વટસાવિત્રી ઉપર વિશેષ સંયોગ : પતિના લાંબા આયુષ્ય અને સંતાન પ્રાપ્તિ માટે કરો આ વિશેષ ઉપાય

0
1405

કોઈપણ તપસ્યામાં ખુબ જ શક્તિ હોય છે, પહેલાના સમયમાં ઋષિમુનીઓ તપ કરવામાં વર્ષો સુધી એક જ જગ્યાએ વરસો સુધી બેસી રહેતા હતા અને તેમને પોતાના તપનું ફળ પણ પ્રાપ્ત થતું હતું, આવા જ એક તપ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

પતિનું લાંબુ આયુષ્ય અને સંતાન પ્રાપ્તિની પ્રાપ્તિ માટે ઓળખાતા વટ સાવિત્રી વ્રત ત્રણ જુનના રોજ છે. સોમવાર હોવાને કારણે સોમવતી અમાસ પણ છે. આ દિવસોમાં પણ પૂજા, ગંગામાં સ્નાન અને દાન કરશે તેને સહસ્ત્ર ફળની પ્રાપ્તિ થશે. આ દિવસે શની જયંતી પણ છે. એવી માન્યતા છે કે જેઠ માસના સુદની અમાસે ભગવાન શનીનો જન્મ થયો હતો.

આચાર્ય અમરેશ મિશ્રા અને આ આચાર્ય મનોજ કુમાર ત્રિવેદીએ જણાવ્યું કે જેઠ માસની અમાસે વટ સાવિત્રી પૂજા વ્રત કરવામાં આવે છે. આપણા ઋષીઓએ સતયુગથી વટ વૃક્ષની મહત્તા ઉપર વિશેષ શક્તિ અને ભક્તિ સૂચક સૂત્ર લખ્યા છે. આમ તો ભારતમાં અનેક પ્રસિદ્ધ વટ વૃક્ષ છે.

તેમાં પ્રયાગરાજ અક્ષય વટ, ગયાનું બોધી વટ, વૃંદાવનનું વંશી વટ, ઉજ્જેનનું સિદ્ધ વટ. અને કુરુક્ષેત્રનું સર્વસિદ્ધી દાયક મહાવટ એવા છે. જેમાં વટ સાવિત્રી વ્રતનો ઉલ્લેખ છે. તેમાં સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિ અને પરિવારના રક્ષણમાં સાવિત્રીની જેમ વ્રતનું પાલન કરે છે.

આ વ્રત અખંડ સૌભાગ્ય, તમામ રોગો, દુઃખોએ દુર કરવા વાળા અને સંતન પ્રાપ્તિ માટે ઘણું મહત્વનું છે. આ વર્ષે રોહિણી નક્ષત્ર, સોમવતી અમાસ હોવાને કારણે વિશેષ લાભદાયક સિદ્ધ થશે.

પૂજા વિધિ :-

કાચા દોરને હાથમાં લઈને વડની ૧૨ પરિક્રમા કરીને તેમાં વીંટી દો. સાથે જ મીઠા લોટના ફળ બનાવીને એપન, સિંદુર, ફળ, ફૂલ વગેરે વડને અર્પણ કરો.

યમરાજે આપ્યું આ વરદાન :-

સાવિત્રીના પતિ ધર્મથી પ્રસન્ન થઇને યમરાજે વરના રૂપમાં આંધળા સારું-સસરાને આંખો આપી અને સાવિત્રીને સો પુત્ર થવના આશીર્વાદ આપ્યા અને સત્યવાનનો જીવ પાછો આપી દીધો. આ રીતે સાવિત્રીએ પોતાના સતીત્વની શક્તિથી પોતાના પતિને મૃત્યુના મોઢામાંથી પાછા લાવ્યા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.