વકીલ કાળો કોટ અને સફેદ શર્ટ જ કેમ પહેરે છે? આ છે તેની પાછળનું મોટું કારણ, જાણો વધુ વિગત

0
865

હંમેશા તમે ફિલ્મોમાં કે વાસ્તવિક જીવનમાં પણ વકીલોને જોતા હશો અને તે વાત તો સારી રીતે જાણતા હશો કે વકીલ કાળો કોટ અને સફેદ શર્ટ જ પહેરે છે. પરંતુ શું તમે એ જાણો છો કે વકીલ કાળો કોટ કેમ પહેરે છે, કોઈ બીજા રંગનો કોટ કેમ નહિ? તમને જણાવી આપીએ કે આ કોઈ ફેશન નથી પરંતુ તેની પાછળ એક મોટું કારણ છે.

તમને જણાવી આપીએ કે વકીલાતની શરુઆત ૧૩૨૭માં એડવર્ડ તૃતીયે કરી હતી અને તે સમયના ડ્રેસ કોડને આધારે ન્યાયધીશોનો ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો હતો. તે સમયે ન્યાયધીશ પોતાના માથા ઉપર એક વાળ વાળી વિગ પહેરતા હતા.

વકીલાતની શરુઆતમાં વકીલોને ચાર ભાગોમાં વહેચી દેવામાં આવ્યા હતા. જે આ મુજબ હતા વિદ્યાર્થી, વકીલ, બેચર અને બેરિસ્ટર. આ તમામ ન્યાયધીશનું સ્વાગત કરતા હતા. તે સમયે કોર્ટમાં લાલ કપડા અને ભૂરા રંગના તૈયાર ગાઉન પહેરવામાં આવતા હતા. ત્યાર પછી વર્ષ ૧૬૦૦માં વકીલોના ડ્રેસમાં ફેરફાર આવ્યો અને ૧૬૩૭માં એ પ્રસ્તાવ મુકવામાં આવ્યો કે કાઉન્સિલને જનતાને અનુરૂપ જ કપડા પહેરવા જોઈએ. ત્યાર પછી વકીલોએ લાંબા એવા ગાઉન પહેરવાનું શરુ કરી દીધું. એવું માનવામાં આવે છે કે તે સમયનો ડ્રેસ ન્યાયધીશો અને વકીલોને બીજી વ્યક્તિઓથી અલગ પાડતી હતી.

વર્ષ ૧૬૯૪માં બ્રિટેનની મહારાણી ક્વીન મેરીનું ચેચકથી મૃત્યુ થઇ ગયું, ત્યાર પછી તેના પતિ રાજા વિલિયમ્સે તમામ ન્યાયધીશો અને વકીલોને સાર્વજનિક રીતે શોક મનાવવા માટે કાળા ગાઉન પહેરીને ભેગા થવાનો આદેશ આપ્યો. આ આદેશને ક્યારે પણ રદ્દ ન કરવામાં આવ્યો. ત્યાર પછી આજ સુધી આ પ્રથા ચાલતી આવે છે કે વકીલ કાળું ગાઉન પહેરે છે.

હવે તો કાળો કોટ વકીલોની ઓળખ બની ગઈ છે. અધિનિયમ ૧૯૬૧ હેઠળ કોર્ટમાં સફેદ બેંડ ટાઈ સાથે કાળો કોટ પહેરીને આવવું ફરજીયાત કરી દેવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ કાળા કોટ અને સફેદ શર્ટ વકીલોમાં શિસ્ત લાવે છે અને તેને ન્યાય પ્રત્યે વિશ્વાસ જાગે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.