18 વર્ષ જુનો કિસ્સો શેયર કરી ઈમોશનલ થયા વિરાટ કોહલી, પછી અનુષ્કાએ વિરાટને આ રીતે સંભાળ્યો

0
7057

ક્રિકેટની દુનિયામાં આજે એક નામ ઘણું ઉભરી રહ્યું છે, અને તે છે વિરાટ કોહલીનું. આજે આ લેખમાં આપણે તેમના એક કિસ્સા વિષે જાણીશું. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આ દિવસોમાં પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે ક્વોલેટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળી રહ્યા છે. જેને કારણે જ હાલમાં જ તે એક ઈવેંટમાં જોવા મળ્યા હતા. ઈવેંટમાં કોહલી અને અનુષ્કા એક સાથે પહોંચ્યા. જ્યાંથી થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયલ થઇ ગયા.

આ ફોટામાંથી એક ખાસ ફોટો અને વિડીયો વારલ થઇ રહ્યા છે, જેમાં અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલીને સંભાળતી જોવા મળી રહી છે. ઈવેંટમાં એક ખાસ કિસ્સાને યાદ કરીને વિરાટ કોહલીની આંખો ભીની થઇ ગઈ, ત્યાર પછી તેની પત્નીએ તેને ઘણી સાદગીથી સંભાળ્યા.

નવી દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડીયમના નામકરણ સંબંધિત આ ઈવેંટમાં આખી ભારતીય ટીમ આવી હતી. જેમાં વિરાટ કોહલી ભાવુક થતા જોવા મળ્યા. દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડીયમને હવે અરુણ જેટલી સ્ટેડીયમના નામથી ઓળખવામાં આવશે, જેને સર્વસંમતી સાથે બદલવામાં આવ્યું છે. આ સમયે ભારતીય ટીમના ખેલાડીઓ સાથે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ જોવા મળી. જેનો એક ખાસ વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ઈવેંટ દરમિયાન ભાવુક થયા વિરાટ કોહલી :

અરુણ જેટલી સ્ટેડીયમમાં હવે એક સ્ટેન્ડને વિરાટ કોહલીના નામથી ઓળખવામાં આવશે, જેની જાહેરાત થયા પછી વિરાટ કોહલી ભાવુક બની ગયો. તે દરમિયાન વિરાટ કોહલીએ એક કિસ્સો શેયર કરતા જણાવ્યું હતું કે, મને યાદ છે કે જયારે હું ઘરેથી બહાર નીકળ્યો હતો ત્યારે ૨૦૦૧ માં સ્ટેડીયમમાં એક મેચ જોવા માટે ટીકીટ મળી હતી, અને ત્યારે મેં ખેલાડીઓના ઓટોગ્રાફ માંગ્યા હતા. પરંતુ આજે એ સ્ટેડીયમમાં એક સ્ટેન્ડ મારા નામે કરવામાં આવ્યું તે સાચું અને મોટું સન્માન છે.

આ ઘટના દરમિયાન વિરાટ કોહલી ભાવુક બની ગયો અને પતિ કોહલીને અનુષ્કાએ સંભાળ્યો :

તે દરમિયાન ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ એક કિસ્સો સંભળાવતા જણાવ્યું હતું કે, એક વખત અરુણ જેટલી વિરાટ કોહલીના ઉત્તમ નગર વાળાને શોધવા પહોંચી ગયા હતા, કેમ કે કોહલીએ એક મેચ રમવાની હતી, જો કે અંડર-૧૯ની હતી. તે સમયે અરુણ જેટલીએ જોયું કે, પિતાના અવસાન થયા છતાં વિરાટ કોહલીએ એક જોરદાર મેચ રમી, જેનાથી તે વધુ પ્રભાવિત થયા. તે કિસ્સો સાંભળીને અનુષ્કા ઈમોશનલ થઇ ગઈ અને વિરાટને સંભાળતા તેમણે તેના હાથ ઉપર એક કિસ પણ કરી.

વિરાટ કોહલીને મળ્યું મોટું સન્માન :

કોઈ પણ ખેલાડી માટે આ સન્માનની વાત હોય છે કે, તેના નામનું સ્ટેડીયમનું એક સ્ટેન્ડ હોય. જો કે વિરાટ કોહલીને મળ્યું. તો અરુણ જેટલી સ્ટેડીયમમાં વિરાટ કોહલી નામનું એક સ્ટેન્ડ હવેથી કાયમ થઈ ગયું છે. જણાવી દઈએ કે, વાનખેડા સ્ટેડીયમમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરના નામથી એક સ્ટેન્ડ છે, જે જોઈ તેમના ફેંસ ઘણા ખુશ થઈ જાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.