આ વિધિ સાથે વહેલી સવારે સૂર્યદેવને અર્ધ્ય આપવાથી મળશે નોકરીમાં પ્રગતી અને ઢગલાબંધ લાભ
તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકો સવારે ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી સૂર્યદેવને અર્ધ્ય આપે છે, બની શકે છે કે તમે પણ રોજ સૂર્ય દેવતાને જળ અર્પણ કરતા હો, સનાતન ધર્મમાં ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાની પરંપરા જુના સમયથી ચાલતી આવે છે, સવારે લોકો સૂર્ય દેવતાને અર્ધ્ય અર્પે છે.
એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિ સવારના સમયે સૂર્યને અર્ધ્ય આપે છે તો તેને ઘણા બધા ફાયદા થાય છે, આજે અમે તમને આ પોસ્ટ દ્વારા સૂર્ય દેવતાને અર્ધ્ય આપવાથી તમને શું ફાયદા થશે અને કઈ વિધિથી સૂર્યને અર્ધ્ય આપવામાં આવે જેથી તમને વધુ સારા ફાયદા મળી શકે, તેના વિષે જાણકારી આપવાના છીએ.
આવો જાણીએ સૂર્ય દેવતા ને અર્ધ્ય આપવાના લાભ
જો તમે રોજ નિયમિત રીતે સવારના સમયે સૂર્ય દેવતાને અર્ધ્ય આપો છો તો તેને કારણે તમારી આત્મા સંપૂર્ણ રીતે શુદ્ધ થઇ જાય છે.
જો તમે સૂર્ય દેવતાને સવારે જળ અર્પણ કરો છો તો તેનાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
જો તમે સવારના સમયે સૂર્ય દેવતાને અર્ધ્ય આપો છો તો તેને કારણે તમારા શરીરમાં સૂર્યનો પ્રભાવ વધવા લાગે છે અને તમારી ઉર્જામાં વધારો થવા લાગે છે,જો તમે કામકાજમાં તમારું મન ના લગાવી શકતા હોવ કે તમારું શરીર નબળું રહેતું હોય તો આમ કરવાથી તમને ઉર્જા મળશે.
જો આપણે ધાર્મિક દ્રષ્ટિથી જોઈએ તો સવારના સમયે સૂર્ય દેવના દર્શન કરવામાં આવે તો તેનાથી મનને સારા કાર્યની પ્રેરણા પ્રાપ્ત થાય છે, સાથે જ શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
જો તમે રોજ સવારે સૂર્યને જળ અર્પણ કરો છો તો તેનાથી તમારું ભાગ્ય ચમકે છે અને તમારા બધા કાર્ય કોઈપણ અડચણ વગર પુરા થઇ જાય છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ગ્રહ વ્યક્તિને સન્માન અપાવે છે, જો વ્યક્તિ નિયમિત રીતે સૂર્ય દેવતાને જળ અર્પણ કરે છે તેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે અને તેને લોકોનો સહયોગ પ્રાપ્ત થાય છે.
આવો જાણીએ સૂર્યદેવને અર્ધ્ય આપવાની સાચી પદ્ધતિ શું છે?
જો તમે સવારના સમયે સૂર્ય દેવતાને જળ અર્પણ કરો છો તો તેનો સૌથી પહેલો નિયમ એ છે કે તમે સવારના સમયે ૮ વાગ્યા પહેલા જ અર્ધ્ય આપો, તમે સ્નાન વગેરે તમામ ક્રિયાઓ માંથી નવરા થઈને જ સૂર્ય દેવને જળ અર્પણ કરો.
જો તમે સૂર્ય દેવતાને જળ અર્પણ કરી રહ્યા છો તો તમે પ્લાસ્ટિક, ચાંદી, કાચ વગેરે માંથી બનેલી ધાતુના વાસણનો ઉપયોગ કરશો નહિ. તમે હંમેશા સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના વાસણનો જ ઉપયોગ કરો.
ઘણા લોકોને જોયા છે કે સૂર્યને જળ અર્પણ કરતી વખતે જળમાં ગોળ કે ચોખા ભેળવીને આપે છે પરંતુ તે યોગ્ય માનવામાં આવતું નથી, આમ કરવાથી તેની અસર ઓછી થાય છે.
સૂર્યને જળ અર્પણ કરતી વખતે તમે તમારું મોઢું પૂર્વ દિશા તરફ રાખો, જો કોઈ કારણસર સૂર્ય દેવ પૂર્વ દિશામાં જોવા નથી મળતા, ત્યારે પણ તમે તે દિશા તરફ તમારું મોઢું કરીને સૂર્યને જળ અર્પણ કરો.
સૂર્યને જળ અર્પણ કરતી વખતે સૂર્ય મંત્રોના જાપ કરવો શુભ માનવામાં આવે છે, તે ઉપરાંત તમે સૂર્ય દેવતાની ધૂપથી પૂજા પણ કરી શકો છો.
આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.