વર્ષ 2020 નું છેલ્લું ચંદ્રગ્રહણ કઈ રાશિઓને કરશે અસર? જાણો.

0
291

વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે રાશિ અનુસાર જરૂર કરો આ મંત્રોનો જાપ. 30 નવેમ્બર 2020ના બપોરના 1 વાગીને 2 મિનીટ ઉપર લાગતું ચંદ્ર ગ્રહણ વર્ષ 2020નુ છેલ્લું ચંદ્રગ્રહણ છે. ગ્રહણ કુલ 04 કલાક 21 મિનીટ સુધી રહેશે એટલે કે સાંજે 5 વાગીને 2૩મીનીટે પૂરું થશે. આ ચંદ્ર અમુક ખાસ રાશીઓ ઉપર વિશેષ અસર કરશે.

આ વખતે લાગતું ગ્રહણ પૂર્ણ નથી આ જે ગ્રહણ છે તે ઉપછાયા ગ્રહણ છે. જે ભારત સહીત અમેરિકા, પ્રશાંત મહાસાગર, એશિયા અને ઓસ્ટ્રેલીયામાં લાગી રહ્યું છે. તે આ વખતે ગ્રહણ દરમિયાન સુતક કાળ પણ માન્ય નહી રહે. આમ તો સુતક ગ્રહણથી 9 કલાક પહેલા શરુ થઇ જાય છે અને તે દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવા અશુભ હોય છે.

જ્યોતિષ મુજબ ચંદ્રમાંને મનના કારક માનવામાં આવે છે. તેથી તેની ઉપર ગ્રહણ લાગવું તમારા મન અને ધ્યાન ઉપર પણ કાંઈને કાંઈ અસર કરશે. જ્યોતિષાચાર્યના કહેવા મુજબ આ વખતનું ચંદ્ર ગ્રહણ વૃષભ રાશી અને રોહિણી નક્ષત્રમાં લાગી રહ્યું છે અને આ સ્થિતિમાં વૃષભ રાશી વાળાએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે અને તેને તેના માતા પિતાના આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. તો આવો જાણીએ 30 નવેમ્બરના રોજ લાગતા ચંદ્ર ગ્રહણનું તમામ 12 રાશીઓ ઉપર ચંદ્ર ગ્રહણની શું અસર પડશે.

રાશી મુજબ ચંદ્રગ્રહણની અસર :

મેષ રાશી : તમારા માટે સમય સારો રહેશે. શુભ સમાચાર મળી શકે છે પરંતુ એકંદરે ચિંતા જળવાઈ રહેશે અને સુખ-સમૃદ્ધીમાં વધારો થશે.

મંત્ર જાપ – ऊँ आदित्याय नम:

વૃષભ રાશી : તમારા અથાગ સંઘર્ષ પછી સફળતા પ્રાપ્ત થશે. લાભ મળશે પરંતુ સંઘર્ષ કર્યા પછી. શરીરના નીચેના ભાગમાં કોઈ વિકાર થઇ શકે છે.

મંત્ર જાપ – ऊँ शं शनैश्चराय नमः

મિથુન રાશી : વાત કર્યા વગર ઝગડા કરવાનો પ્રયત્ન ન કરો. તમારા શરીરને તકલીફ થઇ શકે છે. તમારી ભાવનાઓને કાબુમાં રાખો. સમય મિશ્ર રહેશે.

મંત્ર જાપ – ॐ बृं बृहस्पतये नम:

કર્ક રાશી : સુખમાં વધારો થશે જેના કરને વ્યય વધશે. આ સમય તર્ક વિતર્કથી ચેતીને રહો. ત્વચા સંબંધી સમસ્યા ઉભી થઇ શકે છે.

મંત્ર જાપ – ॐ ऐं श्रीं बृहस्पतये नम:। ॐ गुं गुरवे नम:।

સિંહ રાશી : રોકાણ કરવાથી દુર રહો, જોખમ ન ઉઠાવો. માન-સન્માનમાં વૃદ્ધી થશે. ધન-સંપત્તિમાં વધારો થશે.

મંત્ર જાપ – आदित्य हृदय स्त्रोत का पाठ

કન્યા રાશી : તમારી સુખ સુવિધામાં વધારો થશે. કારકિર્દીમાં નવો વળાંક આવશે, જે ઘણો સકારાત્મક રહેશે. બિનજરૂરી વાદ વિવાદથી દુર રહો.

મંત્ર જાપ – ऊँ शं शनैश्चराय नमः

વૃશ્ચિક રાશી : તમારા કાર્યોને નવી ઉંચાઈ મળશે. તમને તમારી કાર્યકુશળતાને કારણે આવકની નવી તકો પ્રાપ્ત થશે. એકંદરે સમય લાભદાયક રહેશે.

મંત્ર જાપ – ऊँ रां राहवे नम:

ધન રાશી : તમારે શરુઆતમાં સંઘર્ષ કરવો પડશે ત્યાર પછી તમારી સફળતાના દ્વાર ખુલશે. આ સમય તમને ઘણું બધું શીખવશે જેનો લાભ તમને આવનારા સમયમાં મળશે. સંબંધોમાં વાદ-વિવાદથી દુર રહો અને કોઈની વાતોમાં ન આવો.

મંત્ર જાપ – ऊँ शं शनैश्चराय नमः

મકર રાશી : આ સમય કસોટીપૂર્ણ રહેશે પરંતુ તમને છેલ્લે સફળતા મળશે. આ સમય તમારા માટે મિશ્ર રહેશે. સંઘર્ષ સાથે સાથે કામની નવી તકો મળશે.

મંત્ર જાપ – ऊँ शं शनैश्चराय नमः

કુંભ રાશી : આ સમય તમને નવા અનુભવોની અનુભૂતિ કરાવશે. ભૌતીક સુવિધાઓમાં વધારો થશે. ધ્યેય પ્રાપ્ત કરવામાં તમે સફળ થશો અને દુશ્મનની હાર થશે. આમ તો મનમાં ભય રહેશે. દાંપત્ય જીવનમાં પાર્ટનરના આરોગ્યનું ધ્યાન રાખો.

મંત્ર જાપ – ॐ ऐं श्रीं बृहस्पतये नम:। ॐ गुं गुरवे नम:

મીન રાશી : આ સમય તમે લાભ મેળવી શકો છો. કોઈ મિત્રને કારણે તમારે તનાવ સહન કરવો પડશે. આમ તો દેવામાં વધારો થઇ શકે છે. સંબંધીઓ સાથે ઝગડાથી ચેતો.

મંત્ર જાપ – विष्णु सहस्त्रनाम का पाठ करें।

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.