મિત્રો આપણા માથા પર વાળ હોવા પણ જરૂરી છે. અને વાળની કિંમત એ લોકો સારી રીતે સમજી શકે છે, જેમના માથા પણ ઓછા વાળ છે, અથવા તો જેમની ટાલ પડી ગઈ છે. એવું કહીએ તો ખોટું ન કહેવાય કે પહેલાના સમયની સરખામણીમાં આજના સમયમાં લોકોમાં વાળને લગતી સમસ્યાઓમાં વધારો થયો છે.
તેમજ વધારે ટેન્શન લેવાને કારણે અને ભોજનમાં જરૂરી ખનીજોની કમીને કારણે, આજકાલ સમય પહેલા જ લોકોના વાળ સફેદ થઇ રહ્યા છે. તો એવામાં આજે અમે તમારા માટે સમય પહેલા થયેલા સફેદ વાળને કાળા કરવા માટે, તેમજ ખરતા વાળને અટકાવવા અને વાળને પાતળા થવાથી રોકવા માટેના રામબાણ નુસખા લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ કે આજના લેખમાં તમારા માટે શું ખાસ છે?
૧. સફેદ વાળને કાળા કરવાં માટે આંબળાના નાના નાના ટુકડા કરીને તેને છાયામાં સુકવી દો. પછી તેને નારીયેલના તેલમાં ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી તે આંબળા કાળા અને કડક ન થઈ જાય. ત્યારબાદ આ તેલને ઠંડુ કરી એને માથામાં લગાવો. નિયમિત રીતે ઉપયોગ કરવાં પર આ તેલ વાળને સફેદ થવામાં અટકાવવા માટે ઘણું ઉપયોગી છે.
૨. બીજો ઉપાય આ મુજબ છે. એક મોટી ચમચી આંબળાનો રસ, એક ચમચી બદામનું તેલ કે પછી થોડા ટીપા લીંબુનો રસ ભેળવીને એનાથી રોજ રાત્રે વાળમાં સારી રીતે માલીશ કરો. તે વાળને સફેદ થતા અટકાવવા માટે સારો ઉપચાર છે.
૩. મિત્રો સમય પહેલા જ સફેદ થઈ ગયેલા વાળને કાળા કરવાં માટે, કોઈ લોખંડના વાસણમાં પાણી ભરી એમાં આખી રાત માટે આંબળાનું ચૂર્ણ પલાળી રાખો. (એકદમ પાતળી પેસ્ટ નથી બનાવવાની.) સવારે તેને બકરીના દૂધ અને લીંબુના રસમાં ભેળવીને નિયમિત રીતે વાળ ઉપર લગાવો.
૪. જાણકારી માટે જણાવી દઈએ કે, આંબળાને બીટના રસમાં વાટીને પછી માથામાં લગાવવાથી વાળ ખરવાના બંધ થઈને ઘાટા અને કાળા થવા લાગે છે. તમ સતત બે મહિના સુધી આ પ્રયોગ કરો.
૫. આ બધા ઉપરાંત એક કિલો આંબળાનો રસ, એક કિલો દેશી ઘી અને ૨૫૦ ગ્રામ જેઠીમધ લઈને દરેકને હળવા તાપ ઉપર પકાવો. જ્યારે એમાં રહેલું પાણી સુકાઈ જાય અને તેલ વધે તો તેને ગાળીને બોટલમાં ભરી લો. હવે તેને તેલની જેમ માથામાં લગાવો. થોડા જ દિવસોમાં તમામ વાળ કાળા થઇ જશે.
૬. તમે ૧૦૦ ગ્રામ સુકા આંબળાને એક લોખંડના વાસણમાં ચાર દિવસ સુધી પલાળો. પછી તેને વાટીને એની ઘટ્ટ પેસ્ટ બનાવો. ત્યારબાદ એને બ્રશથી સારી રીતે તમારા વાળમાં લગાવો. અને બે કલાક પછી માથાને ધોઈ લો. થોડા દિવસોમાં વાળ કાળા થવાના શરુ થઇ જશે.
તમે ઉપર જણાવેલા પ્રયોગો માંથી કોઈપણ પ્રયોગ કરી શકો છો. તેની સાથે તમે ખાવા માટે નીચે જણાવેલી દવા બનાવો.
સૌથી પહેલા ૧૦૦ ગ્રામ ત્રિફળા ચૂર્ણ લઈને એને કપડાથી ચાળી લો. પછી આ ત્રિફળા ચૂર્ણમાં એટલો ગોળ ભેળવો, કે જેથી તેની ગોળીઓ બની શકે. ત્યારબાદ તેની મોટી મોટી ગોળીઓ બનાવી લો. તમે રોજ સવારે વાસી મોઢે આની એક ગોળી ચાવીને ખાઈ લો. થોડા જ દિવસમાં સફેદ વાળની જગ્યાએ કાળા વાળ આવવાના શરુ થઇ જશે.
જાણકારી માટે જણાવી દઈએ કે, આ ઉપાયો સફેદ વાળને કાળા કરવાની સાથે સાથે વાળને ખરતા પણ અટકાવે છે, અને એને જરૂરી પોષણ પણ આપે છે. જેથી વાળ પાતળા થતા નથી. તેમજ ટાલિયા માથા વાળા પણ આ ઉપાય અજમાવે એનાથી તમને સારા પરિણામ મળશે.