તમે પણ વારંવાર એડકી આવવાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરેલું ઉપાય, તરત આરામ મળશે.

0
2100

એડકી જેને હિચકી પણ કહેવાય છે, તેનું આવવું એક સામાન્ય વાત છે. દરેક વ્યક્તિને કયારેક ને કયારેક એડકી આવે જ છે. એના વિષે મોટાભાગના લોકોનું એવું માનવું છે કે, જયારે કોઈ વ્યક્તિએ આપણને યાદ કરી રહ્યું હોય છે ત્યારે એડકી આવે છે. પણ તે એક માન્યતા જ છે. બીજું કંઈ નહિ.

મિત્રો નાના બાળકને એડકી આવવી ફાયદાકારક માનવામાં આવે છે. અને મોટાને પણ ઘણી વખત કારણ વગરની એડકી આવવા લાગે છે. પણ તેના લીધે અગત્યના કામ ઉપરથી ધ્યાન દુર થાય છે, અને બધું ધ્યાન એડકી પર જ લાગેલું રહે છે.

તો ઘણા લોકોને એડકી એટલો વધુ સમય સુધી આવે છે, કે તે એનાથી પરેશાન થઇ જાય છે. અને તેને બંધ કરવા માટે જાત જાતના ઉપાય કરવા લાગે છે. છતાં પણ તે અટકવાનું નામ નથી લેતી. એટલા માટે જો તમે પણ ક્યારેક આ સમસ્યાથી પરેશાન થાવ છો? તો આજે અમે તમને થોડા એવા ઘરેલું નુસખા જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવ્યા પછી તમે તમારી એડકી ઉપર કાબુ મેળવી શકશો.

એડકીને અટકાવવાના ઘરેલું નુસખા :

૧) ખાંડનો ઉપયોગ :

આપણે ખાંડનો ઉપયોગ વાનગીઓમાં મીઠાસ લાવવા માટે કરીએ છીએ. અને તે દરેકના રસોડામાં સરળતાથી મળી જાય છે. જો તમને લાંબા સમયથી એડકી આવી રહી છે? તો ખાંડનો ઉપયોગ તમારી તકલીફ દુર કરી શકે છે. એડકી અટકાવવા માટે માત્ર એક ચમચી ખાંડનું સેવન કરવાનું છે. પછી જુવો કેવી જાદુની જેમ તમારી હિચકી દુર થઇ જાય છે.

૨) મીઠા વાળું પાણી :

આ યાદીમાં બીજું નામ આવે છે મીઠાનું. મિત્રો જો તમને પણ ઘણા સમયથી એડકી આવી રહી છે, અને તે અટકવાનું નામ નથી લઇ રહી. તો મીઠા વાળું પાણી તમારા માટે અસરકારક સાબિત થઇ શકે છે. એડકી આવવાથી ધીમે ધીમે શ્વાસ લો અને પાણીમાં થોડું મીઠું ભેળવીને એક-બે ઘૂંટડા પીવો. આમ કરવાથી તમને આરામનો અનુભવ થશે.

૩) કાળા મરી :

જાણકારી માટે જણાવી દઈએ કે એડકીને બંધ કરવા માટે કાળા મરી પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. તેના માટે તમારે 2 કાળા મરીને થોડા એવી સાકર સાથે મોઢામાં નાખીને ચુસ્વાના રહેશે. તમે ઈચ્છો તો એની સાથે તમે પાણી પણ પી શકો છો. આમ કરવાથી એડકી આવવાનું બંધ થઇ જાય છે.

૪) ચોકલેટ પાવડર :

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ચોકલેટ પાવડરથી પણ એડકી આવવાનું બંધ થઇ જાય છે. જયારે લાંબા સમયથી એડકી બંધ નથી થઇ રહી તો અડધી ચમચી ચોકલેટ પાવડર ખાઈ લો. તેનાથી તરત આરામ મળશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.