જાણો વાસ્તુ અનુસાર દિશાઓનું મહત્વ અને કેટલાક મહત્વપૂર્ણ ઉપાય જે તમારા જીવનની સમસ્યા કરશે દૂર. વાસ્તુ શાસ્ત્ર પ્રાચીન ભારતીય વિદ્વાનો દ્વારા પરિષ્કૃત કરવામાં આવેલું વિજ્ઞાન છે, જેની મદદથી જીવનની નકારાત્મકતાને દુર કરી શકાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું મહત્વ : સામાન્ય લોકો ખાસ કરીને ચાર દિશાઓ વિષે જાણે છે. આમ તો વાસ્તુ શાસ્ત્રમાં દશ દિશાઓનું વર્ણન કરવામાં આવે છે. તેમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષીણ ઉપરાંત આકાશ પાતાળ અને ચાર ખૂણા પણ હોય છે. વિદિશા આ દિશાઓને કહેવામાં આવે છે, જે ચાર મુખ્ય દિશાઓ વચ્ચે હોય છે. તેના નામ ઇશાન, આગ્નેય, નેઋત્વ અને વાયવ્ય છે. આ દિશાઓનું જ્ઞાન અને મહત્વને ધ્યાનમાં રાખીને જ મકાન વગેરેનું નિર્માણ કરવામાં આવે છે.
પૂર્વ દિશા : પૂર્વ દિશાથી જ સૃષ્ટિના પાલનહાર સૂર્યદેવનો ઉદય થાય છે એટલા માટે વાસ્તુમાં આ દિશાનું મહત્વ માનવામાં આવે છે. ઇન્દ્રને આ દિશાના સ્વામી માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના માનવા મુજબ જયારે પણ મકાન કે ઓફીસનું નિર્માણ કરીએ તો આ દિશાને સૌથી ખુલ્લી રાખવી જોઈએ. જો આ દિશામાં વાસ્તુ ઠીક નથી તો ઘરમાં લોકો બીમાર પડે છે. તેની સાથે જ એવા ઘરમાં લોકોના જીવનમાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. આ દિશાનું વાસ્તુ શુભ હોય, તો ઘરમાં શાંતિ અને સુખ જળવાઈ રહે છે.
પશ્ચિમ દિશા : વરુણ અને શનિદેવને આ દિશાના અધિપતિ માનવામાં આવે છે. આ દિશાની શુભતા ઘરના લોકોનો ભાગ્યોદય કરે છે અને જીવનમાં સફળતા અપાવે છે.
ઉત્તર દિશા : આ દિશાના સ્વામી બુધ છે. આ દિશાને માતાનું સ્થાન પણ કહેવામાં આવે છે. આ દિશાની શુભતા કુટુંબમાં સંતુલન લઈને આવે છે.
દક્ષીણ દિશા : આ દિશાના અધિપતિ યમરાજ માનવામાં આવે છે. આ દિશાની શુભતા ઘરમાં સમૃદ્ધીના કારક બને છે.
આગ્નેય દિશા : આ દિશા દક્ષીણ પૂર્વ દિશા વચ્ચે હોય છે. જેમ કે નામ ઉપરથી જ સ્પષ્ટ થાય છે આ દિશાના સ્વામી અગ્નિદેવ છે. આ દિશાનું વાસ્તુ ઠીક ન હોય તો ઘરમાં ઝગડા થવાની સંભાવના રહે છે. અને શુભ હોય તો ઘરના લોકોની ઉર્જા વધે છે.
નેઋત્ય દિશા : આ દિશા દક્ષીણ પશ્ચિમની મધ્ય માનવામાં આવે છે. આ દિશાનું શુભ હોવું અતિ જરૂરી માનવામાં આવે છે કેમ કે તેના અશુભ હોવાથી વ્યક્તિને અપમાનનો સામનો કરવો પડે છે.
ઇશાન દિશા : આ દિશાના સ્વામી દેવોના દેવ મહાદેવ છે, એટલા માટે તેની શુભતા અતિ જરૂરી હોય છે. આ દિશામાં પૂજા ઘર બનાવવાથી જીવનમાં સમૃદ્ધી આવે છે. શૌચાલય વગેરે આ દિશામાં ન બનાવવા જોઈએ.
વાયવ્ય દિશા : આ દિશા ઉત્તર પશ્ચિમ દિશાનું મધ્ય હોય છે. આ દિશાની શુભતા કુટુંબ અને સામાજિક સંબંધોમાં તમને સફળતા અપાવે છે.
ઉર્ધ્વ દિશા : બ્રહ્માજીને આ દિશાના સ્વામી માનવામાં આવે છે. સંપૂર્ણ આકાશ આ દિશાને દર્શાવે છે. આ દિશા તરફ મુખ કરીને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
: આ દિશાના સ્વામી શેષનાગ માનવામાં આવે છે. આ દિશા ધરતીની નીચેનું પ્રતિનિધિત્વ કરે છે. મકાન નિર્માણ દરમિયાન ભૂમિની પૂજાનો પસંદગી યોગ્ય રીતે કરવાથી જીવનમાં શાંતિ જળવાઈ રહે છે.
વાસ્તુના થોડા અચૂક ઉપાય : જો તમારા ઘરની મધ્યમાં ભારે વસ્તુ રાખવામાં આવી છે, તો જીવનમાં તકલીફો આવી શકે છે એટલા માટે મધ્ય સ્થાનને હંમેશા ખાલી રાખો કેમ કે તેને બ્રહ્માનું સ્થાન માનવામાં આવે છે.
ઘરમાં મંદિરનું નિર્માણ ઇશાન દિશામાં કરવાથી શુભ ફળ મળે છે.
ઘરના શયન ખંડમાં ક્યારે પણ અરીસો ન રાખો તેનાથી લગ્નજીવનમાં તકલીફો આવે છે. ધનની બચત કરવા માટે અને આવકમાં વધારા માટે પૂર્વ દિશામાં ધન રાખો.
આગ્નેય દિશામાં દરરોજ કપૂર સળગાવવાથી ધનની વૃદ્ધી થવા લાગે છે.
સાંજના સમયે મુખ્યદ્વારમાં જમણી બાજુ દીવો પ્રગટાવવાથી લક્ષ્મી માતા ખુશ થાય છે અમે તેનાથી ઘરમાં ધનમાં વૃદ્ધી જળવાઈ રહે છે.
ઘરમાં સુખ શાંતિ માટે વર્ષમાં બે વખત હવન, યજ્ઞ વગેરે કરાવવું શુભ રહે છે.
નિષ્કર્ષ : વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે તમારા ઘર કે ઓફીસમાં થોડું પરિવર્તન કરો છો, તો જીવનની નકારાત્મકતા દુર થઇ જાય છે. મકાન બનાવતી વખતે જો તમે વાસ્તુ સુધારી લો, તો તેનાથી તમારું જીવન હંમેશા માટે સુખદ રહી શકે છે. એટલા માટે ભારતના આ પ્રાચીન વિજ્ઞાનને આપણા જીવનમાં આપણે બધાએ ઉતરવું જોઈએ.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.