વિમાનના ટોયલેટમાં સિગરેટ પી રહ્યો હતો યાત્રી, પોલીસે પૂછ્યું : સળગાવી કેવી રીતે?

0
824

બેંગલુરુંથી પટના આવી રહેલા વિમાનમાં પ્રવાસ દરમિયાન એક પ્રવાસીને સિગરેટ પીવાના ગુનામાં ધરપકડ કરી લેવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે દીપક શર્મા નામના આ વ્યક્તિ વિમાનના ટોયલેટમાં સિગરેટ પી રહ્યો હતો.

ટોયલેટમાંથી નીકળી રહ્યા હતા ધુમાડા

પટના પોલીસના એક અધિકારીએ શનિવારે જણાવ્યું કે ઈન્ડીગોની ફ્લાઈટ નંબર 6E485, જયારે બેંગલુરુંથી પટના આવી રહી હતી, ટોયલેટ માંથી ધુમાડા નીકળતા જોવા મળ્યા. તપાસ દરમિયાન એક પ્રવાસીને ટોયલેટમાં સિગરેટ પીતો પકડવામાં આવ્યો. પ્રવાસીની ઓળખ ઝારખંડના દીપક શર્મા તરીકે થઇ. તે બેંગલુરુંથી પટના આવી રહ્યા હતા.

પોલીસને ન મળી માચીસ કે લાઈટર :-

આમ તો તપાસ દરમિયાન પ્રવાસી પાસે માચીસ કે લાઈટર હાથ લાગ્યું નથી. પટના પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તેનાથી વિમાનની સુરક્ષાને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે.

પટનાથી થઇ ધરપકડ :-

પટનાના જય પ્રકાશ નારાયણ એયરપોર્ટ ઉપર વિમાન આવ્યા પછી યુવકને એયરપોર્ટસ ઓથોરેટી અને સીઆઈએસએફને હવાલે કરી દેવામાં આવ્યો. ત્યાંથી તેને પટના એયરપોર્ટ પોલીસ સ્ટેશનને સોપી દેવામાં આવ્યો. વિમાન મથકના ઇન્ચાર્જ જયશંકર પ્રસાદે જણાવ્યું કે ઈન્ડીગોના સહાયક સુરક્ષા પ્રબંધક નીરજ કુમારની લેખિત ફરિયાદ ઉપર પોલીસે દીપકને કસ્ટડીમાં લઈને પુછપરછ કરી.

માચીસ નહી સળીથી સળગાવી સિગરેટ :-

પોલીસ ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું કે શર્માનું કહેવું છે કે આ પૂરી માચીસ નથી, પરંતુ એક સળી લઈને ડબ્બાનો એક ભાગ માત્ર પોતાની સાથે લાવ્યો હતો, જેને ઉપયોગ પછી તેને ફેંકી દીધી.

બેંગલુરું એયરપોર્ટ ઉપરથી ચડ્યો હતો પ્રવાસી

પટના એયરપોર્ટની સુરક્ષામાં હાજર સીઆઈએસએફના એક અધિકારીએ જણાવ્યું કે પ્રવાસી માચીસ લઈને વિમાનમાં કેવી રીતે દાખલ થયો. આ એક પ્રશ્ન છે. અને આમ પણ બેંગલુરું એયરપોર્ટ ઉપરથી વિમાનમાં ચડ્યો હતો, એટલા માટે આ પ્રશ્નનો જવાબ ત્યાંથી જ મળી શકે છે.

બોન્ડ ભરીને છૂટી ગયો :-

પટના એયરપોર્ટના નિર્દેશક ભૂપેશ નેગીએ પણ કહ્યું કે આ ઘટનાને પટના વિમાનમથક સાથે જોડી શકાતી નથી. વિમાનમથક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રસાદે જણાવ્યું કે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. પ્રવાસી પાસે બોન્ડ ભરાવરાવી છોડી દેવામાં આવ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.