વિદુરની આ દસ નીતિઓને અમલમા મુકશો તો દુનિયાના દરેક કામ થઇ જશે સરળ

0
1378

વિદુરનું નામ મહાભારતના મુખ્ય પાત્રોમાં લેવામાં આવે છે. પાંડુ જયારે હસ્તિનાપુરના રાજા બન્યા તો તેના પ્રધાનમંત્રી વિદુર બન્યા હતા. વિદુરનો જન્મ એક દાસીના ઘરમાં થયો હતો. દાસી પરિવારના હોવાને કારણે તેને રાજા બનવાનો અધિકાર ન હતો. એટલા માટે વિદુરને રાજાના પ્રધાનમંત્રી બનાવ્યા હતા. વિદુર પાંડવોની ઘણા નજીક હતા. તે સાચાનો સાથ આપતા હતા. વિદુર સમય જોઇને પોતાના નિયમોને આધારે ધૃતરાષ્ટ્રને પણ સમજાવતા રહેતા હતા. જે નીતિથી તે ધૃતરાષ્ટ્રને સમજાવતા હતા. તેને વિદુર નીતિ કહેવામાં આવી. આવો જાણીએ આ નીતિઓ વિષે.

બીજાનો ઉપકાર હંમેશા યાદ રાખો :-

વિદુરના જણાવ્યા મુજબ સમય ભલે સારો હોય કે ખરાબ, આપણે હંમેશા બીજાનો ઉપકાર યાદ રાખવા જોઈએ. ઘણા લોકોને એવી ખોટી ટેવ હોય છે. ખરાબ સમય પૂરો થઇ ગયા પછી તે લોકોએ કરેલી મદદ ભૂલી જાય છે. એવા લોકો વધુ સમય સુધી ટકી નથી શકતા. તેને જીવનમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. એવા લોકોનો આનંદ થોડા સમય માટે હોય છે. એ માણસ સફળ થાય છે, જે લોકોના ઉપકારને યાદ રાખે છે.

જે વ્યક્તિ પોતાના જીવનમાં વિવેકપૂર્વક કોઈ પણ નિર્ણય લે છે, તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં હંમેશા સફળ રહે છે. તેને કોઈ તકલીફ નથી પડતી. અને જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સમજ્યા વગર નિર્ણય લેતા હોય છે, તે જીવનભર પછતાય છે.

સારું વર્તન :-

માણસની ઓળખાણ તેના સ્વભાવથી જ થાય છે. જો કોઈ વ્યક્તિ સારા અને સરળ સ્વભાવના હોય છે, તો તે બધાને ગમે છે. અને ખરાબ સ્વભાવના વ્યક્તિ કોઈને ગમતા નથી. લોકો તેની મદદ કરવાથી પણ દુર ભાગે છે.

જ્ઞાન :-

જે વ્યક્તિ પાસે જ્ઞાન હોય છે, તે દરેક સમસ્યાનો ઉકેલ કાઢી લે છે. સાથે જ લોકોને મુશ્કેલ સમયમાં મદદ કરીને તેમની મુશ્કેલીઓ ઓછી કરી દે છે. જ્ઞાની લોકો પોતાના જ્ઞાનની શક્તિ ઉપર સમાજમાં પોતાનું સ્થાન ઉભું કરે છે. તેને કોઈપણ બાબતની તકલીફ પડતી નથી. તે પોતાના જ્ઞાનથી બધું જ પ્રાપ્ત કરી લે છે.

બહાદુર :-

વિદુરના જણાવ્યા મુજબ બહાદુર વ્યક્તિ હંમેશા પોતાની શક્તિથી પોતાની ઓળખ ઉભી કરે છે. ખરાબ સમયમાં પણ તે ગભરાતા નથી. પોતાની સાથે સાથે બીજાને પણ મદદ કરે છે. એ કારણે જ તે લોકપ્રિય બની જાય છે.

ઓછું બોલવા વાળા :-

જે વ્યક્તિ કાંઈ પણ બોલતા પહેલા સમજી વિચારીને બોલે છે. તેને ક્યારે પણ કોઈપણ પ્રકારની કોઈ તકલીફ પડતી નથી. પરંતુ જે વ્યક્તિ વધુ બોલે છે, તેને સમાજમાં બિલકુલ પસંદ કરતા નથી હોતા.

શક્તિ મુજબ દાન :-

દાન કરવા માટે જરૂરી નથી કે તમારી પાસે ઘણું બધું ધન હોય તો તમે દાન કરો અને લોકોને ભોજન કરાવી શકો. દાન કરવા માટે તમારું મન મોટું હોવું જોઈએ.

મીઠી વાણી :-

કહે છે ને જે સ્ત્રી મીઠું બોલે તેની જીભ ઉપર માં સરસ્વતીનો વાસ રહે છે. તેને ક્યારેય કોઈપણ પ્રકારની તકલીફ પડતી નથી. મીઠી વાણી વાળા લોકોને બધા લોકો સાથ આપે છે.

વિદુરના જણાવ્યા મુજબ જો સંઘર્ષ વગર જો તમને કોઈ વસ્તુ મળી જાય છે, તો તેની કિંમત તમને સમજાતી નથી. અને જો તમે તમારા જીવનમાં કોઈ વસ્તુને ઘણી મહેનતથી પ્રાપ્ત કરો છો, તો તેનું એક અલગ જ મહત્વ તમારા જીવનમાં હોય છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.