લગ્ન ના થતા હોય કે તૂટી જતા હોય સંબન્ધ આ વાસ્તુ ઉપાયોથી દૂર થશે એ બધી મુશ્કેલીઓ.

0
122

આ વાસ્તુ ઉપાયો કરવાથી લગ્નમાં આવતા વિઘ્નો થશે ઝડપથી દૂર, જલ્દી મળશે શુભ સમાચાર. ઘણી વાર છોકરા અને છોકરીના લગ્નની ઉંમર થઇ ગયા પછી પણ તેમના માટે સારા સંબંધ મળતા નથી, અથવા સારા સંબંધ મળ્યા પછી પણ લગ્નમાં ઘણી અડચણો આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ કુંડળીમાં મંગળ દોષ હોવાને કારણે લગ્ન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ કિસ્સામાં ઉંમર વધતી જાય છે, પરંતુ યોગ્ય જીવનસાથી નથી મળી શકતા. વાસ્તુ મુજબ કેટલાક નાના ઉપાયોથી લગ્નમાં આવી રહેલી અડચણોથી બચી શકાય છે.

વાસ્તુ મુજબ લગ્ન ઇચ્છુક છોકરા અને છોકરીઓએ દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં નહીં સૂવું જોઈએ. દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં સૂવાથી લગ્ન માટે સારા સંબંધો મળતા નથી અથવા કોઈ અડચણ ઉભી થાય છે.

વાસ્તુના જણાવ્યા મુજબ લગ્ન સંબંધોને લગતી સમસ્યાઓથી બચવા માટે લગ્ન ઇચ્છુક છોકરા અને છોકરીઓએ ઉત્તર દિશામાં પગ રાખીને સૂવું જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર મુજબ, લગ્ન યોગ્ય છોકરા અને છોકરીઓએ કાળા રંગના કપડાથી અંતર બનાવી રાખવું જોઈએ. વાસ્તુ મુજબ કાળો રંગ નિરાશાનું પ્રતીક માનવામાં આવ્યો છે.

વાસ્તુ મુજબ લાલ, પીળા કે લીલા રંગના કપડાં પહેરવા યુવાનો માટે શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો તેજસ્વી રંગોનો ઉપયોગ કરો.

કુંડળીમાં મંગળની દશા ખરાબ હોવાને કારણે લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. તેના માટે ઘરના રૂમમાં ગુલાબી અથવા આસમાની રંગ કરાવવો જોઈએ.

લગ્ન યોગ્ય છોકરાઓ અને છોકરીઓએ એક કરતા વધારે દરવાજા અથવા બારીવાળા રૂમમાં સૂવું જોઈએ. જ્યાં રૂમમાં હવા અને પ્રકાશ ન હોય ત્યાં ઊંઘવાથી બચવું જોઈએ.

છોકરીનો રૂમ ઉત્તર-પશ્ચિમ દિશા એટલે કે વાયવ્ય કોણમાં હોવાથી લગ્ન સંબંધિત અડચણો નથી આવતી. વળી બૃહસ્પતિ (ગુરુ) દેવતાની પૂજા કરવાથી પણ લગ્ન અને સંબંધોને લગતા અવરોધો દૂર થાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.