આ છે વજન ઓછું કરવા વાળાઓ માટે રામબાણ ઉપાય. કોઈપણ જાતની દવા કે હેલ્થ સપ્લીમેન્ટ લેવાની જરૂર નથી

0
2341

મિત્રો જો તમે વધેલા વજનથી પરેશાન છો અને એને ઓછુ કરવાં માંગો છો, તો આ લેખ એમાં તમારી મદદ કરી શકે છે. વજન ઓછુ કરવાનો ડાયટ પ્લાન જણાવતાં પહેલા એ જણાવી દઈએ કે, ખાવા-પીવાની ટેવોને કંટ્રોલ કરવી એટલી મુશ્કેલ પણ નથી. સમજી લો કે ખાવું-પીવું માત્ર વજન ઘટાડવા કે વધારવા કે ડાયટીંગ સાથે જોડાયેલી બાબત નથી. તે તમારી લાઈફસ્ટાઈલને પણ અસર કરે છે.

ઘણા લોકો વજન તો ઓછું કરવા માંગે છે, પણ તેને યોગ્ય ડાયટ પ્લાન વિષે ખબર નથી હોતી. એટલા માટે આજે અમે તમને થોડા એવા ડાયટ પ્લાન જણાવીશું જે વજન ઓછું કરવામાં તમને મદદ કરશે. તમે અનુકુળતા મુજબથી તેમાંથી પણ ડાયટ પ્લાન પસંદ કરી શકો છો અને તેને ફોલો કરી શકો છો.

ડાયટ પ્લાન – ૧

સવારનો નાસ્તો :

તમે સવારના નાસ્તામાં એટ ટોસ્ટ સાથે બોઈલ ઈંડું, ડુંગળી, બીટ અથવા ટમેટા સાથે હળવા ઉકાળેલા મશરૂમ અને બે ઈંડા અથવા તો કોઈ તાજા શાકભાજી સાથે લસણ અને મરચું ભેળવીને એનું સલાડ ખાવ. નહિ તો એક કપ ફેટ ફ્રી દૂધ સાથે સફરજન, તરબૂચ, પપૈયું અને જમરૂખ ખાવ.

બપોરનું ભોજન :

બપોરના ભોજનમાં સોયાબીન સાથે વેજ પુલાવ, રાયતા અને સાથે ૧૦ દ્રાક્ષ ખાવ.

રાતનું ભોજન :

હળવા ગરમ તેલમાં પકાવેલી મચ્છી, સાથે બાફેલા બટેટા, ટમેટા, દહીં, ઉકાળેલુ ફુલાવર અને ચીઝનો એક પીસ ખાવ.

ડાયટ પ્લાન – ૨

સવારનો નાસ્તો :

તમે સવારના નાસ્તામાં એક કપ ફેટ ફ્રી દૂધ સાથે દલીયા(ઘઉંની થુલી, ઘઉંના ફાડા) ખાવ. સાથે એક આદુ કે સફરજન અને ઝીણા ટુકડામાં કાપેલી એક ચમચી બદામ ખાવ.

બપોરનું ભોજન :

બપોરના ભોજનમાં તમે રાજમા કે લોબીયા સાથે બે રોટલી ખાવ. અને તેની સાથે એક વાટકી લીલા શાકભાજી અને એક વાટકી દહીં પણ ખાવ.

રાતનું ભોજન :

રાત્રે તમે ચીકન કે પનીર ટીક્કા અને લસણ સાથે બે ઘઉંની રોટલી ખાવ. અડધો કપ ઉકાળેલા બીંસમાં લેમન જ્યુસ ભેળવીને ખાવ.

ડાયટ પ્લાન – ૩

સવારનો નાસ્તો :

સવારના નાસ્તામાં તમે એક મોટી વાટકી પૌવા ખાવ જેમાં શાકભાજી પણ નાખેલી હોય. અને એક વાટકી દહીં સાથે ૩ થી ૪ સ્ટ્રોબરી પણ ખાવ.

બપોરનું ભોજન :

બપોરના ભોજનમાં તમે શાકભાજીનું સૂપ, પાસ્તા, સલાડ જેવા કે ઓલીવ ઓયલમાં કાપેલા ટમેટા, ઉકાળેલા ગાજર, વટાણા અને ડુંગળી સાથે ભેળવીને બનાવો અને એનું સેવન કરો.

રાતનું ભોજન :

રાતના ભોજનમાં તમે બે રોટલી સાથે પનીર ભુરજી કે પાલક પનીર સાથે ખીર, ડુંગળી, ટમેટા વગેરેનો સલાડ ખાવ.

ડાયટ પ્લાન – ૪

સવારનો નાસ્તો :

તમે સવારના નાસ્તામાં લીલી ચટણી સાથે બે બ્રેડ જેમાં થોડું પનીર અને ટમેટાની સ્લાઈસ નાખી હોય એવો નાસ્તો કરો. સાથે નાનો ગ્લાસ કોલ્ડ કોફી કે એક કપ દૂધ અને સફરજન ખાવ.

બપોરનું ભોજન :

બપોરના ભોજનમાં દહીંના રાયતાની સાથે પાલક, કોબી કે મેથીની બે રોટલી ખાવ.

રાતનું ભોજન :

રાતના ભોજનમાં તમે મધ અને સરસીયાના તેલ સાથે બનાવવામાં આવેલા ચીકન અને અડધો કપ ભૂરા ભાત ખાવ.

આમાંથી તમને જે માફક આવે એ ડાયટ પ્લાન ફોલો કરી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.