આ બધી શોધ જોઈને આઈન્સ્ટાઈન અને ન્યુટનને પણ તાવ આવી જાય, તમે પણ જોઈને હસી પડશો

0
716

તમે એ કહેવત તો જરૂર સાંભળી હશે કે, જરૂરિયાત આવિષ્કાર(શોધ) ની જનની છે. પણ જયારે જરૂરિયાત જ બિનજરૂરી હોય તો શોધ પણ એ સ્ટેન્ડર્ડની જ હોય છે. અમે નીચે જે શોધ વિષે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે જોઈને તમારું મગજ હલી જશે. પહેલા તો તમે પોતે જ આવી વસ્તુઓનો ઉપયોગ નહિ કરો, અને જો કરશો તો પોતાના માથે મુશ્કેલી લઈ લેશો. તો ચાલો જાણીએ કે અમુક મહાનુભાવોએ કેવી બિનજરૂરી વસ્તુ પાછળ પોતાનું મગજ વાપર્યું છે.

પ્રાઇવસી સ્કાર્ફ :

જેવું કે તમે ફોટામાં જોઈ શકો છો તેમ આ સ્કાર્ફથી તમારી પ્રાઇવસી તો બચી જશે, પણ આજુબાજુના લોકો એ પાક્કું સમજી જશે કે, તમે કયું કાંડ કરી રહ્યા છો. અને બીજી સૌથી મોટી વાત એ કે તમને ખબર પણ નહિ પડે કે, કોણ તમારા કાનની નીચે બરાબરનો તમાચો મારીને જતું રહ્યું.

છત્રી વાળા બૂટ :

છત્રી વાળા બૂટ કોણ પહેરે છે ભાઈ? આ બૂટને એવા બનાવવામાં આવ્યા છે કે જેથી તેમાં નાનકડી છત્રી લગાવી શકાય. પણ છત્રી લગાવ્યા પછી બૂટ ઉપરથી દેખાશે નહિ. અને સવાલ એ કે, જો બૂટને આટલા જ સાચવવા હોય તો એને પહેરવા જ શું કામ? તેમજ એનાથી ચાલવામાં તકલીફ પડે તે અલગ.

એસી વાળા બૂટ :

આ બૂટ એવા લોકો માટે બનાવવામાં આવ્યા છે જેમના પગમાંથી ભયંકર દુર્ગંધ આવે છે. આ બૂટમાં નીચે નાનકડા એક્ઝોસ્ટ ફેન લાગેલા છે, એના કારણે અંદરની બધી દુર્ગંધ બહાર નીકળી જાય છે અને અંદર ઠંડક પણ રહે છે. એટલે કે આ બૂટમાં પગની નીચે આખી મશીનરી લાગેલી હોય છે.

સાંભળવામાં આ સારું લાગે છે, પણ આ પ્રકારના બૂટ પહેરીને કોણ પોતાને મજાકનું માધ્યમ બનાવે. અને બીજું એ કે આપણે ત્યાં તો રસ્તા પર ધૂળ, કાદવ વગેરે કેટલુ હોય એ બધું તો અંદર ભરાઈને બધું ચોકઅપ કરી દેશે.

આઇપોટી :

તમે આઇપેડ સાંભળ્યું હશે, આઇફોન સાંભળ્યું હશે પણ કદાચ તમે આઇપોટી વિષે નહિ સાંભળ્યું હોય. આ તે બાળકો માટે છે, જે પોટી(સંડાસ) કરવાની હોય ત્યારે નાટક કરતા હોય. આ નાનકડા ટોયલેટ પર ટેબ્લેટ લાગેલું હોય છે. એટલે કે બાળક જયારે સંડાસ કરે ત્યારે એનું ધ્યાન ત્યાં જ રહે, અને ઉઠી ઉઠીને ઘરમાં આંટાફેરા નથી કરતા.

બટર સ્ટિક :

આ સ્ટિકથી બ્રેડ પર બટર લગાવતા સમયે એવો અનુભવ થાય છે કે, જાણે તમે બ્રેડ પર ગુંદર લગાવી રહ્યા છો. પછી એને ખાવાનું પણ મન નહિ થાય.

પરફેક્ટ આઈડ્રોપ :

આંખમાં દવા નાખવી ઘણા લોકો માટે થોડું મુશ્કેલ કામ હોય છે, એવામાં તેઓ ઘરના કોઈ સભ્યને કહે છે કે, તેમની આંખમાં ટીપા નાખી આપે. ઘણીવાર એવું થાય છે કે, ટીપા નાખતા સમયે તે આંખની કિનારી પર કે નાક પર પડી જાય છે. તો એના માટે ચશ્મા વાળા આઈડ્રોપ બનાવવામાં આવ્યા છે. જેમાં ચશ્મા ઉપર બે કીપ લગાવેલા હોય છે, જેની મદદથી ટીપા સીધા આંખમાં વચ્ચેના ભાગ પર પડે છે. પણ સવાલ એ છે કે, આટલી ઝંઝટ પાળે કોણ?

આ માહિતી ફિકરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.