વિરાટ કોહલીએ નાના બાળકો સાથે આ કામ કરી ને એમને કરી દીધા ખુશ, જુઓ ફોટા અને વિડીયો

0
7444

તે વાતમાં કોઈ શંકા નથી કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક ઉત્તમ ખેલાડી છે. આમ તો એક સારા ખેલાડી હોવાની સાથે સાથે તે એક સારા માણસ પણ છે. તે જ કારણ છે કે ભારતમાં કરોડો લોકો વિરાટ કોહલીના ફેન છે. ખાસ કરીને બાળકો વિરાટ કોહલી ઘણા પસંદ કરે છે. હાલમાં જ બાળકો સાથેના વિરાટના થોડા રસપ્રદ ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે.

આ ફોટામાં વિરાટ કોહલી બાળકો સાથે શેરી(ગલી) ક્રિકેટનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પોતાની આગામી ઇંડિયા વિરુદ્ધ બાંગ્લાદેશની બે મેચ સીરીઝની કામગીરીની બાબતમાં વિરાટ કોહલી મધ્યપ્રદેશના શહેર ઇન્દોર આવ્યા હતા. તેવામાં અહિયાંના એક રહેણાંક વિસ્તારમાં વિરાટ બાળકો સાથે શેરી ક્રિકેટ રમતા જોવા મળ્યા.

વિડીયોમાં જોવા મળે છે કે કેવી રીતે વિરાટ ઇન્દોરના એક રેસીડેંશિયલ કોમ્પ્લેક્ષમાં નાના નાના બાળકો સાથે શેરી ક્રિકેટ રમે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ વિડીયો કદાચ તે સમયે સામાન્ય ફેન દ્વારા લેવામાં આવ્યો હતો, જયારે વિરાટ એક જાહેરાતનું શુટિંગ કરી રહ્યા હતા. ઇન્દોરમાં શુટિંગ થયેલી આ જાહેરાતમાં વિરાટ અને બાળકો તેનો ભાગ હતા.

બસ તે દરમિયાન ત્યાં આસપાસના લોકોએ વિરાટના થોડા ફોટા અને વિડીયો લઇ લીધા. હવે સ્થિતિ એ છે કે આ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણા વાયરલ થઇ રહ્યા છે. લોકોને વિરાટનો આ અંદાજ ઘણો જ પસંદ આવી રહ્યો છે.

આ વિડીયોમાં વિરાટ એકદમ ફેઝયુઅલ લુકમાં જોવા મળ્યા. તેમણે જીન્સ અને ટીશર્ટ પહેર્યું હતું. ક્યારેક તે બાળકોને દડો નાખતા જોવા મળતા હતા, તો ક્યારેક પોતાના બેટથી દડાને હવામાં જોરદાર શોટ્સ લગાવતા જોવા મળ્યા. વિરાટને બાળકો સાથે આવી રીતે રમતા જોઈ લોકોને ઘણી મજા આવી રહી છે. વિરાટ સોશિયલ મીડિયા ઉપર આમ પણ ઘણા પોપુલર રહે છે. તેના રોજીંદા જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુ અહિયાં વાયરલ થઇ જાય છે. એટલે કે થોડા દિવસો પહેલા જ તે પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે ભૂતાન ગયા હતા તેના ફોટા પણ તેમણે ફેન્સ સાથે શેયર કર્યા હતા.

विराट का इंदौर में गली क्रिकेट। 🏏टीम इंडिया के कप्तान विराट कोहली इंदौर पहुंच चुके हैं। एक विज्ञापन की शूटिंग के लिए भिया ने इंदौर के बच्चों के साथ गली क्रिकेट खेला।#ViratKohli #IndVSBan #Indore #IndoreTalk

Indore Talk ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಮಂಗಳವಾರ, ನವೆಂಬರ್ 12, 2019

વિરાટ અને અનુષ્કા વહેલી તકે પોતાના લગ્નના બે વર્ષ પુરા કરવાના છે. તેવામાં તેના લગ્નની બીજી એનીવર્સરી પણ જલ્દી આવવાની છે. બંનેએ ૧૧ ડીસેમ્બર ૨૦૧૭ ના રોજ ઇટલીમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન પછી જ તે બંને ભારતના બેસ્ટ સેલીબ્રીટી કપલ બની ગયા હતા. હાલમાં તેમના ફેંસને તેના ઘરે એક નાનું મહેમાન આવવાની રાહ છે. તમે વિરાટને શેરી ક્રિકેટ રમતા અહિયાં આ વિડીયોમાં જોઈ શકો છો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચ સીટીઝ રમવા ટીમ ઇન્ડીયા ગુરુવારે અહીં આવવાની છે. ત્યાર પછી બંને ટીમો બીજી ટેસ્ટ મેચ ૨૨ નવેમ્બરના રોજ કલકત્તામાં રમશે. આમ તો તમને બધાને વિરાટના બાળકો સાથેના આ ફોટા અને વિડીયો કેવા લાગ્યા અતે મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.

વિડીયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.