વર્ડ કપમાં કેરેબિયની આતંક, ખરાખરીના ખેલ વખતે આ ખેલાડીઓએ કહ્યું અમે બનાવીશું 500 રન.

0
670

ક્રિકેટની રમત જ એવી રમત છે. જેનું નામ સાંભળતા જ આપણા મનમાં અનેક પ્રકારના વિચારો આવવા લાગે છે, અને ઘણા જ ઉત્સાહિત પણ બની જઈએ છીએ, કેમ કે આ રમત એવી રમત છે જેમાં લોકો રમતના અંત સુધી ધ્યાન પૂર્વક જોતા રહે છે. હાલમાં જ વર્ડ કપ ૨૦૧૯ શરુ થઈ રહ્યો છે, તેને લઈને પણ તમામ ક્રિકેટ પ્રેમી ઘણા ઉત્સાહિત છે. કોણ વધુ સદી કરશે, કોણ વધુ વિકેટ લેશે, કઈ ટીમ સૌથી મોટો સ્કોર કરશે, કયો ખેલાડી વ્યક્તિગત સ્કોર વધુ કરશે, તેવી અનેક પ્રકારની અટકળો શરુ થઇ જાય છે લોકોને મગજમાં.

એવી જ એક વાત આજે અમે તમારી સામે લઈને આવ્યા છીએ જેમાં એક દેશ એવો છે. જેણે આ વર્ડ કપમાં તેની ટીમ ૫૦૦નો સ્કોર કરવાની વાત કરી છે. એ તો સમય જ બતાવશે કે કઈ ટીમ કેટલો મોટો સ્કોર બનાવે છે.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આખી ટીમના આઉટ થઇ જવા છતાં પણ ૪૨૧ રનનો વિશાળ સ્કોર બનાવનારા વેસ્ટઇન્ડીઝે વિશ્વ કપ દરમિયાન ૫૦૦ રનનો સ્કોર બનાવવાની ચર્ચામાં ફરીથી પ્રાણ પૂરી દીધા છે.

વેસ્ટઇન્ડીઝની ટીમની નજર પણ આ સ્થાન ઉપર પહોચવા વાળી પહેલી ટીમ બનવા ઉપર છે. વેસ્ટઇન્ડીઝ પાસે ક્રીસ ગેલ, આંદ્રે રસેલ, શીમરોન હેટમેયર, નિકોલસ પૂરણ અને કાર્લોસ બેથવેટ જેવા બીગ હીટર અને શાઈ હોપ જેવા સારા ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન છે. મેચમાં સદી કરવા વાળા શાઈ હોપે કહ્યું, નિશ્ચિતરૂપે કોઈ સમયે અમે તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશું. આ ૫૦૦ રનના જાદુઈ આંકડાએ પહોચવા વાળી પહેલી ટીમ બનવું હકીકતમાં સારો દેખાવ ગણાશે. આ સ્થાન ઉપર પહોચવા માટે અમારી બેટિંગમાં આક્રમકતા પણ જુરુરી છે.

બેથવેટે કહ્યું, જો તમે મને પૂછશો કે શું અમે તે કરવામાં સક્ષમ છીએ તો ચોક્કસ અમે એવું કરી શકીએ છીએ. આમ તો વાસ્તવિક મેચોમાં તમારી પાસે દસમાં અને ૧૧માં નંબર ઉપર સારા બેટ્સમેન નહિ મળે. એટલા માટે તમારે ધ્યેય પ્રત્યે થોડી વાસ્તવિકતા જાળવવી પડશે.

વર્લ્ડકપની બીજી મેચ એટલે કે વેસ્ટઇન્ડીઝ Vs પાકિસ્તાન મેચ રમવામાં આવેલ હતી. વેસ્ટઇન્ડીઝે ટોસ જીતીને પહેલા ફિંડિંગ કરવાનું નિર્ણય લીધો. વેસ્ટઇન્ડીઝની જબરજસ્ત બોલિંગ અને ફિલ્ડિન કારણે પાકિસ્તા પહેલા બેટિંગ કરતા ફક્ત 105 રન કરી શકી. પાકિસ્તાન ફક્ત 21.4 ઓવર જ અમી એટલે કે T 20 કરતા 1.4 ઓવર વધારે રમી. જયારે વેસ્ટઇન્ડીઝ રમવા આવી ત્યારે તેમણે ફક્ત આટલા રન 13.4 ઓવરમાં કરી દીધા તે પણ 3 વિકેટ ગુમાવીને. વર્લ્ડ કંપની પહેલી મેચમાં પાકિસ્તાન ખુબ શરમજનક રીતે હારી છે. વેસ્ટઇન્ડીઝ ટીમમાં 50 રન ક્રિસ ગેલ અને 34 રન નીકર્સ પોલન કર્યા જયારે 27 રન આપીને 4 વિકેટ લેનાર ઓશેન થોમસ મેન ઓફ ધ મેચ બન્યા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.