વાસ્તુના આ ઉપાય વેપાર-ધંધામાં અપાવશે સફળતા, મહાલક્ષ્મીની કૃપાથી પૈસાની કમી થશે દૂર

0
632

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓનો આનંદ ઉઠાવવા માંગે છે. દરેક એવું ઈચ્છે છે કે તેમની તમામ જરૂરિયાતો છે તે સમયસર પૂરી થઇ શકે. પરંતુ તે બધા માટે પૈસા હોવા ઘણું જ જરૂરી છે. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સખત મહેનત કરતા રહે છે, જેથી તે પોતાનું જીવન અને કુટુંબનું જીવન સારું બનાવી શકે. પરંતુ એટલી મહેનત કરવા છતાંપણ લોકો ઘણી વખત સફળતા નથી મેળવી શકતા. મોટાભાગે આવા પ્રકારની સમસ્યાઓનો સામનો દરેક લોકો કરે છે.

જો તમારા જીવનમાં પણ કાંઈક આવા પ્રકારની તકલીફો ઉભી થઇ રહી છે, તો અમે તમને વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા થોડા નિયમો વિષે જાણકારી આપવાના છીએ. જો તમે વાસ્તુ શાસ્ત્રના થોડા ઉપાય કરો છો, તો તેનાથી તમારા પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત થશે, આ ઉપાય તમારા જીવનને સફળ બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. અને જો તમે આ ઉપાય કરવાની સાથે સાથે મહેનત કરતા રહેશો, તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધી આવશે અને તમારા કામકાજમાં આવનારી અડચણો દુર થશે અને પૈસાની તકલીફોમાંથી છુટકારો પ્રાપ્ત થશે.

સારી નોકરીની પ્રાપ્તિ માટે લગાવો મની પ્લાન્ટ :

જો તમારે પણ કોઈ નોકરીની શોધ છે અને તમે ઘણા લાંબા સમયથી આમ તેમ ભટકી રહ્યા છો, તો તમે સારી નોકરી મેળવવા માટે તમારા ઘરની ઉત્તર દિશામાં વાદળી બોટલમાં મની પ્લાંટનો છોડ લગાવો. જો તમે વાસ્તુના આ ઉપાય અપનાવો છો તો તમારા નોકરીના પ્રયાસ સફળ થશે, તેની સાથે જ તમને તમારા કામકાજમાં પણ પ્રગતી મળશે.

વેપારમાં પ્રગતી પ્રાપ્ત કરવા માટે ઘરમાં મુકો સફેદ ઘોડાની મૂર્તિ :

વસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘરની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલા સ્થાન ઉપર બે સફેદ ઘોડાની મૂર્તિ મુકો છો, તો તેનાથી તમને તમારા ધંધામાં પ્રગતી અને સફળતા પ્રાપ્ત થાય છે. દોડતા ઘોડાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે આ ઉપાય અપનાવો છો, તો તેનાથી તમારા પોતાના દેવામાંથી પણ છુટકારો મળે છે. તમે ધારો તો તેને તમારા ઘર ઉપરાંત તમારી ઓફિસમાં પણ રાખી શકો છો, તેનાથી તમને લાભ મળશે.

માન સમ્માન પ્રાપ્ત કરવા માટે ઘરમાં રાખો લાલ હાથી :

જો તમે ઈચ્છો છો કે તમારું માન સન્માન જળવાઈ રહે અને તમને સમાજમાં પ્રતિષ્ઠા અને યશની પ્રાપ્તિ થાય તો તમે તમારા ઘરની દક્ષીણ દિશામાં લાકડાનો લાલ હાથી મુકો. તેનાથી તમને માન સન્માન પ્રાપ્ત થશે, તેની સાથે સાથે તમારા કુટુંબમાં સુખ સમૃદ્ધી પણ આવશે. આ ઉપાય કરવાથી જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા રહેલી છે તો એ દુર થશે, અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર રહેશે.

પૈસાની કમી દુર કરવા માટે :

જો તમારા જીવનમાં આર્થિક તકલીફો ચાલી રહી છે તો તેને દુર કરવા માટે તમે તમારા ઘરની પશ્ચિમ દિશા માંથી ઘાંસ કે પછી કચરો દુર કરી દો. જો તમે આર્થિક રીતે મજબુત બનવા માંગો છો અને તમારા કામકાજમાં સફળતા ઈચ્છો છો, તો આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જરૂરી છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.