વિમાન કરતા 50 ટકા સસ્તું હશે, તેજસ એક્સપ્રેસનું ભાડું, જાણો વધુ વિગત.

0
805

આ ટ્રેનમાં સાંસદ, ધારાસભ્ય, રાજ્યોના મંત્રી, લોકપ્રતિનિધિ, રેલ્વે અધિકારીઓ નહિ કરી શકે મફતમાં મુસાફરી

રેલ્વેની સહાયક કંપની આઈઆરસીટીસી દ્વારા ચલાવવામાં આવતી બે તેજસ એક્સપ્રેસ ટ્રેનોનું ભાડું તે રૂટના વિમાનો કરતા ૫૦ ટકા ઓછું હશે. એજન્સીના સમાચાર મુજબ, IRCTC દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસનું ભાડું નક્કી કરવા માટે ફ્લેક્સીબ્લીટી આપવામાં આવી છે. રેલ્વે સુત્રોએ એજન્સીને જણાવ્યું આ બંને ટ્રેનોનું ભાડું એક જ રૂટ ઉપર વિમાન ટીકીટની કિંમતથી લગભગ ૫૦ ટકા ઓછું થશે.

પીક સીઝન દરમિયાન પણ ડાયનેમિક પ્રાઈસિંગ છતાં પણ ટીકીટની કિંમતો વિમાનથી ઓછી હશે. ડાયનામિક ફેયર પોલીસી હેઠળ તહેવારોની સીઝનમાં વિમાનનું ભાડું ઘણું ઊંચું થઇ જાય છે, તેવામાં તેજસનો હેતુ વિમાનના પ્રવાસીઓને રેલ્વે મુસાફરી માટે આકર્ષિત કરવાનો છે. આઈઆરસીટીસી ઓક્ટોમ્બરથી દિલ્હીથી લખનઉ વચ્ચે પહેલી તેજસ ટ્રેનનું સંચાલન શરુ કરવાની છે જયારે બીજી એક મહિના પછી શરુ થશે.

ટ્રેનના કોઈપણ વર્ગના ભાડામાં છૂટ નહિ મળે

તેજસ ટ્રેનમાં વીઆઈપી કોટા હેઠળ સાંસદ, ધારાસભ્ય, રાજ્યોના મંત્રી, લોકપ્રતિનિધિ, રેલ્વે અધિકારી અને મીડિયા કર્મચારીઓને કન્ફર્મ સીટ નહિ આપવામાં આવે. ટ્રેનમાં કોઈપણ વર્ગને ભાડામાં છૂટ નહિ મળે. આ ટ્રેનમાં ૫-૧૨ વર્ષના બાળકની પૂરું ભાડું લાગશે. આશા છે કે દિલ્હી-લખનઉ વચ્ચે ઓક્ટોમ્બર મહિનામાં દેશની પહેલી ખાનગી તેજસ ટ્રેન દોડવા માગશે. રેલ્વે બોર્ડના એક વરિષ્ટ અધિકારીએ જણાવ્યું કે ઈમરજન્સી કોટા હેઠળ પ્રવાસી ટ્રેન રાજધાની, શતાબ્દી, દુરંતો, મેલ-એક્સપ્રેસ વગેરેમાં વેટીંગ ટીકીટના બદલામાં સીટ પૂરી પાડવામાં આવે છે.

તેમાં સાંસદ, ધારાસભ્ય વગેરે સામેલ છે પરંતુ આઈઆરસીટીસીની મદદથી ચલાવવામાં આવતી દેશની પહેલી ખાનગી ટ્રેનમાં વીઆઈપી કોટાની જોગવાઈ નહિ હોય. તેજસ પેહેલી ટ્રેન હશે જેમાં આરએસી ટીકીટ બહાર પાડવામાં આવી નથી. વરિષ્ટ નાગરિકો, દિવ્યાંગ, ગંભીર રોગી, પુરસ્કાર વિજેતા વગેરે કોઈને પણ રાહત ટીકીટ નહિ આપવામાં આવે. એવા બધા પ્રવાસીઓએ પૂરું ભાડું ચુકવવાનું રહેશે. તેમણે જણાવ્યું કે તેજસમાં સામાન્ય પ્રવાસીને ટ્રેનના ઘણા નિયમો લાગુ નહિ કરવામાં આવે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.