માણસને કંગાળ કરી શકે છે ઘરની આગળ રહેલી આ 9 વસ્તુઓ, આજે જ હટાવી દો.

0
449

આ વસ્તુઓનું ઘરની સામે હોવું ગણાય છે અશુભ, તેની ખરાબ અસરથી કુટુંબ દેવામાં ડૂબી શકે છે.

વ્યક્તિના જીવનમાં વાસ્તુ શાસ્ત્રનું ઘણું મહત્વ છે. વ્યક્તિની દરેક મુશ્કેલીનો ઉકેલ વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે. આ શાસ્ત્ર માણસને દરેક પ્રકારની સમસ્યાઓ માંથી બહાર કાઢવામાં મદદ કરે છે. વાસ્તુ શાસ્ત્ર માત્ર તમારા ફર્નીચરને એક નિશ્ચિત રીતે રાખવા કે તમારા ઘરને એક વિશેષ દિશામાં બનાવવા વિષે નથી. પણ તમારે ઘરમાં શું રાખવું જોઈએ અને શું નહિ તેના વિષે પણ તેમાં જણાવવામાં આવ્યું છે. જો તમે સોયને ખોટી રીતે રાખો છો તો તેમાં પણ વાસ્તુ દોષ મળી શકે છે.

આ વાસ્તુ નિયમોનું પાલન ન કરવાથી તેની સીધી અસર ઘણી બધી રીતે વ્યક્તિના જીવન ઉપર પડી શકે છે. આવો જાણીએ વાસ્તુ મુજબ એવી કઈ વસ્તુ છે જેને ઘરની આગળ રાખવાથી વાસ્તુ દોષ થાય છે.

તમે એ વાતનું ધ્યાન રાખો કે, તમે ઘરની અંદર અને આસપાસ ગંદુ પાણી ન વહેવા દો. તેનાથી ન માત્ર આંખોમાં બળતરા થાય છે, પણ તેને ખરાબ વાસ્તુ પણ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘરની આસપાસ ગંદુ પાણી હોવાથી નકારાત્મકતા આવે છે અને ઘરના લોકોએ અપમાન સહન કરવું પડે છે.

વાસ્તુ મુજબ ઘરની આસપાસ કે ઘરના બગીચામાં કાંટાવાળા છોડ પણ જ ઉગાડવા જોઈએ. તેનાથી કુટુંબના સભ્યોનું આરોગ્ય ખરાબ રહે છે અને ઘણા પ્રકારની આરોગ્ય સંબધી સમસ્યા ઉભી થતી રહે છે. કાંટાવાળા છોડ હોવાથી ઘરમાં માથાકૂટ પણ થઇ શકે છે.

સામાન્ય રીતે લોકો એવું સમજીને કચરાને ઘરની બહાર જ ફેંકી દે છે કે કચરાવાળો તેને ઉપાડી લેશે. પણ ઘરની બહાર કચરો ફેંકવાથી વાસ્તુ ખરાબ થાય છે. ઘરની બહાર કચરાપેટી રાખવાથી ઘરમાં આર્થિક તકલીફ ઉભી થાય છે અને તેનાથી કુટુંબ વહેલી તકે દેવામાં ડૂબી જાય છે.

વાસ્તુ મુજબ ક્યારેય પણ ઘરની બહાર પથરા ભેગા ન થવા દો. જો તમારું ઘર બની રહ્યું છે, તો કામ પૂરું થઇ ગયા પછી બધા પથ્થરો દુર કરી દેવા જોઈએ. ઘરની બહાર પથ્થર હોવા મુશ્કેલીનું પ્રતિક છે. તેનાથી કુટુંબે સફળતાના રસ્તામાં ઘણી અડચણોનો સામનો કરવો પડે છે.

ઘરની બહાર વીજળીનો થાંભલો લાગેલો સામાન્ય વાત છે, પણ તે ન માત્ર જોખમ કારક હોય છે પણ તેને વાસ્તુના હિસાબથી ખરાબ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ જેમ વીજળીના થાંભલાના બઘા તાર ગૂંચવાયેલા હોય છે, તેવી જ રીતે તમારું જીવન પણ ગૂંચવાઈ જશે.

વાસ્તુ વિજ્ઞાન મુજબ ઘરના ઉમરા એટલે મુખ્ય દ્વાર કરતા ઉંચો રોડ હોવો કષ્ટદાયક હોઈ શકે છે. તેનાથી ઘરમાં રહેવા વાળાનું આરોગ્ય ઉતાર ચડાવ વાળું રહે છે.

વાસ્તુ મુજબ ઘરની આગળ મોટા કે ઘટાદાર ઝાડ ઉગેલા હોવા ખરાબ માનવામાં આવે છે. તેનાથી તડકો અને હવા બંનેનો પ્રવાહ અટકી જાય છે અને તે ખરાબ વાસ્તુનું પ્રતિક માનવામાં આવે છે. તે ઘરમાં પોઝેટીવ વાઈબ્સના પ્રવાહને પણ રોકે છે.

વાસ્તુ મુજબ ઘરની આગળથી વેલનું ઉપર ચડવું અશુભ હોય છે. એવું કહેવામાં આવે છે કે તેનાથી વિરોધીઓ અને દુશ્મનોની સંખ્યા વધે છે જેથી પ્રગતિમાં અડચણ ઉભી થાય છે.

વાસ્તુ વિજ્ઞાન મુજબ ઘરની આગળ જેમાંથી દૂધ નીકતું હોય એવા છોડનું હોવું ખરાબ વાસ્તુનું પ્રતિક છે. એટલા માટે ઘરમાં આ પ્રકારના છોડ લગાવવા ન જોઈએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.