ઉત્તરાખંડ પ્રખ્યાત હિલ સ્ટેશનમાં સામે આવી ચકિત કરી દેતી બાબત, મુસાફરોના રૂમ લાગેલા હતા હિડન કેમેરા

0
901

પંખાની અંદર લગાવવામાં આવ્યા હતા હિડન કેમેરા

પ્રવાસીઓ સીઝનમાં દેવભૂમિમાં દેશ અને દુનિયાભર માંથી આવનારા લોકોનો જમાવડો લાગી રહે છે. એટલે કે ઉત્તરાખંડના ફેમસ હિલ સ્ટેશનમાં ચોંકાવનારી બાબત સામે આવી છે. દુનિયાભરમાં ઝરણા અને બંધ માટે પ્રસિદ્ધ ટિહરીની એક હોટલમાં હિડન કેમેરો લગાવવાની બાબત સામે આવી છે.

ટિહરીની એક હોટલમાં રોકાયેલા દિલ્હીમાં પ્રવાસીઓએ પોલીસને તેની ફરિયાદ કરી છે. ત્યાર પછી પોલીસે હોટલ ઉપર દરોડો પાડ્યો. તે દરમિયાન પોલીસ ટીમ ચકિત રહી ગઈ. તેમને એક રૂમમાં લગાવેલા પંખાની અંદર હિડન કેમેરો મળ્યો.

રાત્રે ૧૦ વાગ્યે રૂમનું ચેકિંગ કર્યું :-

મળેલી માહિતી મુજબ દિલ્હી માંથી આવેલા પ્રવાસી ઓએ તેમના રૂમમાં હિડન કેમેરા લાગેલા હોવાની ફરિયાદ પોલીસને કરી. બે યુવક અને ત્રણ યુવતી ઓએ સોમવારે રાત્રે ૧૦ વાગ્યે રૂમનું ચેકિંગ કર્યું. તે દરમિયાન તેમને પંખાની અંદર ફીટ કરવામાં આવેલો કેમેરો મળ્યો.

ત્યાર પછી તેમણે પોલીસને તે વાતની જાણ કરી. પોલીસે સ્થળ ઉપર પહોચી અને તપાસમાં લાગી ગઈ. પોલીસે પંખા, કેમેરા સહીત બીજી સામગ્રી જપ્ત કરી લીધી. હોટલ માલિકને તે બાબતે પુછપરછ કરવામાં આવી રહી છે.

ક્યાંક તમારા રૂમમાં કોઈ કેમેરો છુપાવ્યો તો નથી.

ઉનાળાની સિઝનમાં ઉત્તરાખંડની પહાડી ઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તે વખતે અમારી એવી સલાહ છે કે ક્યાંય પણ રોકાતા પહેલા તમારા રૂમની ચકાસણી જરૂર કરો અને આ વાતનું ખાસ ધ્યાન રાખો.

જયારે તમે રૂમમાં જાવ તો બધી લાઈટો બંધ કરીને આખા રૂમનું સારી રીતે ચકાસણી કરી લો કે ક્યાય કોઈ રેડ લાઈટ કે પછી કોઈ ગ્રીન લાઈટ તો નથી સળગતી નથી ને.

રૂમમાં એ વાતનું ધ્યાન રાખો કે ક્યાય રૂમના દરવાજા કે હુક કે હેન્ડલ, પંખાની અંદર કોઈ કેમેરા તો નથી છુપાયા.

રૂમમાં જો કોઈ અવાજ આવી રહ્યો છે, તો ધ્યાન આપીને સાંભળો કેમ કે હિડન કેમેરામાં થોડા મોશન સેંસેટીવ હોય છે જે પોતાની જાતે ઓન થઇ જાય છે.

રૂમમાં જાવ તો સૌથી પહેલા સામે લગાવવામાં આવેલા કાચ અને ઉપરની તરફ આપવામાં આવેલા ખૂણાને સારી રીતે ચેક કરી લો.

રૂમના કાચમાં કોઈ કેમેરા છુપાયા તો નથી તેની તપાસ કરવા માટે સૌથી પહેલા કાચમાં એક આંગળી મુકો. જો કાચમાં મુકેલી આંગળી અને કાચમાં દેખાઈ રહેલી આંગળી વચ્ચે અંતર કે ગેપ રહે છે તો સમજી લો કે કાચ ઓરીજીનલ છે અને જો તમારી આંગળી જોડાયેલી રહે છે, તો ત્યાં કેમેરો છે જો કે બધું રેકોર્ડ કરી રહ્યા છે.

તમારો સ્માર્ટફોન પણ હિડન કેમેરાની તપાસ કરવામાં મદદ કરી શકે છે. તેમાં બોડીગાર્ડ નામની એપ ડાઉનલોડ કરો અને જેવી જ તે ઓન કરીને તમે તમારા સ્માર્ટફોનને રૂમમાં ફેરવો. જો રેડ કલરનું નિશાન બ્લીંક દેખાવા લાગે તો સમજી લો કે રૂમમાં કેમેરો છુપાયેલો છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.