અહીં કોઈ સ્પેશ્યલિસ્ટ ડોકટર સાહેબ છે જે વેરિકોઝ વેઇન્સ વિશે માહિતી પ્રકાશ પાડી શકે

0
2640

મિત્રો આજકાલ વેરીકોઝ વેઇન્સનું પ્રમાણ ઘણું વધારે જોવા મળી રહ્યું છે. અને એ પણ ખાસ કરીને મહિલાઓમાં. અને ઘણા બધા લોકોને એના વિષે પૂરતી જાણકારી નથી હોતી કે હકીકતમાં આ સમસ્યા છે શું? તો આજે અમે તમને વેરીકોઝ વેઇન્સ સંબંધિત જાણકારી આપીશું, જે ડોક્ટર ભાવેશ મોઢ દ્વારા જણાવવામાં આવી છે. આજના આ લેખમાં તમે એના કારણ, લક્ષણ, અગમચેતી, નિવારણ, ઉપચાર વગેરે મુદ્દા વિશે સરળ જાણકારી મેળવશો.

ડો. ભાવેશ મોઢ આ વિષે જણાવે છે કે, જો વેરીકોઝ વેઇન્સને બહુ સરળ અને વ્યહવારૂ ઉદાહરણથી સમજાવું હોય, તો એ ટાયરમાં એર આવી જવા જેવી ઘટના છે. ટાયરમાં જેમ એરથી ફુલેલો ભાગ ગાડીના બેલેન્સ અને ગતી પર અસર કરે છે, તથા ઘસાતા ટાયરને પણ ફાડે છે. એવું જ વેરીકોઝ વેઇનનું છે.

ડોક્ટરી ભાષામાં વેરીકોઝ એટલે શિથીલતાને કારણે ગ્રંથીત. અને વેઇનસ એટલે કે શિરાઓ, જેનું કાર્ય અંગો, અવયવોના કોષ માંથી વપરાયેલ લોહીને હૃદય તરફ લઇ જવાનું હોય છે. મોટાભાગે પગના નળામાં એટલે કે લોઅર લેગમાં વેરીકોઝ વેઇનસનો ઉપદ્રવ થાય છે. એમાંય ગોઠણ એટલે કે નિ-જોઇન્ટ(Knee Joint) ની આસપાસ સામાન્ય રીતે તે વધુ અને શરૂઆતમાં જોવા મળે છે.

આ સમસ્યાથી બચવા માટે જુના જમાનામાં એટલે કે બ્રીટીશ ઇન્ડીયામાં પોલીસમેનને પગે પટ્ટા વિટાવવામાં આવતાં હતા. અને નર્સને છેક ગોઠણની ઉપર સુધી જાય એ રીતના લાંબા મોજા પહેરાવવા, એ તમને પ્રથમ દ્રષ્ટિએ તો યુનિફોર્મનો ભાગ લાગતો હોય. પણ આ વ્યવસાયકારોને ઘણાં લાંબા સમય સુધી ખડેપગે ડયુટી કરવાની રહેતી હોય, એટલે તેઓ વેરીકોઝ વેઇનસનો ભોગના બને એ માટે આ પ્રિવેન્ટીવ મેનેજમેન્ટ હતું.

જણાવી દઈએ કે, આપણે ત્યાં ખેડુની જે ચોયણીની રચના છે, એ પણ પગના નળામાં વેરીકોઝ વેઇનસનું પ્રિવેન્સ કરે છે એટલે કે એનાથી રક્ષણ પૂરું પાડે છે.

વેરીકોઝ વેઇન્સને લગતા પ્રશ્ન મુખ્ય રીતે સ્ત્રીવર્ગને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તો બહેનોએ આ બાબતે વધારે સજાગ રહેવું જોઈએ. એમણે કિશોર અવસ્થાથી જ નિત્ય પગ પર તેલથી માલીસ કરવી જરૂરી છે. મહિલાઓને અમ્લ એટલે કે ખાટો સ્વાદ તો પસંદ હોય જ છે, પણ એની સાથે એમણે કષાય એટલે કે તુરા રસનું સેવન પણ કરવું જોઈએ. અને સાથે સાથે અમ્લરસનો અતિરેક ના થાય એ પણ જોવું જોઈએ.

મિત્રો જણાવી દઈએ કે, મધ્યમ વયમાં જયારે પ્રસૃતિ થાય છે, અને એમાંય સિઝેરિયન ડિલેવરી થયા પછી વધુ પડતી શરીરની સાચવણથી જે મેદસ્વીતા આવી જાય છે, એ પણ વેરીકોઝનું એક કારણ બને છે. તેમજ ફાસ્ટફુડ, વેસ્ટર્નકલ્ચર્ડ ફુડ પણ એના માટે એક જવાબદાર કારણ છે. ભોજનમાં તોળી તોળીને ખાવું એ પણ એનું એક કારણ છે.

આ સમસ્યાનો ઉપચાર જણાવતા ડો. ભાવેશ જણાવે છે કે, વેરીકોઝની શરૂઆતમાં જો માત્ર કોપરેલ તેલથી નિયમિત દિવસમાં ત્રણેક વાર, પંદરેક મીનીટ પગના તળીયાથી હૃદય તરફની દિશામાં પ્રતિલોમ જો માલીશ કરવામાં આવે, તો આ રોગથી મુક્તિ મળે છે. બાકી તો વાસ્કયુલર સર્જન એને સર્જીકલી રીતે કાઢી આપે છે. એના માટે એક જાણીતી દવા ડિબોકેલ્શીયમ છે, પણ તે ખાસ પરીણામદાઇ નથી.

વેરીકોઝ વેઇનસ થવાના કારણોમાં વેઇનસની અંદરની જે વાલ્વ સિસ્ટમ છે, એ નબળી પડી જાય છે. એટલે કે એમાં શિથિલતા આવી જાય છે. આથી હૃદય તરફ જતો લોહીનો પ્રવાહ એકધારા તાલ લયથી જતો નથી અને રોકાઇ રોકાઇને જાય છે. આ કારણે નસો ફુલવા લાગે છે. અને એની જે સ્થિતિસ્થાપકતા, ટોન હોવા જોઇએ એ નબળો પડે છે.

એના ઉપચાર વિષે આગળ જણાવતા તે કહે છે કે, આહારમાં જો મધુર, અમ્લ અને કષાય એટલે કે સ્વાદમાં મધુર, ખાટા અને તુરા પદાર્થો યોગ્ય માત્રામાં લેવાય, તો આ વિકાર થતો નથી. અને એની શરૂઆત થઇ હોય તો આ બાબતોનું ધ્યાન રાખવાથી એમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે થોડીક એરોબીક એક્ષરસાઇઝ પણ એટલી જ મહત્વની છે, જે ટોન અથવા સ્થિતિસ્થાપકતા બનાવી રાખે છે.

આ ઉપરાંત નિત્ય પાદાભ્યંગ એટલે કે પગે તેલમાલીશ કરવી જરૂરી છે. મોટાભાગે બહેનો પ્રસૃતિ દરમ્યાન સર્વાંગ તેલ માલીશ માંડ બે ત્રણ દિવસ, કે વધુમાં વધુ એકાદ અઠવાડિયું લે છે. એ પણ હવે એક સંતાન કે બે સંતાનની મર્યાદા, તથા શહેરીજીવન પદ્ધતીમાં લગભગ શકય બનતું નથી. માટે તમે એના માટે થોડો સમય કાઢો અને પગની માલિશ કરો, જેથી તમને આવી કોઈ સમસ્યા ન થાય.

ડો. ભાવેશ મોઢ.