વાદળ ફાટવાથી થયો વિનાશ, એકનું મૃત્યુ, ઘણી જગ્યાએ ઘર અને જમીને નુકશાન, જુઓ ફોટોમાં ભયાનક દ્રશ્ય.

0
1295

મિત્રો, રવિવારના રોજ ઉત્તરાખંડમાં થયેલા વરસાદે ઘણી તારાજી વેરી હતી. ચમોલી જીલ્લામાં વાદળ ફાટવાથી આવેલા પુરમાં તણાઈને એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું, જયારે પાંચ ગામોની સેંકડો એકર જમીન પણ પૂરમાં દટાઈ ગઈ છે, અને એક વ્યક્તિ ગુમ થઈ છે એવું જણાવવામાં આવી રહ્યું છે.

અમ્મોડા જીલ્લામાં ચોખુટીયાથી સાત કી.મી. દુર ખીડા વિસ્તારમાં રવિવારે સાંજે વાદળ ફાટવાથી એક વ્યક્તિ રામસિંહ ગુમ થઇ ગયો છે. તેમજ આ ઘટનામાં ત્રણ ગૌશાળાઓ તણાઈ ગઈ છે. વાદળ ફાટતી વખતે આ વ્યક્તિ બળદને બાંધવા માટે ગૌશાળામાં ગયો હતો. ગામના એક વ્યક્તિની ૧૫ બકરીઓ, જયારે બીજાના 9 ગધેડાઓ ગુમ થયાના પણ સમાચાર છે.

રવિવારે બપોર પછી ચમોલી જીલ્લામાં થયેલા વરસાદ દરમિયાન ગેરસેણ બ્લોકના લામબગડ ગામની બરોબર ઉપર વાદળ ફાટી ગયું. અહિયાં ગામની ઘણી નહેરો, ખેતીની જમીન, ગામને જોડવા વાળા રોડને પણ સંપૂર્ણ નુકશાન થયું છે.

અને ગામ લોકોના જણાવ્યા મુજબ, ગામનો એક વ્યક્તિ પણ ઘટના પછી ગુમ થયો છે એવું જણાવવામાં આવી રહ્યું છે. માહિતી મળ્યા પછી જીલ્લા તંત્ર તરફથી આપત્તિ નિવારણ અને બચાવની ટુકડી સાથે જ સ્થાનિક તંત્રની ટુકડીને પણ સ્થળ ઉપર રવાના કરી દેવામાં આવી છે.

રવિવારે આશરે લગભગ ૩ વાગ્યે લામબગડ ગામના બાંજા જંગલ ધાર ખર્કની પાસે ગોંગનાણી ગદેનેમાં વાદળ ફાટવાથી પુષ્કળ પ્રમાણમાં પાણી અને કચરો ગામ તરફ આવવાથી ગંગનહર, લામબગડ, રામગડેરી, વિષ્ટ બાંખલી, નેગી બાંખલી ગામોમાં ઘણી તારાજી થઇ ગઈ છે.

અહિયાં લામબગડ ગામના બાદર સિંહનું કચરામાં દબાવાથી દુઃખદાયક મૃત્યુ થયું છે. શોધખોળ દરમિયાન ગામલોકોને બાદર સિંહનું શબ ઘટના સ્થળથી ૩૦૦ મીટર દુરથી કચરામાં દટાયેલું મળ્યું.

સાથે જ આજુબાજુના પાંચ ગામોની સેંકડો એકર જમીન પણ કચરા નીચે દટાઈ ગઈ. જો કે ગામના લોકોના આવવા જવા માટેના રોડને મોટાપ્રમાણમાં નુકશાન થઇ ગયું છે. અને રામગડેરી ગામના રામસિંહની ગૌશાળાને પણ નુકશાન થઇ ગયું છે. સાથે અહિયાં રામગડેરી ગામને બહારના વિસ્તારને જોડવા માટે રામગદેરી ઉપર બનેલો પગપાળા પુલ પણ વહી ગયો છે.

ચમોલી જીલ્લાની ડી.એમ. સ્વાતી એલ ભદોરીયાએ જણાવ્યું કે, ગેરસેણ બ્લોકના લામબગડ ગામમાં વાદળ ફાટવાથી કચરામાં દબાઈને એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું. રાહત અને બચાવ ટુકડી સાથે પોલીસ અને સ્થાનિક તંત્રના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચીને નુકશાનીનો અંદાજ કાઢી રહ્યા છે. ગામોમાં ખેતીની જમીનને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે, જયારે રહેણાંક મકાન અને બીજા ગામલોકો સુરક્ષિત છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.