શા માટે વિદેશી છોકરીઓ કરે છે ભારતીય છોકરાઓ સાથે લગ્ન, તમે આનું કારણ જાણીને દંગ રહી જશો

0
1036

હાલમાં ઘણા કિસ્સાઓ એવા સામે આવ્યા છે જેમાં વિદેશી છોકરીઓએ ભારતીય છોકરાઓને લગ્ન માટે પસંદ કર્યા છે. પણ તમને જણાવી દઈએ કે, આવું આજકાલથી નહિ પણ વર્ષોથી થઇ રહ્યું છે કે, વિદેશી છોકરીઓ ભારતીય છોકરાઓ સાથે લગ્ન કરવાનું યોગ્ય સમજે છે. વિદેશી છોકરીઓના મનમાં ભારતીય છોકરાઓના પ્રેમની ઘંટી વાગે છે. આ વાત સાંભળીને તમને પણ નવાઈ લાગતી હશે. પણ કદાચ તમને એ ખબર નહિ હોય, કે વિદેશી છોકરી સાથે લગ્ન કરનાર પહેલો મુરતિયો અર્જુન હતો.

આજે અમે તમને આ લેખમાં એ જણાવીશું કે, છેવટે આપણા છોકરાઓ એવો કયો જાદુ કરી નાખે છે? કે વિદેશી છોકરીઓ તેને પોતાનું દિલ આપી બેસે છે. સૌથી પહેલા તો અમે તમને એવા ઉદાહરણ બતાવીએ છીએ, જેમાં વિદેશી બાળાએ દેશી છોકરાઓ સાથે લગ્ન કર્યા છે.

હરિયાણાનો એક વ્યક્તિ જેનું નામ છે શરવિન્દ્ર સિંહ :

જાણકારી માટે જણાવી દઈએ કે, તે નવ વર્ષ પહેલા ઇટલી ગયો હતો અને તેને ત્યાંની એક છોકરી રોગોવાસના સાથે પ્રેમ થઇ ગયો. શરવિન્દ્ર કહે છે કે, તે છેલ્લા આઠ વર્ષથી રોગોવાસના સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. પછી એણે રોગોવાસના સાથે લગ્ન કર્યા અને એને ઇટાલીનું નાગરિત્વ મળી ગયું. બન્ને ઘણા વર્ષો સુધી એક સાથે પણ રહ્યા. પણ કહેવાય છે ને કે, ક્યારેક ને ક્યારેક પોતાના દેશની યાદ પણ આવી જ જાય છે. અને એવું જ થયું શરવિન્દ્ર સાથે. તેને પણ પોતાના દેશ ભારતની યાદ આવી અને તે પોતાની વિદેશી પત્ની સાથે ભારત આવી ગયા.

મિત્રો ઘણા બધા હરિયાણાના છોકરાઓ વિદેશી છોકરીઓને પત્ની બનાવીને લાવે છે. એટલે કે ઘણી એવી વિદેશી છોકરીઓ છે, જે અહિયાં આવ્યા પછી અહીની બનીને રહી ગઈ. અને તેઓ ગાય ભેંસને ચારો પણ ખવરાવે છે. તેને જોઇને ઘણી નવાઈ લાગે છે. અને આખું ગામ આંખો ફાડીને એમણે જોઈ જ રહે છે કે આવું કેમ થઇ ગયું. હંમેશા જે છોકરા લલ્લુ દેખાય છે તેને જ આવી સુંદર છોકરીઓ મળે છે.

અન્ય એક કિસ્સામાં કેલીફોર્નીયાથી આવેલી ૩૬ વર્ષની જુના પોલીન્સે ચટ્ટર ગામના રાજુ પહેલવાન સાથે લગ્ન કર્યા છે. આ જોડીને જોઇને લોકોને લાગે છે આ વિચિત્ર જોડી છે. અને ત્યાંના ડોસા લોકો કહે છે કે, ઘરના કોઈ પણ વ્યક્તિ તેને લાજ કાઢવાનું નથી કહેતા. તેના પતિ રાજુ રાષ્ટ્રીય લેવલના કબ્બડી ખેલાડી છે. રાજુના કુટુંબની બીજી મહિલાઓ લાજ કાઢે છે, ત્યાં સુધી કે તેની ૫૫ વર્ષની માં હજુ પણ લાજ કાઢે છે.

જણાવી દઈએ કે રાજુ પોતાની પત્નીથી ૫ વર્ષ નાનો છે. અને તે કહે છે કે, તેની પત્ની બીજા સામાજિક પરિવાર માંથી છે, તેથી અમારા માંથી કોઈ પણ વ્યક્તિ તેને લાજ કાઢવાનું નથી કહેતા. હરિયાણાના છોકરા આ બાબતમાં ઘણા આગળ નીકળી ગયા છે. માત્ર રૂપાળી પત્ની જ નહિ પણ કાળી છોકરીઓ પણ ભારતીય છોકરાઓને દિલ આપી બેસે છે.

કેમ ગમે છે ભારતીય છોકરા?

હકીકતમાં વિદેશી છોકરીઓએ પોતાના જીવનમાં દરેક સુખનો આનંદ લઇ લીધો હોય છે. પણ તેને જો કાંઈ નથી મળ્યું તો તે છે પ્રેમ. ભારતીય છોકરાઓમાં તેને તે પ્રેમ અને તેનું કુટુંબ મળે છે, એ જે વિદેશી છોકરીઓ પાસે નથી હોતું. જયારે તે ભારતીય છોકરાઓને પ્રેમથી જુવે છે, તો તેને પોતાનું દિલ આપી બેસે છે. ભારતીય છોકરાની આ અદા વિદેશી છોકરીઓના દિલમાં વસી જાય છે.

બસ આ કારણ છે કે વિદેશી છોકરીઓ વિદેશી છોકરાઓને છોડીને ભારતીયને પોતાના દિલમાં વસાવી લે છે. તે તેને પ્રેમ કરી બેસે છે. પોતાનું તમામ છોડીને ભારતમાં આવી જાય છે.