વેન્ડર બિલ નહિ આપે તો યાત્રીઓ મફતમાં સમાન લઈ લો, નહિ આપવા પડે પૈસા.

0
537

ટ્રેન કે રેલ્વે પ્લેટફોર્મ ઉપર જો કોઈ વેપારી તમને બીલ આપવાની આનાકાની કરે છે તો તેને પૈસા ન આપશો.

ઇન્ડિયન રેલ્વેએ પોતાના તમામ સ્ટેશનો અને ટ્રેનોમાં ‘નો બીલ, નો પેમેન્ટના’ નિયમ લાગુ કરી દીધા છે. એટલે હવે કોઈ વેપારી તમને વસ્તુ ખરીદવા ઉપર બીલ ન આપે તો તમારે તેના માટે ચુકવણી કરવાની જરૂર નથી. રેલ્વે મંત્રી પીયુષ ગોયલે આ નીતિ લાગુ કરવાની જાણકારી ટ્વીટ કરી દીધી છે. રેલ્વે મંત્રીએ લખ્યું છે કે રેલ્વે દ્વારા ‘નો બીલ, નો પેમેન્ટનો’ નિયમ અપનાવીને વેપારીઓ દ્વારા ગ્રાહકોને બીલ આપવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.

ટ્રેન કે રેલ્વે પ્લેટફોર્મ ઉપર કોઈ વેપારી તમને બીલ આપવા માટે આનાકાની કરે છે તો તેને પૈસા ન આપો. તેની સાથે જ રેલ્વે મંત્રી પીયુષ ગોયલે એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં ગ્રાહકોને જવા નિયમની જાણકારી આપવામાં આવી છે.

રેલ્વે દ્વારા ‘No Bill, No Payment’ નો નિયમનો અમલ કરતા વેપારીઓ દ્વારા ગ્રાહકોને બીલ આપવું ફરજીયાત કરવામાં આવ્યું છે.

ટ્રેન અથવા પ્લેટફોર્મ ઉપર જો કોઈ વેપારી તમને બીલ આપવાની આનાકાની કરે છે, તો તમારે તેને પૈસા આપવાની જરૂર નથી.

સતત ફરિયાદો વધી રહી છે :-

૧. ત્રણ વર્ષમાં મળી ૭ લાખ ફરિયાદો

રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં વેપારીઓ મનમાનીની ફરિયાદો મળતી રહે છે. રેલ્વે મંત્રીએ થોડા દિવસો પહેલા સદનમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષ દરમિયાન માત્ર સોશિયલ મીડિયા દ્વારા રેલ્વે વિભાગને ૭ લાખથી વધુ ફરિયાદો મળી.

રેલ્વે મંત્રીના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૬-૧૭માં ૧,૭૧,૧૦૯, ૨૦૧૭-૧૮માં ૨,૭૯,૩૭૬, ૨૦૧૮-૧૯માં ૨,૪૭,૫૪૬ ફરિયાદો મળી. અને ૨૦૧૯-૨૦ એટલે એપ્રિલથી ૧૯ જુન સુધી આજ સુધી ૬૪,૦૫૧ ફરિયાદો રેલવેને મળી ચુકી છે.

૨. કિંમત કરતા વધુ લેવામાં આવે છે રૂપિયા

રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં વેપારીઓની મનમાનીની ફરિયાદો સામે આવતી રહે છે. એ ફિરયાદોમાં વસ્તુની નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવે વેચવું અને ખાવાનું ખરાબ હોવાની ફરિયાદો સૌથી વધુ હોય છે. પરંતુ બીલ ન હોવાને કારણે ઘણી વખત દુકાનદારો અને વેપારીઓ વિરુદ્ધ પગલા લેવામાં તકલીફ પડે છે. આ સમસ્યા દુર કરવા માટે રેલ્વેએ ‘નો બીલ નો પેમેન્ટનો’ નિયમ લાગુ કર્યો છે.

સામાન્ય રીતે લોકોને ખબર નથી હોતી કે તે જે વસ્તુ ખરીદી રહ્યા છે, તેની સાચી કિંમત કેટલી છે. તેને લઈને રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં વેપારીઓ મનમાની કિંમત વસુલે છે. આ સમસ્યા ઉકેલવા માટે જ ‘નો બીલ, નો પેમેન્ટ’ નીતિ લાગુ કરવાનો નિર્ણય લેવમાં આવ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.