આ છોકરીને શાકભાજી વાળાએ કચરા માંથી લાવીને ઉછેરી હતી, આ રીતે ચુકવ્યું 25 વર્ષ પછી એમનું ઋણ

0
4964

વ્યક્તિની કિસ્મત કયારે બદલાય જાય તેની કોઈને જાણ થતી નથી. કોઈ વ્યક્તિનું જીવન બદલાવાનું કયારે શરુ થઈ જાય, તે વાતની જાણ વ્યક્તિને પોતાના જીવનમાં ક્યારે પણ થતી નથી. કયારે ક્યારે જીવન કચરાના ઢગલા ઉપર ચાલવા લાગે છે, તો ક્યારેક એ જીવન હવા સાથે એવી રીતે દોડવા લાગે છે કે માણસને કાંઈ જ ખબર નથી પડતી. આજના જમાનામાં માણસ માણસની મદદ કરવા માટે પણ આગળ નથી આવતા.

તમે ઘણી વાર હોયુ હશે કે, જયારે પણ કોઈ માણસને કોઈની જરૂર હોય છે ત્યારે લોકો પોતાના પગ પાછળ લઈ લે છે. પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં એક શાકભાજી વાળાએ કચરાના ઢગલા ઉપર પડેલી એક નાની એવી માસુમ દીકરીને અપનાવી અને પછી તે છોકરીએ કાંઈક એવી રીતે તેનો ઉપકાર ચૂકવ્યો. તો આવો જણાવીએ તમને આ ઘટના વિષે વિસ્તારથી.

તમને જણાવી દઈએ કે આ ઘટના આસામની છે. આસામમાં રહેવા વાળા સોરબન પોતાનું અને તેના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે શાકભાજી વેચતા હતા. એક દિવસ જયારે સોરબન શાકભાજીની લારી લઈને ગલીઓ માંથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન તેને ઝાડી ઝાંખરાઓમાં એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો.

ત્યાંથી બાળકીના રડવાના આવાજને સાંભળીને સોબરનએ જયારે ઝાડીઓમાં જોયું તો તેને કચરાના ઢગલા ઉપર એક નાની એવી છોકરી પડેલી મળી. તે બાળકીને જોયા પછી સોબરનએ તે બાળકીને પોતાના હાથ લઈ લીધી અને પોતાની સાથે લઈ આવ્યો. જે સમયે સોબરનએ તે બાળકીને પોતાના હાથમાં ઉપાડી હતી. તે સમયે તેની ઉમર ૩૦ વર્ષ હતી અને તેના લગ્ન પણ થયા ન હતા. પરણિત ન હોવા છતાં પણ તે આ બાળકીને મેળવીને વધુ ખુશ હતો.

એ તરછોડાયેલી બાળકીને અપનાવતી વખતે સોબરનએ નિર્ણય લીધો હતો કે તે જીવનમાં ક્યારે પણ લગ્ન નહિ કરે. બાળકીને અપનાવ્યા પછી સોબરન એ તે બાળકીને ઉછેરીને મોટી કરી. તેની સાથે સાથે તે બાળકીનું નામ તેમણે જ્યોતિ રાખી દીધું. બાળકીનો સારી ઉછેર કરવાની સાથે જ સોબરને તે બાળકીને ભણાવવા ગણાવવામાં પણ કાંઈ જ બાકી ન રાખ્યું.

એને એ જ્યોતિને સારો અભ્યાસ કરાવ્યો, જેના કારણે જ સોબરનની દીકરી જ્યોતિએ પોતાના પિતાને ક્યારે પણ દુ:ખી ન કર્યા. સોબરનની બાળકી જ્યોતિએ વર્ષ ૨૦૧૩ માં કોમ્પ્યુટર સાઈન્સ માંથી સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યો. અભ્યાસ પૂરો કર્યા પછી જ્યોતિએ તે વર્ષે આસામ લોક સેવા યોગની પરીક્ષા પણ પાસ કરી. પરીક્ષામાં સફળતા મેળવ્યા પછી જ્યોતિને સહાયક આયુક્તના હોદ્દા ઉપર પહેલી પોસ્ટીંગ મળી.

પોતાની દીકરી જ્યોતિ દ્વારા મેળવવામાં આવેલી સફળતાને જોયા પછી સોબરનનું આજે એવું કહેવું છે, કે તેણે આજથી ૨૫ વર્ષ પહેલા એક હીરાને કચરાના ઢગલા માંથી ઉપાડ્યો હતો. જે આજે તેના માટે ઘડપણનો સહારો બની ગઈ છે. આજે જ્યોતિ પોતાના પિતા સોબરન સાથે જ રહે છે અને તેમની દરેક ઈચ્છાને પૂરી પણ કરે છે. પોતાની દીકરીની સફળતા જોઈને આજે સોબરન ઘણો વધુ ખુશ જોવા મળે છે. તેની સાથે સાથે તે પોતાને ઘણો ભાગ્યશાળી પણ માને છે.