વરરાજાએ મારી 4 કરોડની દહેજને ઠોકર, 1 રૂપિયો લઈ સસરાને કહ્યું ”તમારી દીકરી જ મારી સૌથી મોટી સંપતિ”

0
1775

મિત્રો આપણા દેશમાં રહેલી ખરાબ પ્રથાઓ માંથી એક પ્રથા છે દહેજ પ્રથા. એને નાબુદ કરવાં માટે સરકાર ઘણા પ્રયત્નો કરે છે, છતાં પણ ઘણી જગ્યાએ આજે પણ એ પ્રથા શરુ જ છે. પણ આજે અમે તમારી સામે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ, જેમાં વરરાજાએ છોકરીના પક્ષ તરફથી આપવામાં આવતા દહેજને લેવાનો ઇનકાર કરી દીધો. આવો જાણીએ શું છે આખો કિસ્સો.

મિત્રો હરિયાણામાં એક એવા લગ્ન થયા છે, જેની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. આ લગ્ન માટે વરરાજાએ લગ્ન પહેલા જે માંગ રાખી, એના સંબંધમાં કહેવામાં આવી રહ્યું છે કે હવે સમાજે આવી બાબતો પર ગંભીરતાથી વિચારવું જોઈએ.

તો જણાવી દઈએ કે આ લગ્ન ફક્ત 1 રૂપિયામાં પુરા થઈ ગયા. જી હાં, આ લગ્નમાં ન તો કોઈ વાજિંત્રની ધૂમ હતી અને ન તો કોઈ જાતનો વ્યર્થ ખર્ચો. છોકરો પોતાના થોડા સગા સંબંધીઓ સાથે વરઘોડો લઈને આવ્યો, અને એણે કોઈ પણ જાતના દહેજ અથવા રોકડ પૈસા લીધા વિના લગ્ન કર્યા. એમના લગ્નના થોડા ફોટા સોશિયલ મીડિયા પર આવ્યા છે, એ પછી આ દંપતીને દેશ-વિદેશથી અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

ભારતના હરિયાણાના સિરસામાં આવેલા આદમપુર વિસ્તારમાં થયેલા આ લગ્ન સમાજ માટે ઘણા સંદેશ છોડી ગયા છે. જણાવી દઈએ કે બેલેંદ્ર જેના લગ્ન હતા એમણે પોતાના લગ્ન પહેલા એક શરત મૂકી હતી કે, તે ન તો દહેજ લેશે અને ન કોઈ પ્રકારના વ્યર્થ ખર્ચાને ઉત્તેજના આપવા વાળા રિવાજોનું અનુસરણ કરશે. સાસરી પક્ષ તરફથી એમની દીકરી આપી એ જ ઘણું છે. આ વાત પર નવવધૂ કાંતા અને એમના પરિવાર વાળા પણ સહમત થઈ ગયા. જે પહેલા લગભગ 4 કરોડ રૂપિયા દહેજ આપવા જઈ રહ્યા હતા.

જયારે બલેંદ્ર નક્કી કરેલા થોડા સગા સંબંધીઓ સાથે વરઘોડો લઈને આવ્યો, તો એમણે ભેંટના રૂપમાં માત્ર 1 રૂપિયો અને નારિયેળ સ્વીકાર્યુ. એમના વરઘોડામાં કોઈ બેન્ડબાજા વાળા પણ ન હતા, અને ન તો કોઈ ભારે-ભરખમ સજાવટ કરવામાં આવી હતી. આ લગ્નને લઈને ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે, જો સમાજમાં દરેક પરિવાર આવી પહેલ કરે, તો ન ફક્ત સ્થિતિ સુધરશે, પણ છોકરીના શિક્ષણ પર પણ વધારે ધ્યાન આપી શકાશે. અને દેશની છોકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે.

આવી સરસ અને સમાજને ઉપયોગી વિચાર સરણી ધરાવતા બલેંદ્રનો સંબંધ ચુલી ખુર્દ ગામ સાથે છે. એમના પિતાનું નામ છોટુરામ ખોખર અને માતાનું નામ સંતોષ છે. તેમજ ભજનલાલની પુત્રી કાંતા ખૈમપૂરથી છે. એમના શિક્ષણની વાત કરીએ તો આ નવ દંપતી ઉચ્ચ શિક્ષિત છે. કાંતાએ જીએનએમનો કોર્સ કર્યો છે. બલેંદ્રના આ નિર્ણયથી બંને પરિવાર ઘણા ખુશ છે. બલેંદ્રએ પોતાના ગામમાં પણ લગ્નને લઈને કોઈ પ્રદર્શન નથી કર્યુ. સાથે જ સંબંધીઓ પાસેથી કોઈ પ્રકારના ઉપહાર પણ સ્વીકાર્યા નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.