તમે જાણો છો કે, વસીયત માટે સ્ટેમ્પ કે નોટરીની જરૂર નથી. સાદા કાગળ પર લખેલ વાત પણ રહેશે માન્ય.

0
5193

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આપણા ભારતમાં ઉત્તરાધિકારનો કાયદો ધર્મના આધાર પર નક્કી કરવામાં આવે છે. એ અંતર્ગત મુસ્લિમો માટે અલગ તો હિંદુઓ માટે અલગ વ્યવસ્થા હોય છે. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬ મુજબ વસીયતના આધારે ઉત્તરાધિકારીનો નિર્ણય કરવામાં આવે છે.

પણ ભારતીય સિનેમાએ પોતાની ફિલ્મો દ્વારા લોકો વચ્ચે એની એક નવી છબી પેશ કરી છે, જેને લોકો પોતાના જીવનમાં પણ અપનાવવા લાગે છે. હિન્દી ફિલ્મોમાં એવું દેખાડવામાં આવે છે કે, વસીયત માટે વકીલ અને સ્ટેમ્પ પેપર અને નોટરીની જરૂર હોય છે. પણ જણાવી દઈએ કે, આ બધું ફક્ત ભ્રાંતિ છે.

હકીકતમાં વસીયત માટે એવું કરવું જરૂરી નથી. જણાવી દઈએ કે, એક ટીશ્યુ પેપર પર લખેલ વસીયત પણ કાયદાની રીતે માન્ય હોય છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સીએ બ્રાંચ દ્વારા આયોજીત ફ્યુચર ટ્રેન્ડ્સ ટેક્સેશન વિષય પર યોજાયેલી એક નેશનલ કોન્ફરન્સમાં કાયદામાં આવતા એવા તમામ વિષયો વિષે જાણકારી આપવામાં આવી છે.

દરેક માટે અલગ અલગ ઉત્તરાધિકાર નિયમ છે :

જાણકારી માટે જણાવી દઈએ કે, આ કાર્યક્રમ દરમિયાન મુંબઈથી આવેલ ડો. અનુપ પી શાહે એવું જણાવ્યું હતું કે, જૈન, સીખ અને બોદ્ધ નાગરિક પર હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬ લાગું પડે છે. જયારે મુસ્લિમોમાં વિવાહ, ઉત્તરાધિકારી અને સંપત્તિ વિભાજન જેવી બાબતોનો ફેસલો મુસ્લિમ પર્સનલ લો ના આધાર પર કરવામાં આવે છે.

તેમજ ઈસાઈ, પારસી અને યહુદી માટે અલગથી ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ બનાવવામાં આવેલ છે. જણાવી દઈએ કે, હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમના મુજબ જો કોઈ સંયુક્ત પરિવાર છે, તો તેમાં એસ્ટેટ પ્લાનીંગ અને વસીયતમાં ઉત્તરાધિકારીનો ફેસલો ક્લાસ 1, ક્લાસ 2 ના સંબંધીઓના આધાર પર હોય છે. જો આ શ્રેણીમાં કોઈ ઉત્તરાધિકારી નથી તો એગ્નેટ્સ એટલે પિતાના સંબંધી, અને જો તે પણ ના હોય તો કોગ્નેટ્સ એટલે માતાના સંબંધી ઉત્તરાધિકારી થઇ શકે છે.

જણાવી દઈએ કે, આ અધિનિયમ મુજબ પુત્રની સંપત્તિમાં “માં” પહેલા સ્તરની ઉત્તરાધિકારી થઇ શકે છે, પરતું પિતા નહિ. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમમાં એક ખાસ વાત આ છે કે, હિંદુ સંયુક્ત પરિવારમાં કર્તા છોકરી પણ થઇ શકે છે, પરતું શરત એ છે કે, કર્તા એ સંતાન બનશે જે મોટી હોય, ભલે તે છોકરો હોય કે છોકરી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.