિધા નથી મળતી. તેવામાં તમે આવા પ્રકારનું જુઠાણું ફેલાવવાનું બંધ કરી દો.

મારા પતિને બદનામ ન કરો – અનુષ્કા શર્મા

ખરાબ પ્રદર્શન માટે જયારે પણ વિરાટ કોહલી ટ્રોલ થયા છે, ત્યારે ત્યારે અનુષ્કા શર્માને તેના માટે જવાબદાર ગણવામાં આવ્યા. તેવામાં હવે તેમણે જણાવ્યું કે જો તમારે મને, મારા પતિ અને બોર્ડને બદનામ કરવા છે તો પહેલા સાબિતી લઈને આવો અને પછી તે અંગે વાતચીત કરો. નહિ તો કોઈને આ રીતે બદનામ કરવાનો કોઈને હક્ક નથી, જેથી તે અંગે તમે લોકો આવું કરવાનું બંધ કરી દો કેમ કે તે ઠીક નથી, તેનાથી અમારા જીવનને પણ અસર થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.