આ છે “વેજ મન્ચાઉં સૂપ” બનાવવાની એકદમ સરળ રીત, શીખી લો કઈ રીતે એને બનાવવું તે.

0
3401

સૂપ પીવું દરેકને પસંદ હોય છે. અને એમાં પણ મન્ચાઉં સૂપ હોય તો વાત જ કંઈક અલગ હોય છે. એટલા માટે આજે અમે તમારા માટે વેજ મન્ચાઉં સૂપ બનાવવાની એકદમ સરળ રીત લઈને આવ્યા છીએ. અને આ રીત દ્વારા તમે તમારા ઘરે જ એકદમ ફ્રેશ વસ્તુઓથી સારી ગુણવત્તાનું અને એકદમ ટેસ્ટી વેજ મન્ચાઉં સૂપ બનાવી શકો છો. તો આવો તમને આ સૂપ બનાવવાની રેસીપીથી માહિતગાર કરાવીએ.

જરૂરી સામગ્રી :

1/2 કપ મશરૂમ (ઝીણા કાપેલા),

1/2 કપ કોબી (ઝીણી સમારેલી),

1/2 કપ ગાજર (ઝીણા કાપેલા),

1/2 કપ લીલા કાંદા (ઝીણા સમારેલા),

1/2 કપ કેપ્સિકમ (ઝીણા કાપેલા),

1 ટેબલસ્પુન સેલરી કાપેલી,

2 ટેબલસ્પુન લસણ કાપેલું,

1 ટેબલસ્પુન આદુ કાપેલું,

1 ટેબલસ્પુન લીલા મરચા કાપેલા,

વેજીટેબલ સ્ટોક વોટર 4 કપ (આને બનાવવાની રીત નીચે જણાવી છે.),

ટેબલસ્પુન કોર્નફ્લોર,

1 ટેબલસ્પુનડાર્ક સોયા સોસ,

1 ટેબલસ્પુન ચીલી સોસ,

2 ટેબલસ્પુન તલનું તેલ,

1 ટેબલસ્પુન વીનેગર,

2 ટેબલસ્પુન લીલા કાંદાના પાંદડા કાપેલા.

વેજ મન્ચાઉં સૂપ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં 2 ટેબલસ્પુન તેલ ગરમ કરીને, તેમાં મરચા, આદુ, સેલેરી, લસણ નાખીને સાંતળી લો. પછી તેમાં બધા જ લીલા કાપેલા શાકભાજી નાખીને સાંતળી લો. તેમાં સોયા સોસ, મીઠું, ચીલી સોસ વગેરે નાખીને એક સરખું ભેળવી લેવું. ત્યારબાદ તેમાં 4 કપ વેજીટેબલ સ્ટોક વોટર નાખીને ઉકાળી લો. એ બરોબર ઉકળે ત્યારે તેમાં 1/2 કપ પાણીમાં ચાર ટેબલસ્પુન કોર્નફ્લોર ઓગાળી લો. તેને ઉકળતા સૂપમાં ભેળવી લો. તેમાં છેલ્લે વીનેગર નાખીને તે સૂપ ગરમા ગરમ સર્વ કરો.

સ્ટોક વોટર આ રીતે બનાવવું :

જરૂરી સામગ્રી :

5 કપ પાણી,

1 કાંદો,

2 કળી લસણ,

1 દાંડી સેલરી,

4 થી 5 મરી.

બનાવવાની રીત : સ્ટોક વોટર બનાવવા માટે ગરમ પાણી કરીને ઉકળી જાય ત્યારે તેમાં કાંદો, ગાજર, મરી અને સેલરી વગેરે ઉમેરીને એને 15 મિનીટ સુધી ઢાંકીને ઉકાળો. ત્યાર પછી તેને ગાળીને સ્ટોક વોટર વાપરવું.

આ રીતે તમે જાતે ઘરે જ ટેસ્ટી વેજ મન્ચાઉં સૂપ બનાવીને આખા પરિવાર સાથે એની મજા માણી શકો છો. આ વેજ મન્ચાઉં સૂપની ખાસ વાત એ હોય છે કે, એને તમે જાતે જ બનાવતા હોવાથી એમાં વપરાતી દરેક વસ્તુ તમે સારી ગુણવત્તાની વાપરો છો, એને લીધે તમારું સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના ના બરાબર થઈ જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.