વિદેશી કંપનીઓને ટક્કર મારવા માટે સહારા એ લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક સ્કુટર અને બાઈક.

0
826

૨૩ હજાર કરોડના ગોટાળામાં જેલની હવા ખાઈ આવેલા સુબ્રત રાય હવે નવેસરથી ધંધો જમાવવામાં લાગ્યા

દેશની સૌથી મોટી પેરાબેંકિંગ કંપની સહારા ઇન્ડિયાએ મંગળવારે ઇલેક્ટ્રિક વાહનોની વિશાળ શ્રેણી સાથે ઓટો મોબાઇલ ક્ષેત્રમાં પ્રવેશની જાહેરાત કરી છે. કંપનીએ ‘સહારા ઇવોલ્સ’ બ્રાંડ હેઠળ ઇલેક્ટ્રિક વાહનોમાં વિશાળ એવી શ્રેણી રજુ કરી જેમાં અત્યાધુનિક ટેકનીક વાળા ઇલેક્ટ્રિક સ્કુટર, બાઈક, ત્રણ પૈડા વાળા વાહન અને માલવાહક વાહન રહેલા છે.

તેમનો દાવો છે કે તેના ઉપક્રમે દેશમાં પહેલી વખત બેટરી ચાર્જીંગ અને સ્વેપીંગ સ્ટેશનનું નેટવર્ક પણ પુરા પાડવામાં આવશે. સહારા ઇન્ડિયાનો સેબી સાથે વિવાદનો કેસ લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સહારા પ્રમુખ સુબ્રત રાયને ૨૩ હજાર કરોડ રૂપિયાના ગોટાળા કેસમાં જેલમાં પણ જવું પડ્યું હતું. હવે તે નવેસરથી પોતાની ધંધો જમાવી રહ્યા છે.

આ વર્ષે ટીયર ટુ અને ટીયર થ્રીમાં ચાલુ થશે વેચાણ :-

‘સહારા ઈવોલ્સ’ એ ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાં પોતાની ઇકો સીસ્ટમ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ઉભા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જો કે આવતા નાણાકીય વર્ષમાં આખા ભારતમાં ‘સહારા ઈવોલ્સ’ ને વિકસાવવાનો લક્ષાંક રાખમાં આવ્યો છે.

સહારા ઈવાલ્સના મુખ્ય કાર્યકારી અધિકારી આદિત્ય બનર્જીએ અહિયાં પત્રકારોને કહ્યું કે વાયુ પદુષણને પહોચી વળવા માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનોના ચલણને પ્રોત્સાહન આપી રહી છે અને તેની ખરીદીમાં આકર્ષક છૂટની જાહેરાત પણ કરી રહી છે. સરકારની આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ સહારા ઈવોલ્સે ઓટોમોબાઈલના ક્ષેત્રમાં ઉતરવાનો નિર્ણય લીધો છે.

આ છે ખાસિયત :-

‘સહારા ઈવોલ્સ’ વાહન આધુનિક ઇલેક્ટ્રિક મોટરો અને ડ્રાઈવટેન ઉપર કામ કરે છે. જો કે જર્મન એન્જીનીયરીંગ દ્વારા બનાવવા અને વિકસાવવામાં આવી છે. સામાન્ય વાહનોની સરખામણીમાં ઈવોલ્સ ઇલેક્ટ્રિક વાહનીની ટેકનીક અને ડીઝાઈન, ઝડપી, પીકઅપ, અવાજરહિત ક્રુજીંગ અને ઓછો બેટરી ખર્ચ અને વધુ લાંબી ડ્રાઈવમાં પાંચ ગણા સુધી ઓછું મેંટેનેંસ ખર્ચ આવે છે.

૬.૫ કરોડ નોકરીઓ માટે સરકારની છે નજર :-

મોદી સરકારના થીંક ટેંક માનવામાં આવતા ‘નીતિ આયોગ’એ નવી સરકારના બનતા પહેલા જ વાહન ઉદ્યોગ માટે જોરદાર એક્શન પ્લાન તૈયાર કરી લીધો હતો. તેની હેઠળ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને ૩ વ્હીલરના વેચાણને પ્રોત્સાહન આપવા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. નીતિ આયોગ ઈચ્છે છે કે સરકાર ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી માત્ર ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરના વેચાણને સુનિશ્ચિત કરે. તે વાહન લીથીયમ ઓઈલ કે એડવાંસ્ડ કેમિકલ આધારિત હશે.

નીતિ આયોગનું એવું પણ માનવું છે કે ફેમ ૨ યોજના હેઠળ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ઉપર આપવામાં આવતી સબસીડી ૧૦ હજાર રૂપિયાથી વધારીને ૨૦ હજાર રૂપિયા કરી દેવામાં આવે. તેનાથી સામાન્ય માંસ માટે ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ખરીદવું વધુ સરળ રહે.

રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબીલીટી મિશન હેઠળ વર્ષ ૨૦૨૦ સુધી ૭ મીલીયન ઇલેક્ટ્રિક વાહનો રોડ ઉપર ઉતારવાનું લક્ષ્ય રાખવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૩૦ સુધી ૩૦% ઈ મોબીલીટીનું લક્ષ્ય છે. ઓટોમોટીવ મિશન પ્લાન ૨૦૨૬નું અનુમાન છે, આ કાર્યક્રમથી ઓટો સેક્ટરમાં ૬.૫ કરોડ નોકરીઓ ઉભી થશે.

વિદેશી કંપનીઓ છે હરીફાઈમાં :-

ચીનની કંપનીઓ સાથે જ તાઈવાન, જાપાની અને દક્ષીણ કોરિયાની કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહી છે. જો કે દેશમાં પહેલાથી જ ટાટા, બજાજ ઓટો અને હુંડઈ વગેરે પણ પોતાને તૈયાર કરી રહી છે. હાલમાં જ જાપાનની કંપની પેનાસોનિક દેશના ૨૫ શહેરોમાં એક લાખ સ્ટ્રોંગ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવાની તૈયારી કરી છે.

કંપનીનો ઉદેશ્ય છે કે ભારતમાં જેમ ઠેક ઠેકાણે પેટ્રોલ પંપ ખોલવામાં આવ્યા છે, તેવી રીતે ચાર્જીંગ સ્ટેશન પણ હોય. કંપનીનું ધ્યાન ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી તેની સરખામણીએ ચાર્જીંગ સ્ટેશનો ઉભા કરવાનો છે. કંપની પાર્કિંગ સ્ટેશન, મોલ, પેટ્રોલ પંપ વગેરે ઉપર ચાર્જીંગ સ્ટેશન ઉભા કરશે.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.